નેશનલ એક્શન કમિટી ઓફ જી.એસ.ટી. પ્રોફેશનલ્સ નું 03જી ઓગસ્ટ ના રોજ ઇન્દોર ખાતે રાષ્ટ્રીય અધિવેશન

Spread the love
Reading Time: < 1 minute

ઉના, તા: 29.07.2019: સમગ્ર ભારત માં  પ્રતિનીધીત્વ ધરાવતી નેશનલ એક્શન કમિટી ઓફ જી.એસ.ટી. પ્રોફેશન્લ્સ નું રાષ્ટ્રીય અધિવેશન મધ્ય પ્રદેશ ની આર્થિક રાજધાની ઈન્દોર ખાતે 3જી ઓગસ્ટ ના રોજ મળશે. આ અધિવેશન માં સમગ્ર ભારતમાથી 27 રાજ્યો તથા 3 કેન્દ્ર શાશીત પ્રદેશ માથી 250 થી વધુ પ્રતિનિધિઓ હાજર રહેશે. નેશનલ એક્શન કમિટી ઓફ જી.એસ.ટી. પ્રોફેશનલ્સ નું ગઠન જી.એસ.ટી. હેઠળ પ્રેક્ટિસ કરતાં એડવોકેટસ તથા ટેક્સ પ્રેકટીશ્નર ના હિતો નું રક્ષણ કરવા, કરદાતાઑમાં જી.એસ.ટી. વિષેની જાગૃતિ લાવવા કરવામાં આવ્યું છે.

ઈન્દોર ખાતે મળનારા અધિવેશન માં જી.એસ.ટી. લાગુ થવા સાથે જ જી.એસ.ટી. હેઠળ પ્રેક્ટિસ કરતાં એડવોકેટ્સ તથા ટેક્સ પ્રેકટીશનર માટે જે ઓડિટ ની માંગણી કરવામાં આવેલ છે તે માંગ માટે ભવિષ્ય ની રણનીતિ ની ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત જી.એસ.ટી. પોર્ટલ ના કારણે પ્રોફેશનલ્સને તથા કરદાતાઓ ને પડતી મુશ્કેલીઓ ના નિવારણ માટે ના ઉપાયો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે. કાયદા તથા પ્રણાલી માં રહેલ વીસંગતતા ઉપર સરકાર સમક્ષ રજૂઆત કરવા અંગે પણ આ અધિવેશન માં ચર્ચા કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે નેશનલ એક્શન કમિટી ની સ્થાપના ગત વર્ષ અમદાવાદ ખાતે મળેલ અધિવેશન દ્વારા કરવામાં આવેલ હતી. આ કમિટી ના રાષ્ટ્રીય સયોજ્ક તરીકે ગુજરાત ના યુવાન એડવોકેટ અક્ષત વ્યાસ તથા નિગમ શાહ સેવા આપી રહ્યા છે. કમિટી ના ચેરમેન હૈદરાબાદ ના સિનિયર એડવોકેટ ડૉ. એમ. વાય. કે મૂર્તિ તથા ડે. ચેરમેન તરીકે મુંબઈ ના વરીષ્ઠ ધારાશાસ્ત્રી દિપક બાપટ છે. ગુજરાત ના સહ સયોજ્ક જતિન ભટ્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ અધિવેશન માં ભાગ લેવા સમગ્ર ગુજરાતમાથી 40 થી વધુ સભ્યો જઇ રહ્યા છે. અધિવેશને સફળ બનાવવા મધ્યપ્રદેશ ના જાણીતા કર સલાહકારો અમિત દવે, એ.કે. ગોર, શ્રી લાખોટીયા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

error: Content is protected !!