પોરબંદર ખાતે આવકવેરા ખાતા નો કરદાતા જાગૃતિ માટે નો ખાસ કાર્યેક્ર્મ: વેપારીઓ ને ઉપસ્થિત રહેવા આમંત્રણ

Spread the love
Reading Time: < 1 minute

   તા.૨૨ ફેબ્રુઆરી ૨૦૧૯, પોરબંદર સર્કિટ હાઊસ ખાતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તથા ટેક્સ પ્રેકટીશનર એશો. ના સહયોગ થી કરદાતા જાગૃતિ અન્વયે એક ખાસ કાર્યેક્રમ તા. ૨૭ ફેબ્રુઆરી ના રોજ આયોજન કરવામાં આવશે. તેમાં કરદાતાઓને ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા યોગ્ય અને જરૂરી સમજણ પૂરી પાડવા ઉપરાંત ટેક્સ અંગે ની વિધિઓ અને સ્કીમ અંગેનું માર્ગદર્શન આપવા માટે ખાસ જામનગર પ્રિન્સિપાલ શ્રી કમિશનર એફ. એસ. સીરોવા તથા જો.કમિશનર પી.એસ. ભલ્લા ખાસ ઉપસ્થિત રહેશે. ચોપાટી પાસે આવેલ સર્કિટ હાઊસ માં સાંજે ૬:૧૫ કલાકે આ કાર્યેક્રમ શરૂ થશે. આ કાર્યેક્રમ માં પધારવા વિવિધ ધંધાકીય એશોશીએશન ના સભ્યો ને એક પ્રેસ વિજ્ઞપ્તિ દ્વારા શ્રી ભલ્લા દ્વારા ખાસ આમંત્રણ પાઠવવા માં આવ્યું છે. આવકવેરા કાયદા તથા તેના નિયમન અંગે જાગરુકતા લાવવા ના ઉમદા હેતુ સાથે આ કાર્યેક્રમ નું આયોજન થઈ રહ્યું છે.સમીર તેજુરા, રિપોર્ટર ટેક્સ ટૂડે.

error: Content is protected !!