નિર્મલા સિથારમણ દ્વારા જાહેર કરવામાં આવ્યું આર્થિક પેકેજ ની શ્રુંખલાનો છેલ્લો ભાગ-પાર્ટ 5

Spread the love
Reading Time: 3 minutes

તા. 17.05.2020: નિર્મલા સિથારમણ દ્વારા આજે વિશેષ આર્થિક પેકેજ ની શૃંખલનો ભાગ 5 રજૂ કરવામાં આવ્યો છે. પ્રધાનમંત્રીએ પોતાના ભાષણમાં જણાવેલ છે કે ભારત આજે ખૂબ મહત્વના પડાવ ઉપર ઊભું છે. આપણે આ મુશ્કેલીને તક તરીકે સ્વીકારવાની છે. આ આર્થિક પેકેજમાં “લેન્ડ, લેબર, લિક્વિડિટી તથા લો” એમ ચારે બાબત નો સમાવેશ કરવામાં આવશે તેવી જાહેરાત પ્રધાનમંત્રીએ કરેલ હતી. એ શબ્દો ને સાર્થક કરવાનો પ્રયાસ અત્યાર સુધીના આર્થિક પેકેજ માં કરવામાં આવેલ છે તથા આજે પણ કરવામાં આવશે તેવી જાહેરાત નાણાં મંત્રીએ કરેલ છે. આજના

આર્થિક પેકેજમાં કુલ 7 પગલાની જાહેરાત કરવામાં આવશે. જેમાં, મહાત્મા ગાંધી નેશનલ ગ્રામ્ય રોજગાર ગેરંટી સ્કીમ, શહેરી તથા ગ્રામીણ સ્વાસ્થ્ય યોજના, બિઝનેસ અને COVID અંગે, કંપની કાયદાઓ ને ડી ક્રિમીનલાઇઝ કરવા અંગે, ઈઝ ઓફ ડૂઇંગ બિઝનેસ અંગે, પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝ અંગે, રાજ્ય સરકારના સ્ત્રોત બાબતે જાહેરાતો કરવામાં આવશે.

આ છે આર્થિક પેકેજ ભાગ 5 ની મહત્વની જોગવાઇઓ:

  • “મનરેગા સ્કીમ” હેઠળ 40000 કરોડ ની વધારાની જોગવાઈ કરવામાં આવેલ છે. શ્રમિકો જે પોતાના વતન જતાં રહ્યા છે તેઓ ને પોતાના વતનમાં નોંધણી કરવામાં આવે તો તેમણે ત્યાં પણ “મનરેગા” યોજના હેઠળ કામ આપવામાં આવશે.

 

  • સ્વાસ્થ્ય ઉપરનો સરકારી ખર્ચ વધારવામાં આવશે. સ્વાસ્થ્ય અને સુખાકારી ના સેન્ટરોની સ્થાપનાને સરકાર પ્રોત્સાહન આપવામાં આવશે. ચેપી રોગ નો અલગ વિભાગ દરેક બ્લોક હેલ્થ સેન્ટરમાં બનાવવામાં આવશે. દરેક બ્લોક હેલ્થ સેન્ટર ઉપર પબ્લિક હેલ્થ લેબની સ્થાપના કરવામાં આવશે. મેડિકલ ક્ષેત્રે રિસર્ચ માટે ICMR દ્વારા પ્રોત્સાહન આપવામાં આવશે. રષ્ટ્રીય નેશનલ ડિજિટલ હેલ્થ મિશન ની બ્લૂ પ્રિન્ટ તૈયાર કરવામાં આવશે.

 

  •  પ્રધાનમંત્રીએ “ઇ વિધ્યા” યોજના સ્કૂલ ના ભણતર માટે શરૂ કરવામાં આવશે. ધોરણ 1 થી 12 ના દરેક ક્લાસ માટે અલગ અલગ ચેનલ “વન ક્લાસ વન ચેનલ” હેઠળ ટેલિવિઝન ચેનલો શરૂ કરવામાં આવશે. ભારતની 1 થી 100 માં આવતી યુનિવર્સિટી કોઈ પણ જાત ની વધારાની પરમીશન વગર ઓનલાઈન અભ્યાસક્રમો મે 2020 થી જ શરૂ કરી શકશે. ઓનલાઈન સિલેબસ ઉપર મોટો ભાર મૂકવામાં આવશે. “વન નેશન વન ડિજિટલ પ્લેટફોર્મ” બનાવવાં આવશે. નેશનલ ફૌંડેશનલ લિટરેસી એન્ડ ન્યૂમરસી મિશન ડિસેમ્બર 2020 થી શરૂ કરવામાં આવશે.

 

  • જે કંપનીઓ દીવાળિયા કાયદા (ઇનસોલવંસી એન્ડ બેંકરપ્સિ એક્ટ) હેઠળની લિમિટ MSME માટે 1 લાખ થી વધારી 1 કરોડ કરવામાં આવશે. COVID 19 ની સ્થિતિમાં 1 વર્ષ સુધી “ઇનસોલવંસી” ની કોઈ નવી કાર્યવાહી શરૂ કરવામાં નહીં આવે.

 

  • કંપની કાયદામાં રહેલ ટેકનિકલ તથા પ્રોસીજરલ ચૂક બદલ ફોજદારી કાર્યવાહી ની જોગવાઈ દૂર કરવામાં આવશે. આ કાયદા હેઠળ “કમ્પાઉન્ડ” (સમાધાન ને પાત્ર) થઈ શકે તેવી ચૂક હવે “ઇન્ટરનલ અજયુડિકેશન મીકેનીઝમ” માં લઈ લેવામાં આવ્યા છે. આમ કરવાથી કંપનીઓ ની મુશ્કેલી ઘટશે તથા NCLT  (નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ) તથા કોર્ટ નું ભારણ ઘટશે.

 

  •   ખાનગી કંપની જે પોતાનાં “નોન કન્વર્ટિબલ ડિબેન્ચર” સ્ટોક એક્સચેન્જ માં મૂકે તો તે કંપનીઓ લિસ્ટેડ કંપનીઓ નહીં ગણાય. ભારતીય કંપની …..

 

  • પ્રતિબંધિત સિવાયના તમામ ક્ષેત્ર કે જ્યાં હાલ પબ્લિક સેક્ટર કાર્યરત છે તે તમામ ક્ષેત્રમાં ખાનગી એકમો પણ ધંધો કરી શકશે. સરકાર “સ્ટ્રેટેજિક સેક્ટર” ને જાહેરનામા દ્વારા જાહેર કરશે. આ પ્રકારના “નોટિફાઈડ સ્ટ્રેટેજીક સેક્ટર” માં ઓછામાં ઓછા એક પબ્લિક સેક્ટર રહેશે ત્યાં પણ ખાનગી કંપનીઓ ધંધો કરી શકશે. કોઈ પણ “નોટિફાઈડ સ્ટ્રેટેજીક સેક્ટર”  માં વધુ માં વધુ 4 પબ્લિક સેક્ટર કાર્યરત રહી શકશે. આ અંગે ટૂંક સમય માં વિગતવાર નિયમો બહાર પાડવામાં આવશે.
  • રાજ્ય સરકાર પણ કેન્દ્ર ની જેમ આવકમાં ખૂબ ઘટ આવેલ છે. રાજ્ય સરકાર ને જે મદદ COVID 19 માં આપેલ છે તે ઉપરાંત વધુ મદદ પણ આપવામાં આવશે. બજેટ મુજબ અત્યાર સુધી 46 હજાર કરોડ થી વધુ રકમ રાજ્ય સરકારો ને આપેલ છે. આ ઉપરાંત 12390 કરોડ “રેવન્યુ ડેફિસિટ ગ્રાન્ટ”  પણ સમયસર આપી દેવામાં આવેલ છે. 11092 કરોડ નું રાજ્ય આપતી સંચાલન ફંડ (SDRF) એપ્રિલ ના પહેલા જ અઠવાડિયામાં આપી દેવામાં આવ્યું છે. 4113 કરોડ જેટલું ફંડ સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રાજ્ય સરકારો ને આપવામાં આવ્યું છે. રાજ્યો ને RBI દ્વારા ઓવર ડ્રાફ્ટ ની લિમિટ 60% જેટલી વધારવામાં આવેલ છે. રાજ્ય સરકારો ની “ઓવર ડ્યુ લિમિટ” 14 દિવસ થી વધારી 21 દિવસ કરવામાં આવેલ છે. રાજ્ય સરકાર 6.41 લાખ કરોડ ની રકમ ની લોન (બોરોઇંગ લિમિટ) લઈ શકે છે. આ લિમિટ રાજ્ય ના GDP ના 3 % લેખે હોય છે. આ પ્રકારની અભૂતપૂર્વ સ્થિતિમાં રાજ્ય ના અનુરોધ ને ધ્યાને લઈ “બોરોઇંગ લિમિટ” રાજ્યના GDP ના 3% થી વધારી 5% કરી આપવામાં આવેલ છે. જો કે આ રાજ્યોની લોનની લિમિટની 86% જેટલી લિમિટ વાપર્યા વગર ની પડેલ છે. રાજ્ય સરકારો ને આ વધારાની લિમિટ નો લાભ લેવા અમુક શરતો નું પાલન કરવાનું રહેશે. ભારતીય સંઘીય પ્રકાર માટે રાજ્યોએ કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરેલ આર્થિક પેકેજ ને રાજ્ય સ્તરે લાગુ કરવાની રહેશે. આ પેકેજ ની જોગવાઇઓ રાજ્ય સરકાર દ્વારા પૂરી કરવામાં આવશે ત્યારે તેમણે આ વધારાના દર નો લાભ મળશે.

 

આ આર્થિક પેકેજ દ્વારા સરકાર COVID 19 ની અભૂતપૂર્વ પરિસ્થિતી ને તક માં બદલવા પ્રયાસ કરી રહી છે. અમારા અગાઉ ના આર્થિક પેકેજ અંગેના લેખ વાંચવા નીચેની લિન્ક ક્લિક કરવા વિનંતી.

નિર્મલા સિથારમણ દ્વારા જાહેર કરવામાં આવ્યું આર્થિક પેકેજ-પાર્ટ 4  https://taxtoday.co.in/news/12085

નિર્મલા સિથારમણ દ્વારા જાહેર કરવામાં આવ્યું આર્થિક પેકેજ-પાર્ટ 3 https://taxtoday.co.in/news/12068

નિર્મલા સિથારમણ દ્વારા જાહેર કરવામાં આવ્યું આર્થિક પેકેજ-પાર્ટ 2 https://taxtoday.co.in/news/12051

નિર્મલા સિથારમણ દ્વારા જાહેર કરવામાં આવ્યું આર્થિક પેકેજ-પાર્ટ 1 https://taxtoday.co.in/news/12019

error: Content is protected !!