બરોડા ખાતે “કો વેન્ચર હબ” કોન્સેપટ ઉપર ઓફિસ નું ઉદ્ઘાટન

Spread the love
Reading Time: < 1 minute

બરોડા, તા: 26.01.2019; બરોડા ખાતે પ્રેક્ટિસ કરતા યુવાન CA ચિંતન પોપટ, દ્વારા “કો વેન્ચર હબ” નામક ઓફિસ નું ઉદ્ઘાટન આજ રોજ કરવામાં આવ્યું છે. આ પ્રકારની ભારત ખાતે ની ખૂબ જૂજ ઓફિસો માં ની એક ઓફિસ ની શરૂવાત આ સાથે બરોડા માં કરવામાં આવી છે. આજે જ્યારે મોટા શહેરો માં જગ્યા ની અછત, મોટા ખર્ચ ને લગતી મુશ્કેલી નવા શરૂ થતાં બિઝનેસ (સ્ટાર્ટ અપ) માં અવરોધ ઉભો કરતા હોય છે. આ સમસ્યા નું સમાધાન પૂરું પાડવા આ પ્રકારની ઓફિસો કાર્યરત હોય છે. આ વિશે વધુ માહિતી આપતા આ કોન્સેપટ ના સહયોગી સર્વિસ ફોર્સ ના દીપેન બારાઈ જણાવે છે કે સ્ટાર્ટ અપ ને પડતી મુશ્કેલીઓ માટે “કો વેન્ચર હબ” એ વન સ્ટેપ સોલ્યુશન છે. આ વેન્ચર માં તમામ સ્ટાર્ટ અપ ને જોડાવા હાર્દિક આમંત્રણ છે. આ માટે આપ 9328799300 પર સંપર્ક કરી શકાશે. ટેક્સ ટુડે આ વેન્ચર બદલ CA ચિંતન પોપટ, દીપેન બારાઈ, એડવોકેટ સુનિલભાઈ શાહ તથા ટીમ ને હાર્દિક અભિનંદન પાઠવે છે. બ્યુરો રિપોર્ટ ટેક્સ ટુડે

error: Content is protected !!