પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિન્ક કરાવવા ની મુદત 30 સપ્ટેમ્બર 2019 સુધી વધારવા માં આવી

Spread the love
Reading Time: < 1 minute

ઉના, તા: 31.03.2019

પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિન્ક કરવાની મુદત 31.03.2019 હતી. જો પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિન્ક કરાવવા માં ના આવે તો 01 એપ્રિલ થી રિટર્ન ભરવું શક્ય નહતું. પાન કાર્ડ તથા આધાર કાર્ડ ની વિગતો માં રહેલ ફેરફાર ના કારણે અનેક લોકો ના આધાર કાર્ડ ના નંબર પાન સાથે લિન્ક થઈ શકતા નથી. આ કારણે અનેક લોકો નાણાકીય વર્ષ 2019-20 નું રિટર્ન ભરી ના શકે તેવી સ્થિતિ નું નિર્માણ થઈ શકે તેમ હતું. દૂરંદેશી વાપરી, ઇન્કમ ટેક્સ નું નિયમન કરતી સર્વોચ્ચ સંસ્થા CBDT દ્વારા પાન સાથે આધાર કાર્ડ લિન્ક કરાવવા ની મુદત 30.09.2019 સુધી વધારી આપેલ છે. નોટિફિકેશન 31/2019, તા: 31. 03. 2019  દ્વારા જણાવવામાં આવ્યું છે કે જે વ્યક્તિઑ ને મુક્તિ આપવામાં આવી છે તેના સિવાય ના તમામ કરદાતા એ પોતાનું આધાર કાર્ડ પાન નંબર સાથે 30 સપ્ટેમ્બર 2019 સુધી માં લિન્ક કરવી દેવાનું રહેશે. કરદાતા એ એ જાણવું જરૂરી છે કે કોઈ પાન સંજોગો માં 01 એપ્રિલ 2019 પછી તમામ રિટર્ન માં આધાર કાર્ડ નંબર દર્શાવવો ફરજિયાત રહેશે.

કરદાતાઓ માં એવો ડર હતો કે જો 31 માર્ચ સુધી માં આધાર કાર્ડ ને પાન કાર્ડ સાથે લિન્ક નહીં કરવામાં આવે તો 31.03.2019 પછી તેમનું પાન કાર્ડ રદ થઈ જશે. આ ડર પાન સદંતર ખોટો હતો. પાન કાર્ડ સાથે આધાર લિન્ક ના કરાવવા માં આવે તો પાન પાન કાર્ડ રદ થઈ જાય તેવો કોઈ નિયમ નથી. કલ કરે સો આજ કરે આજ કરે સો અભિ…ટેક્સ ટુડે અપીલ કરે છે કે દરેક કરદાતા એ પાન કાર્ડ સાથે આધાર કાર્ડ શક્ય એટલું જલ્દી લિન્ક કરવી દેવું જોઈએ.

ભવ્ય પોપટ, એડિટર ટેક્સ ટુડે

Aadhaar

 

error: Content is protected !!