નિર્મલા સિથારમણ દ્વારા જાહેર કરવામાં આવ્યું આર્થિક પેકેજ-પાર્ટ 3

Spread the love
Reading Time: 3 minutes

તા. 15.05.2020: નિર્મલા સિથારમણ દ્વારા આજે વિશેષ આર્થિક પેકેજ નો ભાગ 3 રજૂ કરવામાં આવ્યો છે. આજે જે જાહેરાતો છે તે ખેતી, મત્સ્ય ઉદ્યોગ, ડેરી ઉદ્યોગ અને તેને સહાયક ચીજવસ્તુઓ માટે રહેશે તેવી જાહેરાત નાણાં મંત્રીએ કરેલ છે. આજે 11 જેટલી મહત્વ ની જોગવાઇઓ કરવામાં આવશે. જે પૈકી 8 જાહેરાતો ખેતી, મત્સ્ય ઉદ્યોગ, ડેરી વગેરેની સ્ટોરેજ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વગેરે માટે હશે. બાકી ની 3 જાહેરાતો પ્રશાશનિક-વહીવટી બાબતો માટે હશે.

આ આર્થિક પેકેજ ની મહત્વની બાબતો નીચે મુજબ છે.

 • ખેડૂતો સ્ટોરેજ તથા લલણી બાદ ની સુવિધાના અભાવે નુકસાન ભોગવતા હતા. સરકાર દ્વારા 1 લાખ કરોડ ખેતી એગ્રીગેટર્સ, ખેતી વિષયક ઉદ્યોગો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્ટોરેજ ફેસિલિટી, કોલ્ડ સ્ટોરેજ, કિસાન ઉત્પાદક સંઘ વી.  ને માળખાકીય સુવિધાઓ વધારવા સરકાર સહાય કરશે. આ યોજના હેઠળ ખાનગી એકમોનો પણ સમાવેશ થશે. આ લાભ, ખેતી વિષયક સ્ટાર્ટ અપ ને પણ લાભ આપવામાં આવશે. લલણી બાદ ની પ્રક્રિયાઓનો પણ વિકાસ માળખાકીય સુવિધા તરીકે કરવામાં આવશે. આ માટે ત્વરિત એક ફંડ ની સ્થાપના કરવામાં આવશે.

 

 • સૂક્ષ્મ ખાદ્ય એકમો ને સરકાર દ્વારા આંતર રાષ્ટ્રીય સ્ટાર પર પોતાના ઉત્પાદનો વેચવા, માર્કેટિંગ કરવા મદદ કરશે. ખાદ્ય ચીજવસ્તુઓ ઉત્પાદન કરતાં એકમો, હેલ્થ એન્ડ વેલનેસ ચીજ વસ્તુ,  ન્યુટ્રીશન પ્રોડક્ટસ ના ઉત્પાદન કરતાં એકમો વગેરે એકમો ને ઉત્પાદન, બ્રાન્ડિંગ, માર્કેટિંગ વગેરેમાં સરકાર દ્વારા મદદ કરવામાં આવશે. આ કારણે ખેતી, રોજગારીમાં ફાયદાઓ મળશે. આ યોજના ના કારણે 2 લાખ એકમો ને લાભ મળશે. આ માટે 10 હજાર કરોડ ની સરકાર દ્વારા ફાળવણી કરવામાં આવશે. પ્રધાન મંત્રી મોદી દ્વારા જાહેર કરાયેલ “વોકલ ફોર લોકલ વિથ ગ્લોબલ આઉટરીચ” માટે આ યોજના કામ કરશે.

 

 • મત્સ્ય ઉદ્યોગ વિષયક લોજિસ્ટિક (ટ્રાન્સપોર્ટેશન), મત્સ્ય ઉદ્યોગ ને ઉપયોગી બનવા નવા બંદરો વિકસાવવા માં આવશે. માછી મારો ને તથા તેમની બોટ ને વીમા કવચ પૂરું પાડવામાં આવશે. આ કારણે મત્સ્ય ઉદ્યોગ નું ઉત્પાદન વધશે. પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના હેઠળ સમુદ્રી માછીમારી માટે 11ooo કરોડ તથા મત્સ્ય ઉદ્યોગ ના ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટે 9000 કરોડ ની ફાળવણી કરવામાં આવશે. આમ કુલ 20000 કરોડ ની ફાળવણી મત્સ્ય ઉદ્યોગ માટે કરવામાં આવશે. આ યોજના ના કારણે 55 લાખ લોકો ને રોજગારી મળશે. આ યોજના ના કારણે મત્સ્ય ઉદ્યોગ ના કારણે ભારતનું નિકાસ બમણું થઈ 100000 કરોડ એ પહોચશે. આ યોજના માં ટાપુઓ, હિમાલય ઉપર આવેલ રાજ્યો, ઉતાર-પૂર્વ રાજ્યો ની ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

 

 • રાષ્ટ્રીય પ્રાણી રોગ બચાવ યોજના જે પશુ ધન ના “ફૂટ એન્ડ માંઉથ ડીસીસ”  ના તમામ રોગો માટે શરૂ કરવામાં આવેલ છે. આ યોજના હેઠળ હાલ 1.5 કરોડ પશુઓ ને આ રસીકરણ યોજના હેઠળ રસી આપવામાં આવ્યા છે. આ રસી ભારત ના 100% પશુઓ ને આપવામાં આવે તે સરકાર ની પ્રાથમિકતા રહેશે.   ભારત સૌથી મોટા લાઈવ સ્ટોક (પશુઓ) નો દેશ છે. 13343 કરોડ ની ફાળવણી દ્વારા આ યોજનાથી 53 કરોડ પશુઓ ને લાભ મળશે. જેનાથી આપણાં ડેરી ઉદ્યોગ ની સ્વીકાર્યતા આંતરરાષ્ટ્રીય સ્તરે વધશે. ડેરી ઉદ્યોગ માં તથા કેટલ ફીડ ઉદ્યોગ ની માળખાકીય સુવિધાઓ વધારવામાં આવશે. આ માટે ખાનગી સાહસો ને પણ પ્રોત્સાહન આપવામાં આવશે. એનિમલ હસબંડરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર દેવલોપમેંટ ફંડ માટે 15000 કરોડ ની ફાળવણી.

 

 • હર્બલ તથા મેડીસિનલ પ્લંટિંગ માટે 4000 કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે. 10 લાખ હેક્ટર માં આ પ્રકારની ખેતી કરવામાં આવશે. આ કારણે કિસાનોની આવક 5000 કરોડ જેટલી વધશે. આ ઉપરાંત હર્બલ તથા મેડિસિનલ પ્લાન્ટસ થી ભારતીય દવા ઉદ્યોગ ને ફાયદો થશે.

 

 • મધ સવાર્ધ્ન ઉદ્યોગ ને લાભ આપવા 500 કરોડ ની ફાળવણી કરવામાં આવશે. આ કારણે 2 લાખ મધ મંખી પલકો ને ફાયદો થશે. આ કારણે “વેક્સ” જે મેડીસિનલ, ખાદ્ય-અખાદ્ય વેક્સ ની આયાત ઘટશે. ઉપભોગતાઑ ને સારું મધ મળી રહે તે પણ એક ફાયદો રહેશે.

 

 • ઓપરેશન   હેઠળ ટેમેટા, ડુંગળી, બટેટા તથા અન્ય શાક ભાજીના ઉત્પાદન માટે ટ્રાન્સપોર્ટેશનમાં 50 % સબસિડી, સ્ટોરેજ માટે પણ 50% સબસિડી આપવામાં આવશે. આ માટે સરકાર દ્વારા 500 કરોડ નું પ્રવધાન.

 

 • તેલી બિયા, તેલ, અનાજ, કઠોળ, ડુંગળી, તથા બટેટા વગેરે જેવી ખેત પેદાશોને “એશેનશિયલ કમોડિટી એક્ટ, 1955″(એસ્મા) માથી બહાર કાઢી નાખવામાં આવશે. આ ચીજવસ્તુઓ ને આ કાયદા હેઠળ ની યાદી માંથી બહાર નીકળી દેવામાં આવશે જેનાથી ખેડૂતો ને સારા ભાવ મળશે. દુષ્કાળ, રાષ્ટ્રીય આપદા વગેરે જેવી ખાસ જરૂરિયાત વાળા સમયમાં જ આ ચીજ વસ્તુઓ ને સરકાર “એસ્મા” હેઠળ લાવી શકશે. આ ચીજવસ્તુઓ સાથે જોડાયેલા ઉદ્યોગો તથા એક્સપોર્ટ એકમો ને પણ આ ચીજવસ્તુઓ ના સ્ટોક બાબતે કોઈ લિમિટ લાગુ નહીં પડે. સરકાર આ કાયદામાં ફેરફાર ટૂંક સમયમાં લાવશે.

 

 • ખેડૂતો પોતાની પેદાશો અન્ય રાજ્યોમાં પણ વેંચી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. ખેડૂતો માત્ર ખેતી વાડી ઉત્પન બજાર સમિતિનું લાઇસન્સ ધરાવતા વ્યક્તિને વેચાણ કરી શકશે તે નિયમ માં બદલાવ કરવામાં આવશે. ખેડૂતો જ્યાં ઈચ્છે ત્યાં પોતાના ચીજ વસ્તુ વેંચી શકે તે અંગે કેન્દ્રિય કાયદો લાવવામાં આવશે. ખેડૂતો ઇ ટ્રેડિંગ વડે પોતાના ઉત્પાદન વેંચી શકે તેની શરૂઆત કરવામાં આવશે.

 

 •   ખેડૂતો ને પોતાના ઉત્પાદનોના સાચા ભાવ મળી શકે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. આ વ્યવસ્થા દ્વારા ખેડૂતો ને પોતાનું ઉત્પાદન કરતાં સમયે જ જો ભાવ અંગે બહેધરી આપવામાં આવે તો તેઓ ને ઘણી રાહત મળી શકે તેમ છે. આ અંગે સરકાર કાયદાકીય જોગવાઈ કરશે. આમ કરવાથી ખેડૂત જ્યારે પણ પોતાની ફસલ ઉગાડવા આગળ વધશે ત્યારેજ તેમના ચીજ વસ્તુ ના  ઉત્પાદન ના ભાવ અંગે તેમણે જાણકારી હશે. ખેતીને લગતા ઉદ્યોગો માટે પારદર્શિતા પણ આ પગલાં થી વધશે.

(થોડા સમયમાં વધારાની વિગતો પ્રેસ રીલીઝ આવે પછી અપડેટ કરવામાં આવી શકે છે)

2 thoughts on “નિર્મલા સિથારમણ દ્વારા જાહેર કરવામાં આવ્યું આર્થિક પેકેજ-પાર્ટ 3

 1. Very nice 👌👌👌👌👌👌👌👌 sir service 6e ,tamaree telegram channel ma hu 6u,my Name is Kishan Kumar M Prajapati Makansar, Morbi

Comments are closed.

error: Content is protected !!