રાજકોટના ઇન્કમ ટેક્સ જોઇન્ટ કમિશ્નરશ્રી મિસ્ત્રી સાહેબની અધ્યક્ષતામાં અમરેલી ખાતે “વિવાદ સે વિશ્વાસ સ્કીમ 2020” અંગે યોજાયો સેમિનાર
અમરેલી: બજેટ 2020 માં જાહેર કરેલ “વિવાદ સે વિશ્વાસ સ્કીમ-2020” અંગે અમરેલી ખાતે તારીખ 05 માર્ચ ના રોજ હોટેલ સિટી પેલેસ ખાતે એક સેમિનાર નું આયોજન ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ તથા અમરેલી ટેક્સ બાર એશો. ના સાયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું. આ સેમિનાર માં રાજકોટ ખાતે ના જોઇન્ટ કમિશ્નર શ્રી મિસ્ત્રી સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેઓ દ્વારા આ યોજના નો લાભ વધુ માં વધુ બાકીદાર કરદાતા લે તેવી અપીલ ટેક્સ પ્રેકટિશનરો ને કરેલ હતી. અમરેલી ટેક્સ બાર એશો. ના પ્રમુખ કિરણ એમ વિઠલાણી દ્વારા એશો. વતી ખાત્રી આપવામાં આવી હતી કે એશોશીએશન ના સભ્યો આ સ્કીમ નો લાભ વધુ માં વધુ કરદાતા લે તેવા પ્રયાસો કરશે. આ આયોજન ને સફળ બનાવવા અમરેલી ના ટેક્સ કન્સલ્ટન્ટ મિત્રોએ જહેમત ઉઠાવી હતી. નીરવ જીંજુવાડિયા, રિપોર્ટર, ટેક્સ ટુડે, અમરેલી