યાદોનું વાવાઝોડું

Spread the love
Reading Time: < 1 minute

હવે ન કર મોડું, જો આવ્યું યાદો નું વાવાઝોડું,
અટકાવીને થોડું, ભીની આંખો હાથે ચોળું,

વિરહી દિવસો સાથે તારા પ્રેમને જ્યારે ઘોળું,
કાળું ડિબાંગ થયું આકાશે સ્મરણોનું ટોળું,

છલકાયા લાગણી ડેમ, ગઝલના દરવાજા ખોળું,
ધરતીનો કાગળ કરીને શબ્દો, મનભરી ને છોડું,

લઉં છત્રી કે અનરાધાર આ મારગડા માં દોડું,
ધસમસતું દીસે હેત, પાળે વ્યર્થ કાંકરા જોડું,

ફોરાં કરી ભેગા અમથા હથેળીમાં લઇ ઢોળું,
અંદર નીતરે તરબતર ને પગ પાણીમાં બોળું.

– કાજલ શાહ

You may have missed

error: Content is protected !!