બજેટ 2019: ટેક્સ ને લગતી મહત્વ ની જોગવાઈ ની એક ઝલક
By ભવ્ય પોપટ, એડિટર ટેક્સ ટુડે
નિર્મળા સિથારમન બીજા એવા સ્ત્રી નાણાં મંત્રી છે જેમણે સંસદ માં બજેટ રજૂ કર્યું છે. તેઓ દ્વારા રજૂ કરવામાં આવેલ બજેટ ના ભાગ B માં જે ટેક્સ અંગે ના પ્રસ્તાવો છે તે નીચે મુજબ છે.
ડાયરેક્ટ ટેક્સ (ઇન્કમ ટેક્સ) ની પ્રસ્તાવિત જોગવાઇઓ:
1. વ્યક્તિ તથા HUF ના કિસ્સા માં TDS ની જવાબદારી જો ઓડિટ ને પાત્ર હોય તો જ આવતી હતી. હવે અમુક કિસ્સાઓ માં ઓડિટ સિવાય ના પણ વ્યક્તિ તથા HUF ના કિસ્સા માં TDS કરવાની જવાબદારી આવશે. જ્યારે કોઈ કોંટટ્રાક્ટર કે વ્યવસાયી (પ્રોફેશ્ન્લ) ને વર્ષ દરમ્યાન ચૂકવા ની થતી રકમ 50 લાખ થી વધે તો ઓડિટ ને પાત્ર ના હોવા છતાં પણ TDS કરવાની જવાબદારી આવશે. આ TDS PAN ઉપર થી ભરી શકશે.
2. સ્થાવર મિલકત ના કિસ્સામાં TDS કરતાં સમયે અવેજ ઉપરાંત, મેમ્બ્ર્શિપ ફી, કાર પાર્કિંગ, ઇલેક્ટ્રીક તથા વોટર ફેસિલિટી નો ચાર્જ પણ TDS ને પાત્ર બનેશે.
3. 5 જુલાઇ થી જો કોઈ રહીશ વ્યક્તિ દ્વારા બિન રહીશ ને કોઈ રકમ કે મિલકત ની બક્ષિશ (ગિફ્ટ) આપવામાં આવે તો આ બક્ષિસ તે બિન રહીશ વ્યક્તિ ને ભારત માં મળેલી ગણાશે. આમ, આ ગિફ્ટ ઉપર (જો અન્ય રીતે તે કરમુક્ત ના થતું હોય તો) બિન રહીશ ની ભારત માં ટેક્સ ભરવાની જવાબદારી આવશે.
4. અમુક ખાસ કિસ્સો માં ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવું ફરજિયાત રહેશે. આ કિસ્સાઓ માં 1 કરોડ ની રકમ જો કરંટ ખાતા માં મૂકવામાં આવે તો, વિદેશ પ્રવાસ માટે બે લાખ થી વધુ ની રકમ ખર્ચવામાં આવેલ હોય તો, 1 લાખ થી વધુ રકમ નું ઇલેક્ટ્રીક બિલ ભર્યું હોય તો ઇન્કમ ટેક્સ કાયદા માં અન્યથા રિટર્ન ભરવું ફરજિયાત ના હોય તો પણ આ નિયમ હેઠળ ફરજિયાત રિટર્ન ભરવું પડશે.
5. આધાર કાર્ડ તથા પાન કાર્ડ ને એક બીજા ની જગ્યા એ વાપરી શકશે. જે વ્યક્તિ પાસે પાન કાર્ડ ના હોય તે આધાર કાર્ડ ઉપરથી પોતાનું ઇન્કમ ટેક્સ રિટર્ન ભરી શકશે.
6. અમુક મોટી રકમ ના વ્યવહારો માં પાન અથવા આધાર દર્શાવવું ફરજિયાત બનાવવા માં આવશે.
7. પાન સાથે આધાર લિન્ક કરવું ફરજિયાત. નિયત તારીખ (હજુ જાહેર થયેલ નથી) સુધી માં જો પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિન્ક કરવામાં નહીં આવે તો પાન કાર્ડ રદ કરી શકશે.
8. 1 કરોડ થી વધુ રકમ નો વર્ષ દરમ્યાન બેન્ક માં થી રોકડ ઉપાડ કરવામાં આવે તો 2 % TDS કરવામાં આવશે. અમુક ખાસ કિસ્સાઓ માં આ TDS માં મુક્તિ આપવાની સત્તા કેન્દ્ર સરકાર પાસે રહેશે.
9. ઇલેક્ટ્રીક વિહીકલ ને પ્રોત્સાહન આપવા માટે આવા વાહન ની ખરીદી ઉપર 150000/- સુધી ના વ્યાજ ઉપર ડિડકશન આપવામાં આવશે.
10. એફોરડેબલ હાઉસિંગ હેઠળ ઘર ખરીદવા હાલ માં છે તે 2 લાખ ના વ્યાજ ના લાભ ઉપરાંત 150000/- ના વધારા ના વ્યાજ ને ડિડકશન તરીકે આપવામાં આવશે.
11. આવકવેરા ના દરો માં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યા.
જી.એસ.ટી. કાયદા માં કરવામાં આવેલ મહત્વ ના ફેરફારો:
1. સર્વિસ માટે ની કંપોઝીશન યોજના ને કલમ 10 હેઠળ સમાવવા નો પ્રસ્તાવ.
2. જી.એસ.ટી. હેઠળ નોંધણી ધરાવતા વ્યક્તિઓ પણ જો માત્ર માલ નું વેચાણ કરતાં હોય તો તેમના માટે ની ટર્નઓવર મર્યાદા 40 લાખ કરવામાં આવી. હાલ, એક અર્થઘટન મુજબ માત્ર નાવો નોંધણી દાખલો મેળવવા માટે 40 લાખ સુધી ની મર્યાદા નો લાભ મળતો હતો. આ સુધારો લાગુ થયે થી હાલ જે વ્યક્તિ નોંધણી દાખલો ધરાવે છે તેમણે પણ 40 લાખ થી ઓછું ટર્નઓવર હોય અને અન્ય શરતો પુર્ણ થતી હોય તો નોંધણી દાખલો રદ કરવી શકશે.
3. વાર્ષિક રિટર્ન ની મુદત વધારવા માટે ની સત્તા કમિશ્નર ને આપવા નો પ્રસ્તાવ.
4. કોઈ એક કાયદા હેઠળ કેશ લેજર માં રહેલ રકમ, અન્ય કાયદા (ઉદાહરણ તરીકે CGST to IGST) હેઠળ તબદીલ કરી શકશે.
5. જી.એસ.ટી. કાયદા હેઠળ ગ્રોસ આઉટપુટ લાયાબિલિટી ઉપર વ્યાજ ની જોગવાઈ હતી. હવે માત્ર કેશ લેજર દ્વારા ભરવામાં આવતી રકમ ઉપર હવે વ્યાજ લગાડવામાં આવશે તેવો પ્રસ્તાવ કરવામાં આવ્યો છે.
6. ઇ કોમર્સ દ્વારા TCS કાપવા ના રિટર્ન ભરવાની તારીખ વધારવા ની સત્તા કમિશ્નર ને આપવા નો પ્રસ્તાવ.