બજેટ 2020: ઇન્કમ ટેક્સ તથા જી.એસ.ટી. અંગે ની મહત્વપૂર્ણ જાહેરાતો.

Spread the love
Reading Time: 2 minutes

તા01.02.2020: આજે મોદી સરકાર પાર્ટ 2 નું સૌપ્રથમ પૂર્ણ બજેટ રજૂ કરવામાં આવ્યું. અગાઉ બજેટ 28 ફેબ્રુઆરીએ રજુ થતું. આ કારણે બજેટ 01 એપ્રિલ થી લાગુ થવામાં મુશ્કેલી પડતી હતી. મોદી સરકાર દ્વારા આ વર્ષો જૂની પરંપરા તોડી 01 ફેબ્રુઆરીના રોજ બજેટ રજૂ કરવાની પરંપરા શરૂ કરી જેથી બજેટને સમયસર પાસ કરવી નાણાકીય વર્ષના શરૂઆતથી લાગુ કારI શકાય. આ બજેટમાં ઇન્કમ ટેક્સ તથા જી.એસ.ટી.માં નીચે મુજબના ફેરફારો કરવામાં આવ્યા છે.આ ફેરફારો હાલ માત્ર પ્રસ્તાવ છે. આ પ્રસ્તાવો ઉપર સંસદમાં બજેટ સત્ર દરમ્યાન ચર્ચા થશે. યોગ્ય ફેરફારો કરી રાષ્ટ્રપતિની મહોર માટે મોકલવામાં આવશે.

ઇન્કમ ટેક્સ:

  1. ટેક્સ પેયર ચાર્ટર લાગુ કરવામાં આવશે. કરદાતા ની જેમ, અધિકારીઓએ પણ સમયબદ્ધ કામ પુર્ણ કરવાના રહેશે.
  2. વ્યક્તિગત કરદાતા માટે 5 લાખ ઉપર થી 7.5 લાખ સુધી નો ટેક્સ દર 10% નો ખાસ દર.
  3. વ્યક્તિગત કરદાતા માટે 7.5 લાખ ઉપર થી 10 લાખ સુધી નો ટેક્સ દર 15% નો ખાસ દર.
  4. વ્યક્તિગત કરદાતા માટે 10 લાખ ઉપર  થી 12.5 લાખ સુધી નો ટેક્સ દર 20% નો ખાસ દર.
  5. વ્યક્તિગત કરદાતા માટે 12.5 લાખ ઉપર થી ઉપર 15 લાખ સુધી નો ટેક્સ દર 25% નો ખાસ દર.
  6. વ્યક્તિગત કરદાતા માટે 15 લાખ ઉપર ટેક્સ દર 30% નો ખાસ દર.
  7. આ કરદાતાઑ માટે ડિડકશન લેવા ઉપર અમુક પ્રકાર ના પ્રતિબંધો.
  8. ડીવિડંડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ દૂર કરવામાં આવ્યો. હવે ડિવિડંડ મેળવનાર થશે ટેકસ ભરવા જવાબદાર.
  9. નવી પાવર જનરેશન કંપની માટે પણ હવે 15% નો કોર્પોરેટ ટેક્સ દર લાગુ.
  10. સ્ટાર્ટ અપ માટે ટેક્સ બેનિફિટ માટે ની ટર્નઓવર લિમિટ 100 કરોડ કરવામાં આવી. 7 ના બદલે 10 વર્ષ સુધીમા મળી શકશે ફાયદો.
  11. કો ઓપરેટિવ બેન્ક માટે નો ઇન્કમ ટેક્સ નો દર 22% + સરચાર્જ તથા સેસ નો ઓપ્શન.
  12. કો ઓપરેટિવ બેન્ક માટે હવે AMT (ઓલ્ટરનેટ મિનિમમ ટેક્સ) દૂર.
  13. ઓડિટ ની લિમિટ 1 કરોડ થી વધારી 5 કરોડ કરવામાં આવી. આ લિમિટ માત્ર એવા ધંધાને લાગુ પડશે જે 5% જેટલી રકમ કેશમાં લેશે.
  14. એફોરડેબલ હાઉસિંગ પ્રોજેકટ ના ડેવલોપર માટે માર્ચ 2021 સુધી ના પ્રોજેકટ એપ્રુવલ માટે ટેક્સ હોલિડે.
  15. સર્કલ રેટ (જંત્રી) થી હવે 10% ફેરફાર ગણાશે માન્ય. ખરીદનાર માટે નહીં આવે ગિફ્ટ ની જવાબદારી.
  16. ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ ટ્રસ્ટ માટે ની નોંધણી સંપૂર્ણ ઓનલાઈન. ટ્રસ્ટ કરવી શકશે પ્રોવિસ્ન્લ રજીશટ્રેશન.
  17. ફેસલેસ અપીલ માટે ની જોગવાઈ.
  18. વિવાદ સે વિશ્વાસ સ્કીમ હેઠળ ઇન્કમ ટેક્સ ના જૂના માંગના કરશે સરભર. માત્ર ટેક્સ ની રકમ ભરી કરી શકશે સમાધાન.

જી.એસ.ટી.

  1. જી.એસ.ટી. કાઉન્સીલ દ્વારા નિર્ણય કરતાં હોય કોઈ ખાસ જાહેરાતો નહીં.

અન્ય બાબત:

  1. નાના બેન્ક ખાતા ધારકો માટે ઈન્સ્યોરન્સ ની રકમ 1 લાખ થી વધારી 5 લાખ કરવામાં આવી.

ઉપરોક્ત વિગતો નાણાંમંત્રીના બજેટ ભાષણ ઉપર થી તૈયાર કરવામાં આવી છે. બજેટ પેપર બહાર પડશે ત્યારબાદ તેમાં ફેરફાર ની શક્યતા રહેલી છે.

error: Content is protected !!
18108