ભાવનગર જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર તથા સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ ના સંયુક્ત ઉપક્રમે જી.એસ.ટી. માર્ગદર્શન સેમિનાર નું આયોજન

Spread the love
Reading Time: < 1 minute

તા. 22.09.2019: ભાવનગર જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર તથા સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સંયુક્ત રીતે તા. 20 સપ્ટેમ્બર 2019 ના રોજ, વેપારીઓ માટે જી.એસ.ટી. માર્ગદર્શન સેમિનાર નું આયોજન ભાવનગર ખાતે કરવામાં આવ્યું હતું. આ સેમિનાર માં વક્તા તરીકે ભાવનગર ના વરિષ્ઠ એડવોકેટ ભરતભાઇ શેઠ સહિત ના તજજ્ઞો ઉપસ્થિત રહ્યા હતા.  આ તજજ્ઞો એ જણાવ્યુ હતું કે જી.એસ.ટી. માં વેપારીઓ ને પડેલ મોટા ભાગ ની તકલીફો એ જી.એસ.ટી.એન. તથા કાયદા માં કોર્ડિનેશન ના અભાવ ના કારણે પડ્યું હતું. કાયદા તથા રિટર્ન ભરવાની પદ્ધતિ માં હજુ સરળતા લાવવા ની ખાસ જરૂર છે. આ તકે ખાસ ઉપસ્થિત રહેલ SGST જોઇન્ટ કમિશ્નર જે.એસ. દવેએ જણાવ્યુ હતું કે સબકા વિશ્વાસ એ સરકાર ની ઉતમ સ્કીમ છે. તેવી રીતે ગુજરાત સરકાર ની એમનેસ્ટી સ્કીમ પણ એક ઉતમ સ્કીમ છે. વર્ષો ના બાકી દેણા ઉપર પણ વેપારી ને ઘણી રાહતો મળી શકે તેમ છે. આ તકે CGST માથી ડે. કમિશ્નર અમિત તિવારી તથા અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સૌરાષ્ટ્ર ચેમ્બર ના આગેવાન એવા સુનિલભાઈ વડોદરિયા સહિત ના વેપારી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ ના કાર્યકરો તથા જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ના અધિકારીઓએ દ્વારા આ કાર્યક્રમ સફળ બનાવવા જહેમત ઉઠાવવા માં આવી હતી. અજય મહેતા, રિપોર્ટર ટેક્સ ટુડે, ભાવનગર 

error: Content is protected !!