નાણાકીય વર્ષ 2018-19 ના ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાંની તારીખ 30 સપ્ટેમ્બર સુધી વધારવામાં આવી

Spread the love
Reading Time: < 1 minute

કોરોના સંકટના કારણે ફરી મુદત વધારવામાં આવી

કોરોના સંકટના કારણે ભારતના ઘણા વિસ્તારોમાં હજુ લોકડાઉન લાગુ છે. આવા વિસ્તારોના કરદાતાઓ પોતાના 2018-19 ના વર્ષના ઇન્કમ ટેક્સ રિટર્ન 31 જુલાઇ 2020 સુધી ભરી શકે નહીં . આ કારણે ઇન્કમ ટેક્સનું નિયમન કરતી સર્વોચ્ચ સંસ્થા “સેન્ટરલ બોર્ડ ઓફ ડિરેક્ટ ટેક્સ” (CBDT) દ્વારા 2018-19 ના વર્ષના ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની મુદત 30 સપ્ટેમ્બર 2020 કરી આપવામાં આવેલ છે. આ ઉપરાંત સિનિયર સીટીઝન માટે 31 જુલાઇ સુધી જો પોતાનો ભરવા પાત્ર ટેક્સ ભરી આપે તો આવા ટેક્સને એડવાન્સ ટેક્સ ગણવામાં આવશે તેવી રાહતપૂર્ણ સુધારો પણ 29 જુલાઇ ના રોજ નોટિફિકેશન દ્વારા કરવામાં આવ્યો છે.  આમ, આ બે મહિનાનો વધારો થવાથી કરદાતા, કર વ્યાવસાઈકોમાં રાહતની લાગણી અનુભવી છે. ભવ્ય ડી. પોપટ, એડિટર, ટેક્સ ટુડે.

error: Content is protected !!