મહેસાણા સેલ્સ ટેક્ષ બાર એસોસીયેશન, મહેસાણા દ્રારા આયોજીત જી.એસ.ટી સેમીનાર

Spread the love
Reading Time: < 1 minute

 

 

મહેસાણા, પ્રતિનીધિ દ્રારા

મહેસાણા સેલ્સ ટેક્ષ બાર એસોસીયેશન, મહેસાણા દ્રારા આયોજીત જી.એસ.ટી સેમીનાર @ ક્રિષ્ના રેસ્ટોરેન્ટ,  અમદાવાદ હાઇવે, નાગલપુર, મહેસાણા  ખાતે તારીખ : ૦૫-૦૪-૨૦૧૯ને શુક્રવારના રોજ આયોજવામાં આવ્યો. સેમીનાર ઓન જી.એસ.ટીના મુખ્ય વક્તા શ્રી સમીરભાઇ સિધ્ધપુરીયાએ  જી.એસ.ટીનું વાર્ષિક રિટન ફોમ નંબર “૯” અને “૯-એ” ફાઇલ કરવાની સરળ સમજુતી આપી તેમજ ધ્યાનમાં રાખવા જેવા મુદ્દાની વિસ્તૃત સમજુતિ આપી. આ સેમીનાર ઓન જી.એસ.ટીમાં ઉપસ્થિત રહેલ મહેસાણા સેલ્સટેક્ષ બાર એસોસીયેશનના સભ્ય વકીલ મિત્રો તેમના સ્ટાફ સાથે ખુબજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ. આમ સમગ્ર સેમીનાર ને સફળ બનાવવા આ સેમીનારના  આયોજક હોદ્દેદાર તરીકે પ્રમુખ શ્રી કિરિટભાઇ પટેલ, મંત્રી શ્રી પ્રવીણભાઇ નાયક, ઉપપ્રમુખ શ્રી બાબુલાલ ઓઝા, આઇટી હેડ શ્રી ધવલભાઇ પટેલ, ખજાનચી શ્રી અશોકભાઇ પટેલ તેમજ સિનીયર સભ્ય એવા શ્રી ભુપેન્દ્રભાઇ હરડે અને કૌશીકભાઇ છાબડા તેમજ  સેમીનાર ઓન જી.એસ.ટીના સહયોગી મિત્રો એવા જનકભાઇ ભાવસાર, સુનીલભાઇ કંસારા તેમજ ટેક્ષ~એડવોકેટ શ્રી હર્ષદકુમાર વી. ઓઝાએ સેમિનારનું સફળ અને સરસ આયોજન કરેલ. હાજર રહેલ તમામ મિત્રોનો હ્ર્દય-પૂર્વક આભાર માનવામાં આવ્યો આમ  એંકદરે આ સમગ્ર પ્રસંગ ખુબજ સરસ રીતે સંપન્ન  થયો.

ટેક્ષ રીપોર્ટર : હર્ષદ્કુમાર વી. ઓઝા, ટેક્ષ ટુડે ન્યુઝ પેપર

error: Content is protected !!