નાણાકીય વર્ષ 2017-18 નું IT રિટર્ન ભરવાની છેલ્લી તક…. નહીં ભરી શકાય રિર્ટન 31 માર્ચ પછી!!!!
ઉના, તા: 28.03.2019
નાણાકીય વર્ષ 2017-18 નું ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2019 છે. ત્યાર બાદ 2017-18 નું ઇન્કમ ટેક્સ રિટર્ન ભરી શકશે નહીં. જો નાણાકીય વર્ષ 2017-18 માં કોઈ કર કપાત (TDS) થયેલ હોય, લોન માટે આપને રિટર્ન ની જરૂર હોય, સેવિંગ ખાતામાં 10 લાખ રૂ નાણાકીય વર્ષ દરમ્યાન રોકડ જમા કરાવ્યા હોય, 50 લાખ થી વધુ રકમ રોકડ માં કરંટ ખાતા માં જમા કરવી હોય, મોટી રકમ ની મિલકત ખરીદ કે વેચાણ કરેલ હોય અથવા આ પ્રકાર ના કોઈ મોટા નાણાકીય વ્યવહારો કર્યા હોય તો આવકવેરા રિટર્ન ભરવા થી આવકવેરા નોટિસ ની સંભાવના મહદઅંશે નિવારી શકાય છે. વ્યક્તિગ્ત રિટર્ન તથા HUF નું રિટર્ન ભરવા ની જવાબદારી તો જ આવે જો નાણાકીય વર્ષ માં કુલ આવક 250000/- (અઢી લાખ) થી વધુ હોય. પરંતુ ભાગીદારી પેઢી, કંપની વગેરે એ ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવું ફરજિયાત છે. ટેક્સ ટુડે જાહેર હિતાર્થે, અપીલ કરે છે કે જેઓ ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાપાત્ર છે તેઓએ ભવિષ્યમાં દંડ, વ્યાજ વી. થી બચવા પોતાનું રિટર્ન 31 માર્ચ પહેલા ખાસ ભરી દેવું જોઈએ.