પ્રધાનમંત્રીએ આજે “ટ્રાન્સપેરંટ ટેક્ષેશન-ઓનરિંગ ધ ઓનેસ્ટ” પ્લેટફોર્મ કરદાતાઓ માટે ખુલ્લુ મૂક્યું… વાંચો શું છે તમારા માટે…

Spread the love
Reading Time: 3 minutes

ફેસલેસ એસેસમેંટ તથા ટેક્સપેયર ચાર્ટર આજથીજ લાગુ, ફેસલેસ અપીલ થશે 25 સપ્ટેમ્બરથી શરૂ 

આજે પ્રધાનમંત્રીએ દેશની કર પ્રણાલીમાં ખૂબ મોટા આવકારદાયક ફેરફારો લાગુ કર્યા અંગે આજે જાહેરાત કરવામાં આવી છે. આ પૈકી ફેસલેસ એસેસમેંટ તથા ટેક્સપેયર ચાર્ટર આજથીજ લાગુ કરી આપવામાં આવ્યું છે. ફેસલેસ અપીલ 25 સપ્ટેમ્બરના રોજ શરૂ કરવામાં આવશે. આ દિવસએ ભા.જ.પ. ના આગેવાન સ્વ. દિનદયાલ ઉપધ્યાયનો જન્મદિવસ છે.

પ્રધાનમંત્રીએ મોદીએ આ પ્લેટફોર્મ લોન્ચ કરવા સાથે જણાવ્યુ કે તેઓની સરકાર છેલ્લા 6 વર્ષથી નીચેના મહત્વના હેતુઓ સાર્થક કરવા પ્રયત્નશીલ રહી છે.

1. બેંકિંગ ધ અનબેંકડ,

2. સિક્યોરિંગ ધ અનસિકયોર્ડ,

3. ફંડિંગ ધ અનફંડેડ

આજે આ કડીમાં એક વધુ પ્રયાસ જોડાયો છે જેને “ઓનરિંગ ધ ઓનેસ્ટ”

પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે આ અમારી સરકારનું સર્વોપરી સૂત્ર “મિનિમમ ગવર્નમેંટ, મેકસીમમ ગવર્નન્સ” રહ્યું છે. નાગરિકોના જીવનમાંથી સરકારી દખલગીરી ઓછી કરવા સરકાર સતત પ્રયત્નશીલ છે. સત્તા કેન્દ્રી શાશનના બદલે તેમની સરકાર નાગરિકો કેન્દ્રી શાશન ઊભું કરવાં પ્રયત્નશીલ છે. આ પ્લેટફોર્મ ચોક્કસ કરદાતાઓને લગતા કામકાજમાં સરકારને વધુ જવાબદાર બનાવશે. પ્રધાનમંત્રીએ દેશ જોગ અપીલ કરી હતી કે હાલ 135 કરોડ નાગરિકોમાંથી માત્ર 1.5 કરોડ નાગરિકો ટેક્સ ભરે છે. જે ખૂબ ઓછી સંખ્યા કહેવાય. દેશના વિકાસમાં વધુમાં વધુ લોકોએ ટેક્સ ભરવા આગળ આવવું જરૂરી છે. તેઓએ ઉમેર્યું હતું કે ઈઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં ભારત જે અમુક વર્ષે  પહેલા 134 માં નંબર ઉપર હતું તે હવે 63 નંબર ઉપર આવી ગયું છે. છેલ્લા અમુક વર્ષમાં 1500 જેટલા કાયદા તથા નિયમો હટાવવામાં આવ્યા છે.

આજના દિવસથી ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ દ્વારા “ટેક્સ પેયર્સ ચાર્ટર” એટલેકે કરદાતા અધિકાર પત્રનો અમલ શરૂ થઈ ગયો છે:

આ નાગરિક અધિકાર પત્રમાં ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટની ફરજો તથા કરદાતાની ફરજો વિષે સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે:

ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટની ફરજો:

 1. કરદાતાઓને વ્યાજબી, ઝડપી તથા સનમાનનીય રીતે સેવા આપવી જરૂરી રહેશે.
 2. દરેક કરદાતાને, જ્યાં સુધી અપ્રમાણિક હોવાની પાકી માહિતી ના હોય ત્યાં સુધી પ્રમાણિક માનવાનો રહશે.
 3. કરદાતા માટે અપીલ તથા રિવ્યુ માટે વ્યવસ્થિત સિસ્ટમ ઊભી કરવાની રહેશે.
 4. ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ કાયદા હેઠળ કરવાની થતી કામગીરી બાબતે સ્પષ્ટ વિગતો આપવાની રહેશે.
 5. કરદાતાઓના કામ બાબતના તમામ નિર્ણયો સમયબદ્ધ રીતે કરવાના રહેશે.
 6.  કરદાતાઓ પાસેથી લેવાનો થતો ટેક્સ સાચી (યોગ્ય) રીતે ઉઘરાવવો જરૂરી બનશે.
 7. કરદાતાની વ્યક્તિગ્ત માહિતી અન્ય લોકો કે સંસ્થા હાથમાં ના જાય અને આ માહિતી ગોપનીય રહે તે બાબતે ડિપાર્ટમેંટ જવાબદાર રહેશે.
 8. કરદાતાઓની વિગતો બાબતે ગોપનીયતા જાળવવીએ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ ની ફરજ રહેશે.
 9. ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ પોતાના અધિકારીઓને તેમના કર્યો બાબતે જવાબદાર બનાવશે.
 10. ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ દરેક કરદાતાઓને પોતાના ગમતા અધિકૃત વ્યક્તિની પસંદગી કરવાની વ્યવસ્થા ઊભી કરશે.
 11. ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ કરદાતાઓને ફરિયાદ કરવાં માટેની વ્યવસ્થા ઊભી કરશે અને આ ફરિયાદોનો નિકાલ જલ્દી થાય તેવી વ્યવસ્થા પણ ઊભી કરશે.
 12. ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ વ્યાજબી તથા ન્યાયી વ્યવસ્થા ઊભી કરી ટેક્સ અંગેના મતભેદો જલ્દી પૂરા થાય તે અંગે વ્યવસ્થા પૂરી પાડશે.
 13.  આ નાગરિક અધિકાર પત્ર બાબતે નિયમિત સમયાંતરે રિપોર્ટ બહાર પાડશે.
 14. કરદાતાની વિધિઓ અંગેનો ખર્ચ ઓછો થાય તે અંગે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ વ્યવસ્થા ઊભી કરશે.

કરદાતાઓની ફરજો:

 1. કરદાતા પ્રમાણિક બને અને તેમના દ્વારા કરવાની થતી વિધિ યોગ્ય રીતે કરે.
 2. કાયદા અને નિયમો જાણી પોતાને ટેક્સના કાયદા હેઠળ કરવાની થતી વિધિઑ-જવાબદારીઓ બાબતે જાણકારી મેળવતા રહે.
 3. કરદાતાઓ પોતાના હિસાબો કાયદા મુજબ વ્યવસ્થિત રીતે રાખે.
 4. કરદાતા પોતાના અધિકૃત વ્યક્તિ દ્વારા કરવામાં આવતી કામગીરી બાબતે માહિતી મેળવે.
 5. કરદાતાને મળેલ નોટિસ કે પત્ર નો સમયસર પ્રતિયુત્તર આપે.
 6.  કરદાતા પોતાને ભરવા પાત્ર ટેક્સ સમયસર ભરે.

નાણાંમંત્રી નિર્મળા સિથારમણ દ્વારા બજેટમાં કરવામાં આવેલ ઘોષણા મુજબ કરદાતા અધિકાર પત્ર આજ થી અમલમાં આવી ગયું છે. આ અધિકારપત્રથી ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટની જવાબદેહી વધશે તે બાબત ચોક્કસ છે.

2 thoughts on “પ્રધાનમંત્રીએ આજે “ટ્રાન્સપેરંટ ટેક્ષેશન-ઓનરિંગ ધ ઓનેસ્ટ” પ્લેટફોર્મ કરદાતાઓ માટે ખુલ્લુ મૂક્યું… વાંચો શું છે તમારા માટે…

 1. Sir, aa charter to chej, badhi income tax office ma, pan koi follow nathi kartu. Ane income tax na lenghty forms ane alag alag prakar na gst na forms joine ne lage che ke akho divas forms j bharya karvana. ama kyathi transperent system ke pachi hassle free system lavi sakay.

  1. તમારી વાત સાથે સહેમત છું. પણ આ પગલું ઇન્કમ ટેક્સ ની જવાબદેહિ વધશે તે બાબતે મને શંકા નથી.

Comments are closed.

error: Content is protected !!