બરોડા ના એડવોકેટ ભાષ્કરભાઈ પટેલ ને “ઓલ ઈન્ડિયા ફેડરેશન ઓફ ટેક્સ પ્રેક્ટીશનર”! ના ઉપ પ્રમુખ ચૂટાયા બદલ ટેક્સ ટુડે શુભેચ્છા પાઠવે છે

Spread the love
Reading Time: < 1 minute

ઉના: તા: 22.12.2018 ભારત ની ટેક્સ પ્રેક્ટિસ ની ફિલ્ડ માંના સર્વોચ્ચ એશો. એવા ” ઓલ ઈન્ડિયા ફેડરેશન ઓફ ટેક્સ પ્રેકટીશ્નર” ના ઉપ પ્રમુખ તરીકે બરોડા ના એડવોકેટ તથા નોટરી શ્રી ભાષકરભાઈ પટેલ ની વરણી થયેલ છે. ભારત ભર મા આ ઍશો માં 7500 ઉપર વ્યક્તિગત સભ્યો તથા 135 થી વધુ ઍશો શીએટ સભ્યો છે. આ બદલ ટેક્સ ટુડે તેમને ખાસ અભિનંદન પાઠવે છે. ઉલ્લેખનિય છે કે તેઓ સેંટ્રલ ગુજરાત ચેમ્બર ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ ના સ્થાપક સભ્ય તથા “પ્રેસિડન્ટ એમીરેટ્સ” છે. તેઓ ધી ગુજરાત સેલ્સ ટેક્સ બાર એશો. ના પણ હાલ ઉપપ્રમુખ છે. “નેશનલ એક્શન કમિટી ઓફ જી.એસ.ટી. પ્રેકટીશ્નર” ના તેઓ ગુજરાત રાજ્ય ના કો ઓર્ડિનેટર છે. તેઓ અનેક સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે. ટેક્સ ટુડે ના પણ તેઓ હમેશા માર્ગદર્શક તથા શુભ ચિંતક રહ્યા છે. ટેકસ ટુડે તેમની ઉપ પ્રમુખ તરીકે ની વરણી બદલ ગર્વ ની લાગણી અનુભવે છે. બ્યૂરો રિપોર્ટ ટેક્સ ટુડે.

error: Content is protected !!