નાણાકીય વર્ષ 2018 19 ના જી.એસ.ટી. અંગે ના ફેરફાર કરવા માટે ની છેલ્લી તક-ત્યાર બાદ નહી થઈ શકે કોઈ ફેરફાર

GST
Spread the love
Reading Time: < 1 minute

ઉના, તા. 17.10.2019: નાણાકીય વર્ષ 2018 19 ના જી એસ. ટી. કાયદા હેઠળ કોઈ ફેરફાર કરવા, સુધારો કે વધારો કરવા ની છેલ્લી તારીખ નીચે મુજબ છે.

GSTR 1 માસિક ભરતા વેપારીઓ: 11.10.2019 (હજુ આ સુધારા થઈ રહ્યાના અહેવાલ છે)

GSTR 1 ત્રિમાસિક રિટર્ન ભરતા વેપારીઓ: 31.10.2019

GSTR 1 એ આઉટવર્ડ સપ્લાય નું રિટર્ન હોઈ, 2018 19 માં B2B માં સુધારા તથા વધારા, B2C ના સુધારા તથા વધારા કરવા ઉપરોક્ત તારીખ ધ્યાને લેવાની રહશે. ઉપરોક્ત તારીખ બાદ આ સુધારા વધારા કરી શકાશે નહીં તેની ખાસ નોંધ વાચકમિત્રો લે તેવી વિનંતી.

આવીજ રીતે 2018 19 ની કોઈ ક્રેડિટ લેવાની રહી ગઈ હોય તો તે ક્રેડિટ લેવાની છેલ્લી તારીખ 20 ઓક્ટોબર 2019 એટલે કે સપ્ટેમ્બર 2019 ના 3B ભરવાની છેલ્લી તારીખ છે.

ટેક્સ ટુડે તમામ ટેક્સ પ્રેક્ટીશનરો, એકાઉન્ટન્ટ તથા વેપારીઓ ને અપીલ કરે છે આ અંગે ની પોતાની જવાદરી સમજી 2018 19 ના વ્યવહારો નો યોગ્ય ઉલ્લેખ કરે.

ભવ્ય પોપટ, એડિટર ટેક્સ ટુડે

 

 

error: Content is protected !!