નિયત તારીખ પછી નહીં ભરી શકાય જી.એસ.ટી. ના વાર્ષિક રિટર્ન: સરકાર દ્વારા કરવામાં આવ્યો ખુલાસો

Spread the love
Reading Time: < 1 minute

તા. 19.11.2019: 2017 18 તથા 2018 19 ના વર્ષ માટે ના જી.એસ.ટી. ના વાર્ષિક રિટર્ન ભરવા નોટિફિકેશન નંબર 47/2019 દ્વારા મરજિયાત બનાવવા માં આવ્યા છે. કરદાતાઑ તથા કરવ્યવસાયિકો ના મન માં એ પ્રશ્ન હતો કે નિયત તારીખ (2017 18 માટે 31 ડિસેમ્બર તથા 2018 19 માટે 31 માર્ચ 2020) બાદ શું પોર્ટલ ઉપર જી.એસ.ટી. રિટર્ન ભરી શકાશે? શું આ રિટર્ન ભરવામાં લેટ ફી લગાડવામાં આવશે? આ પ્રશ્નો ઉપર પૂર્ણવિરામ મૂકતો સર્ક્યુલર 124, તા. 18.11.2019 ના રોજ બહાર પાડવામાં આવ્યો છે. આ સર્ક્યુલર મુજબ 2 કરોડ સુધી નું ટર્નઓવર ધરાવતા કરદાતા માટે જી.એસ.ટી. કાયદા હેઠળ ભરવાના થતાં વાર્ષિક રિટર્ન મરજિયાત હોય, નિયત તારીખ પછી પોર્ટલ ઉપર આ રિટર્ન ભરી શકાશે નહીં. આ ખુલાસો મહત્વ નો છે પરંતુ હજુ એક ખુલાસો કરવાનો બાકી રહે છે. જો 2 કરોડ સુધી ના ટર્નઓવર ધરાવતા કરદાતા દ્વારા જી.એસ.ટી નું વાર્ષિક રિટર્ન ભરેલ ના હોય તો તેની આકારણી માટે ખરીદ વેચાણ ના ક્યાં આંકડા ધ્યાને લેવામાં આવશે?? શું આકારણી પ્રિ ડ્રાફટેડ (માસિક-ત્રિમાસિક રિટર્ન ઉપર) GSTR 9 મુજબ કરવામાં આવશે??? આ બાબતે ખુલાસો થવો જરૂરી છે. આ અંગે વાત કરતાં ટેક્સ ટુડે એક્સપર્ટ CA મોનીષ શાહ જણાવે છે કે આ માત્ર “ડિમિંગ ફીકશન” છે. આકારણી તો ધંધાકીય ચોપડા મુજબ જ કરવાની રહે નહીં કે પ્રિ ડ્રાફટેડ GSTR 9 મુજબ. બીજી બાબત ઉપર ધ્યાન દોરતા ટેક્સ ટુડે એક્સપર્ટ CA દિવ્યેશ સોઢા જણાવે છે કે જો સરકાર ના સર્ક્યુલર મુજબ 2 કરોડ સુધી ના ટર્નઓવર વાળા કરદાતા માટે નિયત તારીખ બાદ રિટર્ન પોર્ટલ બંધ કરી આપવું હોય તો ટર્નઓવર પ્રમાણે વર્ગીકૃત કરતું એક “ઓપ્શન” પોર્ટલ ઉપર આપવું પડશે. જે હાલ માં નથી. ટેક્સ ટુડે જનહિત માં ખાસ અપીલ કરે છે કે જે કરદાતાઓ ના GSTR 3B ભરવામાં ભૂલ રહી ગઈ હોય તેવા કરદાતાઓએ ખાસ GSTR 9 બે કરોડ નીચે ટર્નઓવર હોય તો પણ નિયત તારીખ સુધીમાં ભરી દેવું જોઈએ. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે

error: Content is protected !!