નોન જ્યુડિશિયલ સ્ટેમ્પ પેપર 01 ઓક્ટોબર થી બંધ….નોટબંધી ની જેમ સ્ટેમ્પ બંધી!!!!

Spread the love
Reading Time: 2 minutes

તા: 18.09.2019: નોન જ્યુડિશિયલ સ્ટેમ્પ પેપર એટ્લે એવા સ્ટેમ્પ કે જેનો ઉપયોગ વિવિધ સરકારી દસ્તાવેજ જેમ કે વેચાણ દસ્તાવેજ, કરાર, સોગંદનામાં વગેરે માં થતો હોય છે તેવા સ્ટેમ્પ પેપર “ફિસિકલ” સ્વરૂપે 01 ઓક્ટોબર 2019 થી મળી શકશે નહીં. આ અંગે ગુજરાત સરકાર દ્વારા 16 સપ્ટેમ્બર ના રોજ એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

આ જાહેરનામા માં જણાવવા માં આવેલ છે કે સ્ટેમ્પ પેપર ની તંગી, કૂત્રિમ અછત, કાળા બજારી, નકલી સ્ટેમ્પ ના વેચાણ, જૂની તારીખ માં સ્ટેમ્પ પેપર ના વેચાણ અને છેતરપિંડી જેવી મુશ્કેલી નિવારવા તથા સરકાર ના ડિજિટલ વ્યવહારો ને પ્રોત્સાહન આપવાના કારણે પરંપરાગત ફિઝિકલ નોન જ્યુડિશિયલ સ્ટેમ્પ પેપર નો ઉપયોગ સદંતર બંધ કરવામાં આવેલ છે. લાઇસન્સડ સ્ટેમ્પ વેન્ડર 01 ઓક્ટોબર 2019 થી આ સ્ટેમ્પ નું વેચાણ કરી શકશે નહીં. જે સ્ટેમ્પ વેન્ડર પાસે સ્ટોક રહેશે તે યોગ્ય વિધિ કરી રિફંડ આપવામાં આવશે. લોકો ને સ્ટેમ્પ મેળવવામાં મુશ્કેલી ના થાય તે કારણે સરકાર દ્વારા તમામ ઇ સ્ટેમ્પિંગ સુવિધા કેન્દ્રો ને 01.10.2019 થી સવારે 9:00 વાગ્યા થી સાંજના જ્યાં સુધી નાગરિકો ઇ સ્ટેમ્પ મેળવવા ઉપસ્થ્તિ હોય ત્યાં સુધી તમામ ને ઇ સ્ટેમ્પ સુવિધા ચાલુ રાખવા સૂચના આપવામાં આવેલ છે. આ ઉપરાંત ફ્રેંકિંગ ની સુવિધા જે બેન્કો માં ઉપલબ્ધ છે તેઓ પણ 01.10.2019 થી સવારે 9 વાગ્યા થી નાગરિકો સ્ટેમ્પ લેવા ઉપસ્થ્તિ હોય ત્યાં સુધી આ સુવિધા ચાલુ રાખવા આદેશ અપવામાં આવેલ છે. ઉપરાંત હાલ માં લાઇસન્સ ધરાવતા સ્ટેમ્પ વેન્ડર પણ જો ઇ સ્ટેમ્પિંગ લાઇસન્સ માટે અરજી કરે તો તેને તાત્કાલિક લાઇસન્સ આપવા સંબંધિત અધિકારી ને સૂચના અવપમાં આવેલ છે. ઉના ના વરિષ્ઠ રેવન્યુ પ્રેક્ટિસ કરતાં એડવોકેટ દીપકભાઈ પોપટ ટેક્સ ટુડે ને આ નિર્ણય અંગે અભિપ્રાય આપતા જણાવે છે કે આ નિર્ણય એ આવકાર દાયક નિર્ણય છે કારણકે સરકાર દ્વારા મોટા પ્રમાણમા ઇ સ્ટેમ્પિંગ ની સુવિધાઓ શરૂ કરવા પ્રયાસ કરવા માં આવશે જે ખૂબ આવકારદાયક છે. આનાથી સ્ટેમ્પ ડ્યૂટી માં છેતરપિંડી ઘટશે. ઉપરાંત સ્ટેમ્પ વેન્ડર કે જેઓને આ નિર્ણય થી નુકસાન થશે તેઓને પણ લાઇસન્સ આપવામાં અગ્રિમતા આપવા નો નિર્ણય પણ ખૂબ સારો છે. સ્ટેમ્પ બંધીનો નિર્ણય નો ઉદેશ સારો હોય તેનો અમલ કેવી રીતે થાય છે તે જોવું રસપ્રદ બનશે.  ભવ્ય પોપટ, એડિટર ટેક્સ ટુડે

error: Content is protected !!