મેહસાણા સેલ ટેક્ષ બાર અસોશિએશનની વર્ષ ૧૮-૧૯ની વાર્ષિક સાધારણ સભા
૧૪-૧૧-૨૦૧૯ ગુરૂવાર
(પ્રતિનિધિ દ્વારા)
આજ રોજ ૧૩-૧૧-૨૦૧૯ને બુધવારના રોજ બપોરે ૪.00 કલાકે તિલક રેસ્ટોરેંટ, મેહસાણા ખાતે મેહસાણા સેલ ટેક્ષ બાર અસોશિએશનની વર્ષ ૧૮-૧૯ની વાર્ષિક સાધારણ સભા મળી. આ AGMમાં અસોશિએશનના સભ્યો, સહ-પરિવાર ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. અસોશિએશનની વાર્ષિક સાધારણ સભા પ્રમુખશ્રી કિરીટભાઇ પટેલના સ્વાગત પ્રવચન થી કરવામાં આવી ત્યારબાદ ક્રમશઃ એજન્ડા પ્રમાણે ગત વર્ષ નો વાર્ષિક હિસાબો, જોઇન્ટ સેક્રેટરી શ્રી અશોકભાઇ પટેલે વંચાણે લીધા ત્યાર બાદ પાછલા વર્ષ દરમિયાન અસોશિએશનને કરેલી કામગીરીનો વિસ્તૃત અહેવાલ સેક્રેટરીશ્રી પ્રવીણભાઈ નાયકે આપ્યો. ત્યાર બાદ નવીન જોડાયેલ સભ્યોનું સ્વાગત કરવામાં આવ્યું અને નવીન જોડાયેલ સભ્યોનો પરિચય કરવવામાં આવ્યો. ત્યાર બાદ અસોશિએશનના વરિષ્ઠ વકીલશ્રી હરડેભાઈ સાહેબે અને ભૂતપૂર્વ પ્રમુખશ્રી કૌશિકભાઈ સાહેબે તેમજ શ્રીવિપુલભાઇએ પોતાના અભિપ્રાયો રજૂ કર્યા. ત્યારબાદ પ્રમુખ સ્થાને થી કેટલીક રજૂઆતો કરવામાં આવી અને છેલ્લે આભાર વિધિ ઉપપ્રમુખશ્રી બાબુલાલ ઓઝાએ કરી. તેમજ આઈ.ટી હેડ ધવલ પટેલની સેવા પણ નોંધપાત્ર હતી.
આ સમગ્ર પ્રોગ્રામને જીવંત અને ઉત્તેજીત કરવા શ્રીહર્ષદકુમાર વી. ઓઝાએ ઉદ્દઘોષકની જવાબદારી ખૂબ જ સારી રીતે નિભાવેલ અને સુનિલભાઈએ પણ ઉમદા સેવા પૂરી પાડેલ…
ટેક્ષ-રિપોર્ટર
હર્ષદકુમાર વી. ઓઝા – મહેસાણા