બજેટ ૨૦૨૦: શું અપેક્ષાઓ છે ટેક્સ પ્રોફેશનલ્સની????

Spread the love
Reading Time: 8 minutes

તા: 15.01.2020: ટેક્સ ટુડે ન્યૂઝ પોર્ટલ એ ટેક્સ ને સલગ્ન સમાચાર, આર્ટિક્લ કવર કરતું ન્યૂઝ પોર્ટલ છે. નાણાંમંત્રી નિર્મલા સિથારમણ મોદી સરકાર-૨નું તથા પોતાનું પ્રથમ પૂર્ણકાલીન બજેટ ૦૧ ફેબ્રુઆરી ૨૦૨૦ ના રોજ રજૂ કરશે. આ બજેટમાં ધીમા પડતાં અર્થતંત્ર ને ફરી વેગવંતુ બનાવવા ઘણી રાહતકારક જોગવાઈ હશે તેવું ચોક્કસ મનાઈ રહ્યું છે. બજેટ વિષે શું છે સામાન્ય લોકો માં અપેક્ષાઓ એ અંગે ના લેખ મોટા ભાગના અખબારોમાં લેવામાં આવતા હોય છે. ટેક્સ ટુડે એક ટેક્સ અંગે નું “ડેડીકેટેડ” અખબાર હોવાથી અમો માનીએ છીએ કે સામાન્ય લોકો કરતાં “ટેક્સ પ્રોફેશનલ્સ” બજેટમાં શું શું સુધારા જરૂરી છે તે અંગે  વધુ સારી રીતે અપેક્ષાઓ વર્ણવી શકે. તો આવો જાણીએ શું છે અપેક્ષાઑ ગુજરાતભર ના જાણીતા ટેક્સ પ્રોફેશનલ્સ ની……

ભવ્ય પોપટ, ટેક્સ એડવોકેટ, એડિટર-ટેક્સ ટુડે, ઉના

            બજેટ ૨૦૨૦ એ ઘણી બાબતોએ ખાસ રહેશે એવું હું માનું છું. કોર્પોરેટ ટેક્સમાં કપાત કરવામાં આવેલ છે. ત્યારે હું ચોક્કસ અપેક્ષા રાખીશ કે આ બજેટમાં ભાગીદારી પેઢી, વ્યક્તિગ્ત કરદાતા તથા અન્ય કરદાતાઓ માટેના મહતમ આવકવેરા દર ને ૩૦ % માંથી ઘટાડી ૨૫ % કરવામાં આવે તેવી મારી અપેક્ષા છે. આ ઉપરાંત ૫ લાખ ઉપર અને ૧૦ લાખ સુધી જે દર ૨૦% છે તે ૧૦% કરી દેવામાં આવે તો કરદાતાઓ ની ખર્ચ કરવાની શક્તિમાં વધારો થશે જે એકંદરે અર્થતંત્ર માટે મહત્વ નું સાબિત થશે. નોકરી કરતાં કરદાતાઓ ને ખુશ કરવા સ્ટાન્ડર્ડ ડિડકશન ૫૦૦૦૦ થી વધારી ૭૫૦૦૦ કે ૧૦૦૦૦૦ કરી દેવા માં આવે તેવી મારી અપેક્ષા છે. આ ઉપરાંત “પ્રોફેશનલ્સ” ને સંબંધિત ઇન્કમ ટેક્સ કાયદા ની કલમ ૪૪ADA નો લાભ લેવાની રિસીપ્ટની મહતમ મર્યાદા વધારી ૭૫ લાખ કે ૧ કરોડ કરી દેવામાં આવે તેવી પણ અપક્ષા. જી.એસ.ટી. ક્ષેત્રે નવા રિટર્નની સિસ્ટમ માં મૂળભૂત ફેરફાર થાય અને ઈન્પુટ ટેક્સ ક્રેડિટ નું મેચિંગ જે હાલ “ફ્રન્ટ એન્ડ” કરવાની જોગવાઈ છે તે “બેક એન્ડ” મેચિંગ થાય તે કરદાતાઓ માટે ખૂબ જરૂરી છે.

ઉર્વીશ પટેલ, પ્રમુખ, ધી ગુજરાત સેલ્સ ટેક્સ બાર એશોશીએશન, અમદાવાદ

            આ બજેટ સત્રમાં જી.એસ.ટી. કાયદા માં જી.એસ.ટી. સર્ટીફીકેશનની (ઓડિટ) સત્તા CA ઉપરાંત એડવોકેટ તથા ટેક્સ પ્રેકટિશનરને પણ મળે તેવા સુધારાની અપક્ષા સેવું છું. અમારું એશોશીએશન એ બાબતે સતત પ્રયાસો કરી રહ્યું છે. આ ઉપરાંત બજેટમાં જી.એસ.ટી. ટ્રિબ્યુનલની સ્થાપના અંગે સ્પષ્ટતા થાય તે પણ જરૂરી છે. હાલ ઘણા કેસો આ ટ્રિબ્યુનલ ની સ્થાપના ના વાંકે પડી રહ્યા છે. આ ઉપરાંત જી.એસ.ટી. કાયદો નવો હોય સમજવો મુશ્કેલ હોય, પોર્ટલ ની પોતાની ખામીઓ હોય,  જી.એસ.ટી. હેઠળ રિટર્ન મોડા ભરવાના કારણે જે લેઇટ ફી ઉઘરાવવા માં આવેલ છે તે રેમિટ કરવાની જાહેરાત કરવામાં આવે તેવી અપેક્ષા સેવું છું.

સમીર તેજુરા, ટેક્સ એડવોકેટ, રિપોર્ટર-ટેક્સ ટુડે, પોરબંદર

          માનનીય નાણાં મંત્રી, એક કરવેરા સલાહકાર તરીકે અમારી આપની પાસેથી જી.એસ.ટી. કાયદા બાબતે ખૂબજ અપેક્ષાઓ છે. ખાસ કરીને જી.એસ.ટી. રિટર્ન સિમ્પ્લિફીકેશન, જી.એસ.ટી. પોર્ટલ કેપેસિટી એનહેંસમેંટ વગેરે છે. આ ઉપરાંત જી.એસ.ટી. ના સ્લેબમાં એકજ દર આવે તે વધુ ઇચ્છનીય છે. કંપોઝીશન સ્કીમમાં પણ એકજ દર હોવો જોઈએ. કાયદો વધુ સરળ થાય તે પણ જરૂરી છે. RCM ની જોગવાઈ દૂર કરવામાં આવે તે સૌથી વધુ જરૂરી બાબત છે. આમ થવાથી લોકો સ્વેચ્છાએ ટેક્સ આપશે અને રાષ્ટ્ર ઘડતર માટે યોગદાન કરશે.

 

DIVYESH SODHA, Chartered Accountant, Special Corrospondent, Tax Today,  Porbandar

In General Expectations

Bring provision to penalize officers who acts wrongfully or passes orders without application of mind and harasses assesee or tax payers

Goods and Service Tax

  • Allow composition dealer to do business through e commerce.
  • Remove compulsory registration requirement for transaction through e commerce.
  • For retail traders allow invoicing inclusive of G.S.T.
  • Penalty in all cases should be maximum up to amount of G S T evaded.
  • The tax payer should be subject to any one proceedings only i.e. either assessment or audit and not both. This will create a atmosphere of confidence within tax payers.
  • Appellate tribunal to be put to work immediately.

Income tax

  • Remove late filing fees for ITR
  • Due dates for unaudited cases 31st August and for audited cases 31st October.

લલિત ગણાત્રા, ટેક્સ એડવોકેટ, રિપોર્ટર-ટેક્સ ટુડે, જેતપુર

ફેબ્રુઆરી  1 એ રજૂ  થનાર  બજેટમાં  એક ટેક્ષના સલાહકાર તરીકે આપણને બને ડાયરેક અને ઇન્ડાયરેક  એમ બને એકટમા ફેરફાર  થશે એવી અપેક્ષાઓ સ્વાભાવીક હોય છે. ઇન્ડાયરેક ટેક્ષમા મારા જેવા ઘણા ટેક્ષના સલાહકાર ને જી.એસ.ટી. મા નવી દાખલ થયેલ  36(4)ના નિયમ અને નવા આવી રહેલ રીટર્ન કાયમ માટે વીથડ્રો થાય એવી અપેક્ષાઓ છે. પરંતુ જીએસટી  ને લગતા  દરેક ફેરફારો  જી.એસ.ટી. કાઉન્સીલ ની ભલામણથી થઇ શકે એમ હોય બજેટમાં  કશો ફેરફાર જી.એસ.ટી. ને લગતો આવી શકે નહી  સીવાય કે બજેટ પહેલાં  મળનારી જીએસટી કાઉન્સીલ ની મીટીંગમા  આના માટે ભલામણ  કરવામાં  આવે. હવે જોવાનું  એ રહે છે કે આવી ભલામણ જી.એસ.ટી. કાઉન્સીલ  કરે છે કે નહી. ડાયરેક્ટર ટેક્ષમા  વચ્ચગાળાના અનેક બજેટ આપી ઘણી જાહેરાતો નાણાંમંત્રી  પહેલાં થી જ કરી ચૂક્યા છે. એટલે હવે  ટેક્ષ મા  એનાથી વધારે  રાહત થાય એવી અપેક્ષા ઓ રાખવી વધારે  પડતી છે.  હા, હું  ચોક્કસ માનું  છું કે સંભવત કદાચ ટેક્ષના સ્લેબ જે હાલ 2.5 લાખ છે તે વધી શકે. હાલ 5 લાખ સુધીની આવક વારાને રુ 12500 ની ટેક્ષના રાહત છે પંરંતુ  તેની ઉપરની  આવક વારાને આ રાહત મળતી નથી. 2.5 ની બેઝિક  લીમીટ  ફરવાથી 5 લાખ ઉપરની  આવક વારાને ચોક્કસ  ફાયદો  થશે.  તે ઉપરાંત  બહુ  જ ચર્ચા મા  રહેલ નાણાંકીય  વર્ષ  ફેરવા નો મુદ્દો  પણ આ વખતે આ બજેટ મારફતે ધ્યાને લેવાશે આવું  દેખાય  રહ્યું છે.

ભરત એલ. શેઠ, વરિષ્ઠ વકીલ, સિનિયર વાઇસ પ્રેસિડંટ, ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ, ભાવનગર

2020 ના કેન્દ્રીય બજેટમાં મધ્યમ વર્ગ ને રાહત મળે તે માટે રૂપિયા 5 લાખ સુધીની આવકને વેરા મુક્તિ મળે તેમજ પાંચ લાખ થી દસ લાખ સુધી ની આવક પર વેરાનો દર 10% કરવાની જરૂર છે. કોર્પોરેટને વેરાના દરમાં રાહત આપેલ છે તે જ રીતે નાની ભાગીદારી પેઢીને પણ રાહત મળે તે માટે વેરાનો દર 30% માંથી ઘટાડીને 20 થી 25% કરવાની જરૂર છે. મૂળ સ્થાનેથી વેરાની કપાત માટેની તમામ મર્યાદામાં જરૂરી ફેરફાર  કરવાની જરૂર જણાય છે. Real estate ને પ્રોત્સાહન મળે તે માટે હાઉસિંગ લોન વ્યાજની મર્યાદા દોઢ લાખથી વધારીને  અઢી લાખ કરવાની  જરૂર  જણાય છે કલમ 80c હેઠળ ની મર્યાદા પણ દોઢ લાખથી વધારીને અઢી લાખ કરવાની જરૂર જણાય છે. હાલની બજારની સ્થિતિ જોતા અર્થતંત્રને વેગ મળે તે માટે આવા જરૂરી પગલાં લેવા જોઈએ.

નિરવ ઝીંઝુવાડીયા, ટેક્સ કન્સલ્ટન્ટ, રિપોર્ટર ટેક્સ ટુડે, અમરેલી

GST રીર્ટન ની પ્રધ્ધતી સરળ થવી જઇએ. અને નવા રીર્ટન પ્રધ્ધતીમા ITC મેચીગની પ્રધ્ધતી રદ થવી જોઇએ.RCM ની જોગવાઇ રદ થવી જોઇએ. જુના વર્ષમા ભરવાનો બાકી RCM વેપારી ભરી શકે અને તેની ક્રેડીટ મજરે મળી શકે તેવી જોગવાય કરવી જોઇએ. GST ઓડીટ કરવાની હાલ CA,CS, તથા CWA પાસે છે જે ADVOCATE તથા TAX COUSULTANT પણ આપવી જોઇએ. તા.૧૧-૧૧-૨૦૧૯ ના રોજ નવી આવેલ ૩૬(૪) ના નીયમ ને રદ કરવી જોઇએ. જે પ્રેક્ટીકલી શકય નથી.GSTR-10 રીર્ટન ભરવા મા દંડ્ની જોગવાય નાબુદ કરી પેન્ડીગ GSTR-10 ભરવા સમય મર્યાદા વધારવી જોઇએ. GSTના SERVERની CAPACITYવધારવી જોઇએ.

ઇન્દુકુમાર બી.ઝીંઝુવાડીયા, ટેક્સ કન્સલ્ટન્ટ, અમરેલી

પાંચ લાખ થી દશલાખ ની આવક ઉપર ૨૦% ના બદલે ૧૦% નો સ્લેબ થાય તેની અપેક્ષા છે.

આડકતરી રીતે (INDIRECTLY) દરેક નાના ભાગીદારી ધંધો ચલાવનાર ભાગીદારી તેઢીને સી.એ. પાસે ટેક્ષ ઓડીટ કરવવાનુ ભારણ આવી ગયુ છે. ભાગીદારો ને રેમ્યુનરેશન અને ઇન્ટરેસટ પ્રોકીટ જો ૮% ન થાયતો ઓડીટ કરાવવુ પડે આ સંજોગોમા વાર્ષીક ફક્ત પાચ લાખ નુ ટર્ન ઓવર હોય તો પણ ટેક્ષ ઓડીટ કરાવવુ પડે તેવી જોગવાય નાબુદ કરવાની જરૂર છે. નાના વેપારી ની ઓડીટ ફી તથા ડીજીટલ ફી નો ખર્ચ કરવો પડે છે.

ઓડીટ ને પાત્ર ન હોઇ તેવા અને ઓડીટ પાત્ર હોઇ તેવા ઇન્કમટેક્સ રીર્ટન રજુ કરવાની ડ્યુ ડેટ માટે દરેક ટેક્સ કન્સલટન્ટ તથા સી.એ. ના એસોસીએશન સાથે વાટાધાટ કરીને સર્વમાન્ય નિર્ણય લેવાની તાકીદની જરૂરીયાત છે. ઓનલાઇન ૨૬ AS ની વિગત ૩૧ મી મે પછી ૧૦ થી ૧૫ જુ ને ચેક કરી શકાય છે. તે પેહલા રેર્ટન ફાઇલ થઇ શકાતા નથી. આવા સંજોગો મા તમામ રીર્ટન ૩૧ મી જુલાઇ પેહલા ફાઇલ કરવા મુશ્કેલી બની જાય છે. ડ્યુ ડેટ ૩૧ જુલાઇ અને ૩૦ મી સપ્ટેમ્બર બાબત ગંભીરતા થી વિચારવાની જરૂર છે.ચાલુ સાલ સ્ફુટીની ટેક્સ ની ટાઇમ બારીંગ ડેઇટ પણ ૩૦મી સપ્ટેમ્બર છે.

હેમાંગ શાહ, ટેક્સ એડવોકેટ, રિપોર્ટર ટેક્સ ટુડે, જુનાગઢ

એક ટેક્સ એડવોકેટ તરીકે મારી સૌથી મોટી અપેક્ષા એ છે કે સરકાર જી.એસ.ટી. કાયદા હેઠળ જે પણ ફેરફારો કરવા ધારે, તે ફેરફારો 01 એપ્રિલ થી લાગુ કરવામાં આવે. વર્ષ દરમ્યાન જ્યારે ને ત્યારે કરવામાં આવતા ફેરફારો ના કારણે જી.એસ.ટી. ની અમલવારી હદ કરતાં વધુ મુશ્કેલ બની ગઈ છે તેવું હું માનું છું.

હર્ષદકુમાર વી. ઓઝા, ટેક્સ એડવોકેટ, ટેક્સ ટુડે રિપોર્ટર, મહેસાણા
બજેટની અપેક્ષા કરતા બજેટ ની જરૂરિયાત કહી શકાય કે ઇન્કમટેક્સ કાયદા થકી આવક ની સામે થતા ખર્ચા વાત કરતા નહિવત નેટ કે વાસ્તવિક આવક વધે છે આ જોતા ખરેખર ઇન્કમટેક્સ કાયદો રદ કરવો જોઈએ જો આમ કરવાથી કેન્દ્ર સરકારની કોઈ નુકસાન થતું હોય તો તે જીએસટી સેસ ના માધ્યમથી તે ભરપાઈ કરી શકે છે. ખરેખર આ અપેક્ષા નથી પરંતુ આજે નહિ તો કાલે તે અમલમાં આવશે જ તેમાં લેશ માત્ર શંકા નથી.
તેમજ નાણાકીય વર્ષ એપ્રિલ થી માર્ચ ને બદલે જાન્યુઆરી થી ડિસેમ્બર તાતી જરૂર છે.
કલ્પેશ રૂપારેલીયા, ટેક્સ એડવોકેટ, કારોબારી સભ્ય- ઓલ ઈન્ડિયા ફેડરેશન ઓફ ટેક્સ પ્રેકટીશનર્સ-(WZ) જુનાગઢ
હું અપેક્ષા રાખું છું કે ઇન્કમ ટેક્સ કલમ 80C ની લિમિટ ૧૫૦૦૦૦/- થી વધારી ને ૨૫૦૦૦૦/- કરી આપવામાં આવે.
ઇન્કમ ટેક્સ ની કલમ ૧૧૫ BBE ની જોગવાઈ અસહ્ય હોય દૂર થવી જોઈએ.
ઇન્કમ ટેક્સ હેઠળ ૫૦૦૦૦૦/- થી ૧૦૦૦૦૦૦/- ના સ્લેબ માટે ૧૦% દર હોવો જોઈએ.
ઇન્કમ ટેક્સ તથા જી.એસ.ટી. માં વારંવાર કરવામાં આવતા નિયમો તથા સિસ્ટમ માં ફેરફારો અટકાવવા જોઈએ.
ઇન્કમ ટેક્સ ના રિવાઈઝ રિટર્ન માટે ની સમય મર્યાદા વધારવી જોઈએ.
ઇન્કમ ટેક્સ હેઠળ ફેસલેસ, જયુરીસડિક્ષ્ન લેસ ઇ એસેસમેન્ટ યોજના તબક્કાવાર ૩ સ્ટેપ માં એટલેકે પહેલા કોર્પોરેટ કરદાતાઓ માટે, ત્યારબાદ હાયર ઇન્કમ કરદાતા અને ત્યારબાદ અન્ય કરદાતાઓ માટે લાગુ કરવામાં આવે.
ઇન્કમ ટેક્સ કાયદામાં ૧૪૧(૧) નું ઇંટીમેશન મળ્યા બાદજ એડજેસ્ટમેંટ કરવામાં આવે તેવી અપેક્ષા.
ચિંતન પોપટ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, રિપોર્ટર ટેક્સ ટુડે, બરોડા
મારા મત  મુજબ બજેટ 2020 એક  મહત્વપૂર્ણ સાબિત થશે. દેશ અને સરકાર  માટે  આ  બજેટ ઈકોનોમી માટેનું બેરોમીટર સાબિત  થશે.
                          મારા  માટે budget :
  • મારા અંગત મંતવ્ય  પ્રમાણે ટેક્સ ભરવા  સાથે  સરકારે future બેનીફીટ જેવા  કે પેન્શન, મેડિકલ વિગેરે આપવા જોયે જેથી  ટેક્સ ભરવા માટે લોકો  પ્રોત્સાહિત થાય.
  • Income tax ના સ્લેબ માં છૂટ છાંટ કરતા 80C ના  deduction માં  વધારાની છૂટ ઈકોનોમી ને વેગ  આપવા  માટે, mutual  ફંડ કે શેર માર્કેટ માટે  કરવી  જોઈએ.
  • પાર્ટનરશીપ ફર્મ નો ટેક્સ રેટ 25% કરવી  જોયે.

આમ તો આ લેખમાં ટેક્સ પોફેશનલ્સ ના વિચારો રજૂ કરવામાં આવ્યા છે. પરંતુ પોરબંદર ના અગ્રણી વેપારી પણ પોતાના આ અંગે ના અભિપ્રાય રજૂ કરવા માંગતા હોય, અત્રે તેઓના બજેટ ની અપેક્ષા ઉપર ના વિચારો રજૂ કર્યા છે.

રાજેશભાઈ ગોદિયા, અગ્રણી વેપારી, પોરબંદર

           માનનીય નાણાં મંત્રીશ્રી, આગામી કેન્દ્રિય બજેટમાં આવકવેરા ના દર માં રૂ. 20,00,000/- સુધી ની આવક ઉપર વેરા નો દર 10% કરવામાં આવે તેવી અપેક્ષા છે. જી.એસ.ટી. કાયદા, નિયમો માં વારંવાર ફેરફારો કરવામાં આવે છે તેનાથી વેપારીવર્ગ માં મુંજવાણો ઊભી થાય છે. આ બાબતે યોગ્ય વિચારણા જરૂરી છે.

ઉપર ની અપેક્ષાઓમાની અપેક્ષાઓ ને સંક્ષિપ્ત રૂપે જો રજૂ કરવામાં આવે તો….

આવકવેરા કાયદા માટે ની અપેક્ષાઓ

૧. તમામ કરદાતાઓ માટે મહતમ ટેક્સનો દર 25% કરવામાં આવે.

૨. ૨૦,૦૦,૦૦૦ સુધી ૧૦% નો દરે ટેક્સ લેવામાં આવે.

૩. પ્રોફેશનલ્સ માટે ની પ્રિસંપટિવ ટેક્સ જોગવાઈ ની લિમિટ ૫૦ લાખ થી વધારી ૭૫ લાખ કે ૧ કરોડ કરવામાં આવે.

૪. ઇન્કમ ટેક્સ રિટર્નની લેઇટ ફી ની જોગવાઇઓ દૂર કરવામાં આવે.

 

જી.એસ.ટી. કાયદા માટે ની અપેક્ષાઓ

૧. જી.એસ.ટી. કાયદા તથા નિયમો માં વારંવાર થતાં ફેરફારો વિષે યોગ્ય વિચારણા કરવામાં આવે.

૨. જી.એસ.ટી. કાયદા-નિયમો ને વધુ સરળ બનાવવા માં આવે.

૩. જી.એસ.ટી. રિટર્ન સિંપલીફીકેશન કરવામાં આવે. નવા જી.એસ.ટી. રિટર્ન સિસ્ટમ કોઈ રીતે પ્રેક્ટિકલ નથી.

૪. જી.એસ.ટી. કાયદા હેઠળ “ફ્રન્ટ એન્ડ ક્રેડિટ મેચિંગ” ના બદલે ગુજરાત જેવા રાજ્યો ના વેટ કાયદા ની જેમ “બેક એન્ડ મેચિંગ” સિસ્ટમ લાગુ કરવામાં આવે.

૫. RCM ની જોગવાઈ નાબૂદ કરવામાં આવે. આ જોગવાઇઓ થી સરકારને જે વેરો મળે છે તેના કરતાં ખૂબ વધુ ત્રાસ કરદાતાઓ એ ભોગવવો પડે છે.

૬. જી.એસ.ટી. કાયદા હેઠળ નિયત કરદાતાઓ એ કરાવવાનું થતું સર્ટિફીકેશન હાલ માત્ર CA કે CMA કરી શકે છે. આ સર્ટિફિકેશન કરવા એડવોકેટ તથા જી.એસ.ટી. પ્રેકટીશનર્સ ને પણ હક આપવામાં આવે.

૭ જી.એસ.ટી. નિયમો ના નિયમ ૩૬(૪) ની જોગવાઇઓ નો અમલ બંધ કરવામાં આવે.

 

error: Content is protected !!
18108