બજેટ સત્ર 31 જાન્યુઆરી થી 13 ફેબ્રુઆરી પરંતુ અરુણ જેટલી અચાનક સારવાર માટે અમેરિકા રવાના

Spread the love
Reading Time: < 1 minute

તા. 16.01.2019

નાણામંત્રી શ્રી અરુણ જેટલી અચાનક તેમના હેલ્થ ચેકઅપ અને સારવાર માટે અમેરીકા પહોચ્યા છે.  મળતી માહિતી મુજબ તેઓ રવીવારે રાત્રે જ અમેરીકા રવાના થઈ ગયા હતા. અત્યારે ક્યાં શારીરીક ઈશ્યુ ને લીધે ઓચીંતા અમેરીકા જવું પડ્યું તેની માહીતી હજુ મળી નથી પરંતુ આ અગાઉ તેઓને કીદની ને લગતા ઈશ્યુ હતાં ને ગત એપ્રીલ માસમાં આ ઈશ્યુ ના લીધે AIMS માં દાખલ કરવામાં આવ્યા હતા જ્યા ગત મે મહીનામાં તેમની કીદની બદલવામાં પણ આવી હતી.

આ સમાચાર મળતા શ્રી રાહુલ ગાંધી, સલમાન ખુર્શીદ, ઉમર અબ્દુલા એ ટીવ્ટ કરી ને જલ્દી સાજા થઈ જાવ અમે તમારી સાથે જ છીએ એવું કહી ને પોતાની ભાવનાઓ વ્યક્તિ કરી હતી.

નાણા મંત્રાલય ના સ્પોક પરસન ના જણાવ્યા અનુસાર આ મહીના ના અંત સુધીમાં તેઓ પરત ફરી જશે

સંસંદ નું બજેટ સત્ર 31 જાન્યુઆરી થી 13 ફેબ્રુઆરી સુધી ચાલવાનું છે પરંતુ જો શ્રી અરુણ જેટલી આ છેલ્લા બજેટ સત્રમાં હાજર નહી રહી શકે તો તેની જગ્યાએ ફરી થી નાણાખાતાનો કામ ચલાઉ હવાલો પીયુશ ગોયલ ને મળી શકે તેવી શક્યતા રહેલી છે.,  લલીત ગણાત્રા – પ્રેસ રીપોર્ટર, ટેક્ષ ટુડે જેતપુર

 

 

error: Content is protected !!