નિર્મલા સિથારમન નવા નાણાં મંત્રી: જાણો આપણાં નાણાં મંત્રી ને…
ઉના, તા: 31 મે 2019: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે અન્ય 56 કેબિનેટ તથા રાજ્ય કક્ષા ના મંત્રીઓ ને ઑએ 30 મે ના રોજ પદ અને ગોપનીયતા ની સપથ લીધી હતી. પરંતુ ત્યારે ક્યાં મંત્રીઓ ને ક્યો કાર્યભાર આપવામાં આવશે તે અંગે ખુલાસો કરવામાં આવ્યો નહતો. આજે આ મંત્રીઓ ને કાર્યભાર ની ફાળવણી કરી દેવામાં આવેલ છે. ગઈ સરકાર માં ડિફેન્સ મિનિસ્ટર તરીકે સેવા આપનાર નિર્મલા સિતારમણ ને નાણાં મંત્રાલય નો કાર્યભાર સોંપવામાં આવેલ છે. અટકળો લગાવવાતી હતી કે નાણાં મંત્રાલય અમિત શાહ અથવા CA પિયુષ ગોયલ ને મળવાની શક્યતાઓ હતી. પરંતુ આશ્ચર્યજનક રીતે નિર્મલા સિથારમન ને આ પોર્ટફોલિયો સોપવામાં આવ્યો છે.
જાણો આપણાં નાણાં મંત્રી વિષે:
નિર્મલા સિથારમણ નો જન્મ 18 ઓગસ્ટ 1959 ના રોજ મદુરાઇ ખાતે થયો છે. તેઓના પિતા નારાયણન સિથારમણ ભારતીય રેલ્વે માં નોકરી કરતાં હતા. આ કારણે તેણીએ પોતાનું બાળપણ તામિલનાડું ના વિવિધ ગામો માં ગળ્યું છે. તેણી એ મદ્રાસ (હાલ ચેન્નાઈ) તથા તિરુચિલ્લાપલલાઈ માં પોતાની શાળા કરેલ છે. તેઓએ સીથાલક્ષ્મી રામા સ્વામી કોલેજ તિરુચિલ્લાપિલ્લાઈ માં થી BA ઇકોનોમિક્સ ની ડિગ્રી મેળવેલ છે. માસ્ટર્સ ની ડિગ્રી તેઓએ દિલ્હી ની પ્રખ્યાત જવાહર લાલ નહેરુ યુનિવર્સિટી માથી 1984 ની સાલ માં મેળવેલ છે. તેઓના પતિ પારકલાં પ્રભાકર એ તેલગુ બ્રાહ્મમણ છે. તેઓના પતિ એક કોંગ્રેસ સમર્થક પરિવાર માથી આવે છે. તેઓના પતિએ આંધ્રા પ્રદેશ ના તત્કાલિન મુખ્યમંત્રી શ્રી ચંદ્રાબાબુ નાયડુના કોમ્યુનિકેશન એડવાઈસર તરીકે કામ કર્યું છે. તેઓના લગ્ન 1986 ની સાલ માં થયેલ છે. લગ્ન થકી તેઓને એક સંતાન છે.
નિર્મલા સિથારમણ એ ભારતીય જનતા પાર્ટી ને 2008 માં જોડાયા હતા. તેઓએ બી.જે.પી ના સ્પોક્સ પર્સન તરીકે સેવા આપેલ છે. તેઓને સૌપ્રથમ વાર મોદી કેબિનેટ માં 2014 માં સ્થાન મળ્યું હતું. તેઓ ત્યારે 2014 માં આંધ્ર પ્રદેશ માથી રાજ્ય સભા ના સાંસદ તરીકે ચૂટાયા હતા. ત્યારબાદ તેઓ કર્નાટક રાજ્ય માં થી રાજ્ય સભા ના સાંસદ તરીકે ચૂટાયા છે. આ અગાઉ મોદી સરકાર માં તેઓ એ ડિફેન્સ મિનિસ્ટર તરીકે સેવા આપેલ છે. તેઓ ઇન્દિરા ગાંધી પછી દેશના બીજા લેડી ડિફેન્સ મિનિસ્ટર હોવાનો રેકોર્ડ ધરાવે છે.
જી.એસ.ટી. અમલવારી ને લઈ ને ટેક્સ પ્રેકટીશનરો, કરદાતાઓ માં ઘણી નારાજગી પ્રવર્તી રહી છે. નવા નાણાં મંત્રી ઉપર જી.એસ.ટી. ઉપરાંત દેશ ની બેન્કો ના NPA ઘટાડવા ની મહત્વની જવાબદારી રહેશે. આશા રાખીએ કે ભારતીય નારી રૂપી સ્ત્રી શક્તિ આ પડકારો નો સામનો સારી રીતે કરી શકશે. ભવ્ય પોપટ, એડિટર ટેક્સ ટુડે