લાભ પાચમ થી બિનખેતીની પરવાનગીની જટિલ પ્રક્રિયાઑમાંથી થી છૂટકારો: રાજ્ય સરકારનો મહત્વ નો નિર્ણય

Spread the love
Reading Time: < 1 minute

તા:09.11.2018,::ગુજરાત રાજ્ય માં ખેતી ની જમીન ને બિન ખેતી માં ફેરવવાની પ્રક્રિયા ઓનલાઇન કરવાની મહત્વકાંક્ષી નિર્ણય મુખ્ય મંત્રિશ્રિ એ 15 ઓગસ્ટ ના રોજ કરેલ હતી. આ જાહેરાત પ્રમાણે અમદાવાદ, ગાંધીનગર જેવા જિલ્લા ઑ માં પાઇલોટ પ્રોજેકટ હાથ ધરી આ પ્રક્રિયા 23 ઓગસ્ટ થી જ ઓનલાઈન કરી દેવા માં આવેલ હતી. પલોટ પ્રોજેકટ ની સફળતા બાદ હવે ગુજરાત સરકાર દ્વારા એવી જાહેરાત કરવામાં આવેલ છે કે આ લાભ પાચમથી, બિન ખેતી ની પ્રક્રિયા સમગ્ર રાજ્ય માં ઓનલાઈન શરૂ કરી આપવામાં આવશે. સરકાર દ્વારા આ ક્રાંતિકારી નિર્ણય બિન ખેતી ની જટિલ અને વિલંબકરી પ્રક્રિયા માં પારદર્શિતા તથા ત્વરિતતા લાવશે તે ચોક્કસ છે. ઇમરાન ચોરવાડા-ટેક્સ ટુડે ઉના.

error: Content is protected !!
18108