નેશનલ એક્શન કમિટી ઓફ જી.એસ.ટી. પ્રોફેશનલ્સ ની જુંબેશ ને મહત્વપૂર્ણ સફળતા

Spread the love
Reading Time: < 1 minute

ઉના, તા: 17.04.2019

સમગ્ર ભારત માં ફેલાયેલ નેશનલ એક્શન કમિટી ઓફ જી.એસ.ટી. પ્રોફેશલન્સ દ્વારા મેમ્બર ઓફ પાર્લામેન્ટ શ્રી ધરમ વીરા ગાંધી ને આપવામાં આવેલ આવેદન ઉપર વિચારણા કરી, સેન્ટરલ બોર્ડ ઓફ ઇંડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ્સ દ્વારા કમિટીને  પત્ર લખવામાં આવેલ છે. આ પત્ર માં જણાવવામાં આવ્યું છે કે કમિટી ની માંગણી જેવી કે 2017-18 ના વર્ષ ની ક્રેડિટ ક્લેઇમ કરવાની મુદત વધારવામાં આવે, જે રીમુવાલ ઓફ ડિફીકલ્ટી ઓર્ડર 2/2018 દ્વારા માન્ય કરવામાં આવેલ છે. આ ઉપરાંત લેઈટ ફી ની રજૂઆત ને યોગ્ય નોટિફિકેશન દ્વારા ઘણા કિસ્સાઓ માં માફ કરી આપવામાં આવેલ છે તેવું જવાવેલ છે. રિટર્ન સિમ્પ્લિફિકેશન બાબતે પણ પત્ર માં જાણવામાં આવ્યું છે કે રિટર્ન માં ટૂંક સમય માં સરલીકરણ કરવામાં આવશે. આ ઉપરાંત અન્ય ટેકનિકલ મુદ્દાઑ અંગે GSTN (GST પોર્ટલ નું સંચાલન કરતી કંપની) ને કમિટી દ્વારા કરાયેલ રજૂઆત પહોચાડી દેવામાં આવી છે તેવું જણાવવામાં આવ્યું છે.

નેશનલ એક્શન કમિટી તથા અન્ય એશો. ની મદદ થી જી.એસ.ટી. માં ઘણા સારા ફેરફારો થયા છે. હજુ ઘણા ફેરફારો આવકાર્ય છે. ખાસ કરી ને જે વ્યક્તિઑ એ સપ્ટેમ્બર પહેલા રિટર્ન મોડા ભર્યા છે તેઓને લાગેલ લેટ ફી પરત કરવા અસરકારક રજૂઆત કરવી ખૂબ જરૂરી છે. ટેક્સ ટુડે તમામ એશોશીએશન ને રજૂઆત કરે છે કે નોંધાયેલ વ્યક્તિઓને લગાડેલ તમામ પ્રકાર ની લેટ ફી પરત કરવી જોઈએ તે અંગે અસરકારક રજૂઆત કરવામાં આવે.  બ્યૂરો રિપોર્ટ ટેક્સ ટુડે.

error: Content is protected !!