ભાવનગરના તમામ કર વ્યવસાયિક એશોશીએશન દ્વારા જી.એસ.ટી. પોર્ટલ વિરુદ્ધ રજૂઆતો

Spread the love
Reading Time: < 1 minute

તા.13.02.2020: ભાવનગર સેલટેક્સ બાર એસોસિએશન .ભાવનગર ઈન્ક્મ ટેક્સ એસોસિએશન .ભાવનગર ચાર્ટેડ એકાઉન્ટન્ટ એસોસિએશન .ભાવનગર એકાઉન્ટન્ટ એસોસિએશન .નેશનલ એકશન કમિટી . ના સયુંકત ઉપક્રમે આજરોજ જી એસ ટી ના વિવિધ પ્રસ્નો અંગે જોઈન્ટ કમિશનર શ્રી સ્ટેટ .કમિશનર શ્રી સેન્ટ્રલ જી એસ ટી.તેમજ કલેકટર શ્રી ભાવનગર તેમજ સંસદ શ્રી ભાવનગર અને એમ એ લે શ્રી ભાવનગર ને સુંયુક્ત ઉપક્રમે નક્કી થયા મુજબ આવેદન પત્ર સુપ્રત કરવામાં આવ્યા હતા અને જી એસ ટી ના પોર્ટલ માં પડતી મુશ્કેલી અંગે રજૂઆત કરવામાં આવી. બધાજ એસોસિએશન ના મેમ્બરો બહોળી સંખ્યા માં હાજર રહ્યા હતા.ભાવનગર સેલ્સટેક્સ બાર એસોસિએશન ના પ્રમુખ શ્રી યોગેશ ભાઈ વોરા .ઈન્ક્મ ટેક્સ બાર એસોસિએશન ના શ્રી રમેશ ભાઈ ત્રિવેદી .ચાર્ટડ એકાઉન્ટ એસોસિએશન ના શ્રી મનોજ ભાઈ ગોહિલ .ભાવનગર એકાઉન્ટ્સ એસોસિએશન ના પ્રમુખ શ્રી રાજુ ભાઈ પટેલે બધા સભ્યો નો બહોળી સંખ્યામાં હાજર રહેવા બદલ આભાર વ્યક્ત કરેલ હતો. અજય મહેતા, ટેક્સ ટુડે, ભાવનગર

error: Content is protected !!