રિટર્ન નહીં ભરો તો ઇ વે બિલ થશે બ્લોક!!! આ મેસેજ આવે તો ચિંતા કરશો નહીં…..

Spread the love
Reading Time: < 1 minute

તા. 14.04.2020: ગઇકાલે તા. 13 એપ્રિલ 2020 ના રોજ એવી ફરિયાદો મળી રહી હતી કે કરદાતાઓને આ લોકડાઉન દરમ્યાન SMS મળી રહ્યા છે કે 3B રિટર્ન ભરવાની છેલ્લી તારીખ નજીક છે. જો આ રિટર્ન ભરવામાં નહીં આવે તો ઇ વે બિલ બ્લોક કરી આપવામાં આવશે. આ પ્રકારના મેસેજ મળતા કરદાતાઓમાં અફવાઓ તથા ગભરાહટ નો માહોલ ઊભો થયા ના સમાચારો મળી રહ્યા હતા. ફેબ્રુઆરી થી એપ્રિલ મહિનાના GSTR 3B રિટર્ન ભરવાની તારીખ માં વધારો જાહેર થયેલ હોવા છતાં આ પ્રકારના SMS આવતા ટેક્સ પ્રેકટિશનર્સ માં પણ આ અંગે રોષ પ્રવર્તતો હતો. આજે GSTN દ્વારા twitter પર આ અંગે ખુલાસો કરવામાં આવ્યો છે કે આ મેસેજ ઓટોમેટેડ સિસ્ટમ ના કારણે કરદાતાઓ ને મળી રહ્યા છે. GSTN દ્વારા કરદાતાઓ ને થયેલ તકલીફ બદલ ખેદ પણ વ્યક્ત કરવામાં આવ્યો છે. આમ, આ પ્રકાર ના SMS થી વેપારીઓ એ દર રાખવાની જરૂર નથી. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે.

error: Content is protected !!