બરોડા ખાતે CGCTC દ્વારા જી.એસ.ટી. પોર્ટલ ની તકલીફો સામે આવેદન પાઠવવામાં આવ્યું

Spread the love
Reading Time: < 1 minute

તા.13.02.2020: ગુજરાતના એક મોટા કર વ્યવસાયિક એસોસીએશન એવા સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર પફ ટેક્સ કન્સલ્ટન્ટ ના સભ્યો દ્વારા જી.એસ.ટી પોર્ટલ ની ખસ્તાહાલ કામગીરી સામે સાંસદ રંજનબેન ત્રિવેદી ને આવેદન પાઠવવામાં આવ્યું છે. આ ઉપરાંત પોર્ટલની ટેક્નિકલ ખામીઓ અંગે વડોદરાના જોઈન્ટ કમિશ્નર તથા ડે. કમિશ્નર SGST ને પણ માહિતગાર કરવામાં આવ્યા હતા. આ પ્રકારના આવેદન સમગ્ર ગુજરાતમાં એક દિવસે તમામ જિલ્લાઓમાં એક દિવસે આપવામાં આવ્યા હતા. ચિંતન પોપટ, ટેક્સ ટુડે, વડોદરા

error: Content is protected !!