નોર્થ ગુજરાત ટેક્ષ પ્રેકટી. એસોસીએશન, ઇન્કમટેક્ષ બાર એસો. અને મહેસાણા સેલ્સટેક્ષ બાર એસોસીએશન દ્રારા આવેદન પત્ર

Spread the love
Reading Time: 5 minutes

 

નોર્થ ગુજરાત ટેક્ષ પ્રેકટી. એસોસીએશન, ઇન્કમટેક્ષ બાર એસો. અને મહેસાણા સેલ્સટેક્ષ બાર એસોસીએશન દ્રારા આવેદન પત્ર

તારીખ : 12-02-2020

જી.એસ.ટી. પોર્ટલમાં પડતી મુશ્કેલીઓના કારણે આજ તા.૧૨/૦૨/૨૦૨૦ ના રોજ નોર્થ ગુજરાત ટેક્ષ પ્રેકટી. એસોસીએશન અને મહેસાણા સેલ્સટેક્ષ બાર એસોસીએશન દ્રારા માનનીય કલેક્ટરશ્રી મહેસાણા, સંયુક્ત રાજ્યવેરા કમિશ્નરશ્રી મહેસાણા તથા સી.જી.એસ.ટી. કમિશ્નરશ્રી અને સંસદ સભ્યશ્રી શારદાબેન પટેલ,  મહેસાણા ને આવેદન પત્રો આપવામાં આવેલ છે. તેમાં નોર્થ ગુજરાત ટેક્ષ પ્રેકટી. એસોસીએશન, ઇન્કમટેક્ષ બાર એસો. અને   મહેસાણા સેલ્સટેક્ષ બાર એસોસીએશન ના સભ્યો બહોળી સંખ્યા માં હાજર રહેલ હતા. આ સાથે જ નોર્થ ગુજરાત ના તાલુકા લેવલે ટેક્ષ બાર એસોસીએશનો જેવા કે મહેસાણા , સિદ્ધપુર, ડીસા, પાલનપુર અને કડી ખાતે પણ આવેદન પત્ર આપેલ છે.

આ રજૂઆતો કરવા ધી ગુજરાત સેલ્સ ટેક્સ બાર એશોશીએશન, નેશનલ એક્શન કમિટી, ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ કન્સલ્ટન્ટસ, ઓલ ઈન્ડિયા ફેડરેશન ઓફ ટેક્સ પ્રેકટિશનર્સ-વેસ્ટ ઝોન, ઇન્કમ ટેક્સ બાર એશોશીએશન, ટેક્સ એડવોકેટ એશોશીએશન ગુજરાત તથા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એશોશીએશન અમદાવાદ દ્વારા એક જોઇન્ટ એક્શન કમિટીની રચના કરવામાં આવી છે. આ પ્રકારે ગુજરાતના તમામ મોટા એશોશીએશન સાથે મળી કોઇ રજૂઆત કરી હોય તેવો આ પ્રથમ બનાવ છે. કમિટીદ્વારા આજરોજ ગુજરાતના દરેક જિલ્લાઓમાં આવેદન આપવામાં આવ્યું છે. આ આવેદન દરેક જિલ્લા ના અનેકવિધ અધિકારીઓ – પદાધિકારીઓને આપવામાં આવેલ છે.  મહેસાણા  જિલ્લામાં આ જોઇન્ટ એશોસીએશન એક્શન કમિટી દ્વારા તૈયાર કરેલ આવેદનપત્ર સંસદસભ્યશ્રી, ધારાસભ્યશ્રી, કલેક્ટરશ્રી, સેન્ટરલ જી.એસ.ટી. તથા સ્ટેટ જી.એસ.ટી. ઓફિસ ના ઉચ્ચ્ત્મ અધીકારીઓ તથા વેપારી મંડળો ને આપવામાં આવેલ છે.  રજૂઆતમાં સામિલ દરેક કર – વ્યવસાયિકો દ્વારા દ્વારા ખાસ જાહેર કરવામાં આવ્યું છે કે તેઓ જી.એસ.ટી.નો એક કર પ્રણાલી તરીકે સહર્ષ સ્વીકાર કરે છે. અને તેઓની રજૂઆત માત્ર અને માત્ર જી.એસ.ટી. નેટવર્ક – પોર્ટલ (વેબસાઇટ) સામે છે. જોઇન્ટ એશોશીએશન એક્શન કમિટી દ્વારા તેઓની રજૂઆતમાં નીચેના મુદ્દા ની રજૂઆત કરવામાં આવેલ છે. આ માંગણીઓ જી.એસ.ટી. કર પ્રણાલીને વધુ વિશ્વસનીય અને સર્વમાન્ય બનાવશે તેવી દ્રઢ ખાતરી જોઇન્ટ એશોશીએશન એક્શન કમિટી આપી રહ્યા છે.

 

 • જી.એસ.ટી. કાયદો લાગુ થયાને 31 મહિના જેટલો સમય થઇ ગયો હોવા છતાં જી.એસ.ટી. પોર્ટલ ની કામગીરીમાં કોઈ સુધારો થઈ શક્યો નથી.
 • જી.એસ.ટી. પોર્ટલમાં રહેલ અનેક ટેકનિકલ ખામીઓ બાબતે અનેકવાર વિવિધ સ્તરે રજૂઆતો કરવામાં આવેલ છે. પરંતુ જી.એસ.ટી. પોર્ટલમાં હજુ ટેકનિકલ ખામીઓ દૂર થઈ શકી નથી.
 • જી.એસ.ટી. પોર્ટલ ની નબળી કામગીરીના કારણે કરદાતા, કર વ્યવસાયી તથા દેશના હિત ને નુકસાન થઈ રહ્યું છે.
 • કરદાતાઓ દ્વારા જી.એસ.ટી. કાયદા હેઠળ પાલન કરવાની થતી વિધિઓમાં અપાર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. આ અંગે પોર્ટલ ઉપર અનેક ફરિયાદો કરવામાં આવેલ છે. આ ફરિયાદોનો નિકાલ કરવામાં પણ પોર્ટલ ઊણું ઉતર્યું છે તેવી લાગણી કરદાતાઓ તથા કર વ્યવસાયીઓ માં પ્રવર્તે છે.
 • દર મહિને કોઈ પણ રિટર્ન ભરવાના છેલ્લા દિવસે સાઇટ કલાકો સુધી ઠપ્પ રહે છે અને મુદત પૂરી થતાં સાઇટ લેઇત ફી સ્વરૂપે કરદાતાને ખંખેરી લે છે.
 • જી.એસ.ટી. પોર્ટલ ની ખામીઓ જોતાં, જી.એસ.ટી. હેઠળ સૂચવવામાં આવેલ મુદત ખૂબ ઓછી છે અને તેમાં વધારો કરવામાં આવે તે અત્યંત જરૂરી છે.
 • જી.એસ.ટી. લાગુ થયા ના 31 માહિનામાં 500 થી વધુ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યા છે. આ સુધારા સમજવા કર વ્યવસાયી માટે પણ મુશ્કેલ સાબિત થતાં હોય છે તો એક કરદાતા માટે તો લોઢાં ના ચણા ચાવવા સમાન છે.

જોઇન્ટ એશોશીએશન એક્શન કમિટી દ્વારા નીચેના મુદ્દાઓ ત્વરિત અગ્રતા આપી સમાધાન કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે:

 1. જી.એસ.ટી. પોર્ટલ તથા નેટવર્ક પરની ટેકનિકલ ખામીઓ દૂર કરવામાં આવે.
 2. જે કિસ્સાઓ માં પાછળ થી મુદત વધારવામાં આવેલ હોય અને કરદાતાઓ પાસેથી લેઇત ફી ઉઘરાવવા માં આવેલ હોય તેઓની લેઇટ ફી પરત કરવામાં આવે.
 3. ટ્રાન્સ 1 તથા ટ્રાન્સ 2, કે જે જૂના કાયદા હેઠળ ની ક્રેડિટ આગળ ખેંચવા અંગે ના ફોર્મ છે તે ફોર્મ માટે ની મુદત વધારવામાં આવે.
 4. 2017 18 તથા 2018 19 ના વાર્ષિક રિટર્ન તથા રિકનસીલેશન સ્ટેટમેંટ માટેની મુદત વધારવમાં આવે.
 5. તમામ જી.એસ.ટી. રિટર્ન માટે રિવિઝન તથા રેકટીફીકેશન માટે ની સગવડ આપવામાં આવે.
 6. જી.એસ.ટી. હેઠળ ની વિધિઓ તથા રિટર્ન ના ફોર્મેટમાં સરળીકરણ કરવામાં આવે.
 7. ટેક્સ ભરવાની તથા રિટર્ન ભારવાની તારીખો અલગ અલગ રાખવામા આવે.
 8. ખરીદી તથા વેચાણની વિગતો સાથે સમાવી શકાય તેવું એક રિટર્ન લાવવામાં આવે.
 9. જે તારીખે ટેક્સ ભરવામાં આવે તે તારીખને જે ટેક્સ પેમેન્ટ ની તારીખ ગણવી જોઈએ.
 10. જ્યાં સુધી જી.એસ.ટી. પોર્ટલ ક્ષતિયુક્ત ના બનાવવામાં આવે ત્યાં સુધી કોઈ પણ જાત ની લેઇટ ફી ના લેવામાં આવે.
 11. કડક રીતે કાયદા ના અમલીકરણ માં શરૂઆત ના વર્ષો માં છૂટછાટો આપવામાં આવે.
 12. કોઈ પણ સિસ્ટમ લાગુ કરતાં પહેલા તેની યોગ્ય ચકાસણી કરવામાં આવે.
 13. ટેકનિકલ ભૂલો તથા નાની નાની ભૂલો માટે બાકી રહેલા જી.એસ.ટી. રિટર્ન માટે લેઇટ ફી માફી આપવામાં આવે.
 14. જી.એસ.ટી. પોર્ટલ ની હેલ્પ ડેસ્ક-હેલ્પ લાઇન ને સુધારવામાં આવે.
 15. કરદાતાઓ ની ફરિયાદો નું તાત્કાલિક નિવારણ થાય તેવી સિસ્ટમ ઊભી કરવામાં આવે.
 16. કલમ 37 તથા 39 હેઠળ ના રિટર્ન માં સુધારાઓ માટે જે સમય મર્યાદા સૂચવવામાં આવેલ છે તે યોગ્ય નથી. ટેકનિકલ-ક્લેરિકલ ક્ષતિઓ માટે ગમે ત્યારે આ સુધારાઓ કરવા દેવા જોઈએ.
 17. જી.એસ.ટી. પોર્ટલ એ કાયદા અનુરૂપ હોવું જોઈએ નહીં કે પોર્ટલ ને અનુરૂપ થવા કાયદા તથા નિયમો બદલવામાં આવે.
 18. નાણાકીય વર્ષ 2018 19 માટેના વાર્ષિક રિટર્ન ની છેલ્લી તારીખ 31 માર્ચ 20 છે. હજુ સુધી આ યુટિલિટી પોર્ટલ ઉપર ચાલુ કરવામાં આવેલ નથી. માટે આ રિટર્ન માટેની મુદત માં 30.06.2020 સુધી વધારો કરવામાં આવે.
 19. જી.એસ.ટી. હેઠળ ના રાજ્ય તથા કેન્દ્રના નોડલ ઓફિસરો ના ઇ મેઈલ તથા ટેલિફોન નંબર જી.એસ.ટી. પોર્ટલ,CBIC તથા સ્ટેટ કમિશનરો ની વેબસાઇટ ઉપર મૂકવામાં આવે.
 20. એક થી વધુ જી.એસ.ટી. નંબર ધરાવનાર ના કેશ લેજર માથી એક બીજા માં ઉપયોગ કરી શકાય તેવી સગવડ આપવામાં આવે.
 21. એક થી વધુ જી.એસ.ટી. નંબર ધરાવનાર ના ક્રેડિટ લેજર માથી એક બીજા માં ઉપયોગ કરી શકાય તેવી સગવડ આપવામાં આવે.
 22. ચૂકવવા પાત્ર વ્યાજ નેટ રકમ ઉપર લાગે તે અંગે ની જોગવાઈ ને જૂની તારીખથી (01.07.2017 થી) સુધારો કરવામાં આવે.
 23. એડવાન્સ રૂલિંગ ઓથોરીટી ના બંધારણ માં યોગ્ય સુધારો કરવામાં આવે.
 24. ઇ વે બિલ અંગે ની ક્ષતિઓ માટે અપીલ ક્યાં ક્ષેત્ર-અધિકારી સમક્ષ રજૂ કરવી તે અંગે ખુલાસો કરવામાં આવે.
 25. જી.એસ.ટી.આર. 9/9C, ન્યુ રિટર્ન સિસ્ટમ, ઇ ઇંવોઇસિંગ અને અન્ય નવી સિસ્ટમ યોગ્ય ચકાસણી પછીજ અમલ માટે મૂકવામાં આવે.
 26. એક સર્વગ્રાહી મેન્યુલ બહાર પાડવામાં આવે કે જે કરદાતા માટે, વેલિડેશન તથા સિસ્ટમ રિકવાયરમેન્ટ સમજવા મદદરૂપ થઈ શકે.
 27. પોર્ટલ ની કેપેસિટી વધારવામાં આવે.
 • – હર્ષદકુમાર વી ઓઝા, મહેસાણા (સંપાદક મંડળ -ટેક્ષ ટૂડે ન્યૂઝ પેપર)

 

 

error: Content is protected !!