નેશનલ એક્શન કમિટી તથા ત્રણ મોટા રાજ્યોની કર સલાહકારોની માતૃ સંસ્થા દ્વારા સાથે મળી વેબીનાર નું આયોજન

Spread the love
Reading Time: < 1 minute

તા. 09.05.2020: નેશનલ એક્શન કમિટી ઓફ જી.એસ.ટી. પ્રોફેશનલ્સ (NAC) દ્વારા આયોજિત વેબીનાર માં 08 મે 2020 ના રોજ ઈન્દોર ના જાણીતા કરવેરા સલાહકાર અમિતભાઈ દવે દ્વારા ઇ વે બિલ અંગે વક્તવ્ય રજૂ કર્યું હતું.  ધી ગુજરાત સેલ્સ ટેક્સ બાર એશો., પંજાબ ટેક્સ બાર એશો. તથા મધ્ય પ્રદેશ ટેક્સ લો બાર એશો. દ્વારા નેશનલ એક્શન કમિટી સાથે આ વેબીનારના આયોજનમાં જોડાયા હતા. આ ઉપરાંત ગુજરાત માં ટેક્સ એડવોકેટના સૌથી મોટા એશોશીએશન એવા ટેક્સ એડવોકેટ એશો. ઓફ ગુજરાત (TAAG) તથા કમર્શિયલ ટેક્સ પ્રેકટીશનર એશો. ઈન્દોર પણ આ આયોજન માં સાથે જોડાયા હતા.

ઉલ્લેખનીય છે કે લોક ડાઉન દરમ્યાન NAC દ્વારા 26 વેબિનરોનું આયોજન કર્યું છે. હજુ નિરંતર વેબિનરોનું આયોજન NAC દ્વારા થઈ રહ્યું છે. આ વેબીનારો માં જી.એસ.ટી. તથા ઇન્કમ ટેક્સ ના વિવિધ વિષયો ઉપર સમગ્ર ભારતના શ્રેષ્ઠ વકતાઓ દ્વારા માર્ગદર્શ્ન આપવામાં આવે છે. આ વેબિનરો માં સમગ્ર ભારતમાંથી 500 જેટલા કરવ્યવસયિકો નિરંતર લાભ લઈ રહ્યા છે.

નેશનલ એકશન કમિટી ઓફ જી.એસ.ટી. પ્રોફેશનલ્સ ના ગુજરાત રાજ્ય ના સયોજ્ક જતિન ભટ્ટ દ્વારા જણાવાયું હતું કે ભારત ના મોટા રાજ્યો ગુજરાત, પંજાબ તથા મધ્ય પ્રદેશ ના મુખ્ય એશોશીએશન સાથે મળીને કોઈ કર્યેક્ર્મ નું આયોજન થયેલ હોય તેવો આ કદાચ પ્રથમ બનાવ હશે. નેશનલ એક્શન કમિટીના સ્થાપક અને રાષ્ટ્રીય સયોજ્ક અક્ષત વ્યાસ તથા નિગમ શાહના પ્રયત્નોથી 30 માર્ચથી ભારતભરના કર વ્યવસાયિકોને લોકડાઉન દરમ્યાન નિરંતર જ્ઞાન મળતું રહે તે અંગે આ વેબિનરો નું સતત આયોજન કરવામાં આવી રહ્યું છે.

error: Content is protected !!