નેશનલ એશોશીએશન ઓફ ટેક્સ પ્રોફેશનલ્સ જેવા સંગઠનો નાનામાં નાના વેપારીઓ ને ધંધો વૈશ્વિક ધોરણે લઈ જવા મદદ કરે: સુરેશ પ્રભુ

Spread the love
Reading Time: 2 minutes

COVID-19 ની આ વિષમ પરિસ્થિતિઓ માં વેપારીઓની લેઇટ ફી દૂર કરો: નેશનલ એશો. ઓફ ટેક્સ પ્રોફેસનલ્સ

તા. 17.05.2020: નેશનલ એશોશીએશન ઓફ ટેક્સ પ્રોફેશનલ્સ દ્વારા આયોજિત વેબિનરમાં તા. 16 મે 2020 ના રોજ ભારત ના જી20 તથા G 7 ના “શેરપા” અને પૂર્વ કેન્દ્રિય મંત્રી સુરેશ પ્રભુ મુખ્ય વક્તા તરીકે જોડાયા હતા. આ વેબીનારમાં શ્રી સુરેશ પ્રભુ દ્વારા COVID-19 ની પરિસ્થિતિ બાદ ટેક્સેશન ની સ્થિતિ તથા આત્મ નિર્ભર ભારત બનાવવામાં ટેક્સ વ્યવસાયીઓ નો ભાગ વિષે માહિતી આપવામાં આવી હતી. તેઓ જણાવ્યુ હતુંકે ભારત સરકાર આ મુશ્કેલ પરિસ્થિતિ ને એક તક તરીકે નિહાળી રહી છે. તેઓએ વધુમાં જણાવ્યુ હતું કે પ્રબુદ્ધ નાગરિક તરીકે કરવેરા સલાહકારો જાણે છે કે લોકડાઉન કરવા સિવાય કોઈ વિકલ્પ સરકાર પાસે નહતો. તે લોકડાઉનના કારણે આપણે વ્યક્તિગ્ત ધોરણે તથા સરકારએ આર્થિક નુકસાન ચોક્કસ ભોગવવું પડ્યું છે. હું અંગત રીતે માનું છું કે વૈશ્વિક ધોરણે ભારત માટે એક સારી બાબત એ છે કે આપણાં દેશને અન્ય દેશ સામે હવે “પ્રિફર્ડ ડેસ્ટિનેશન” ગણાશે તે બાબત ચોક્કસ છે. ભારત ની નવી પેઢી “પાપા કહેતે હે બડા નામ કરેગા” ની ઉક્તિ ને ચરિતાર્થ કરવા અલગ વિચારવાનું સામર્થ્ય ધરાવે છે. ભારત સરકારની આત્મા નિર્ભર ભારત યોજના એ વિશ્વથી અલગ થવાની યોજના નથી પણ વૈશ્વિક ધોરણે ભારત ના ઉદ્યોગ સહાસિકો ને વધુ મહત્વ પૂર્ણ સ્થાન પ્રદાન કરવા આગળ લાવવા ની યોજના છે. G20 દેશો વિશ્વના GDP નો 86% ફાળો આપે છે. તેમણે કહ્યું કે અમે G20 ના દેશો ને ભારતમાં રોકાણ કરવા આમંત્રણ આપ્યું છે. ભારત એ વિશાળ તકો નો દેશ છે. સુરેશ પ્રભુએ નેશનલ એશોશીએશન ઓફ ટેક્સ પ્રેકટિશનર્સ તથા તમામ પ્રોફેશનલ્સને હાકલ કરી હતી કે ભારતીય ઉદ્યોગ સાહસિકો ને પોતાની સંપૂર્ણ મદદ કરે.  ભારતનો નાનામાં નાનો વેપારી વૈશ્વિક ધોરણે ધંધો કરી શકે તેમ છે. હાલ, વ્યાજ ના દરો ખૂબ ઓછા છે, વિપુલ પ્રમાણમા રોકડ તરલતા સરકારી રાહતો ના કારણે આવશે આનો લાભ તમામ ને મળશે તે બાબત ચોક્કસ છે. હળવી ભાષામાં તેઓ જણાવ્યુ હતું કે ભારત ની કુંડળીમાં હાલ તમામ ગ્રહો આપણી સાથે છે અને તેથી ભારત નરેન્દ્ર મોદીના સફળ નેતૃત્વ અને આપ સૌના સહયોગોમાં પ્રગતિ કરશે તે બાબત ચોક્કસ છે.

નેશનલ એશોશીએશન ઓફ ટેક્સ પ્રોફેશનલ્સ (NATP) દ્વારા જી.એસ.ટી. પોર્ટલ સુધારવામાં આવે, COVID-19 ના કારણે વેપારીઓએ ભોગવવી પડતી લેઈટ ફી માફ કરવામાં આવે, જી.એસ.ટી. રિટર્ન રીવાઈઝ કરવાની સગવડ આપવામાં આવે, ટેક્સ એડવોકેટ્સ તથા ટેક્સ પ્રેકટિશનર્સ ને ઓડિટ અંગે સત્તા આપવામાં આવે જેવી અનેક મહત્વની રજૂઆત કરવામાં આવી હતી. રાષ્ટ્રીય સ્તર ના આ એશોશીએશન ને ભારત ની ટેક્સ અંગે ની તમામ સમિતિઓ માં સ્થાન મળે તેવી માંગણી પણ તેમની પાસે કરવામાં આવી હતી. સુરેશ પ્રભુ જી એ જણાવ્યુ હતું કે તેઓ આગામી દિવસો માં સંસ્થાને સમિતિઓ માં સ્થાન મળે તે પ્રયત્ન કરશે. તેઓ એ આ રજૂઆત ને યોગ્ય સત્તાધિકારી સુધી પહોચડશે તેવી ખાત્રી પણ આપી હતી.

આ વેબિનરમાં ધી ગુજરાત સેલ્સ ટેક્સ બાર એશો., પંજાબ ટેક્સ બાર એશો., મધ્ય પ્રદેશ ટેક્સ લો બાર એશો., ઉત્તર પ્રદેશ ટેક્સ બાર એશો., ટેક્સ એડવોકેટ એશો. ઓફ ગુજરાત, કોમર્શિયલ ટેક્સ પ્રેકટિશનર્સ એશો. ઈન્દોર સહ આયોજક તરીકે જોડાયા હતા. વેબિનરમાં અંદાજે 1000 લોકોએ ભાગ લીધો હતો. આ વેબિનારમાં ડિપ્લોમેટ તરીકે એડવોકેટ વારીશ ઈસાનીએ સેવા આપી હતી. એડવોકેટ નવીન ગુપ્તા, હરિયાણા એ NATP ના પબ્લિક રિલેશન ઓફિસર તરીકે ઉત્કૃસ્ટ કામગીરી બજાવી હતી. અંતમાં NATP ના સ્થાપક એડવોકેટ અક્ષત વ્યાસ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી. ભવ્ય ડી. પોપટ, એડિટર-ટેક્સ ટુડે

error: Content is protected !!