વાર્ષિક રિટર્ન ભરવાં સમયે ખ્યાલ આવ્યો કે RCM ભરવાપાત્ર છે…. હવે શું કરવું???

Spread the love
Reading Time: 2 minutes

વાર્ષિક રિટર્ન ભરવાંમાં ઉપયોગી એવી પ્રેસ રીલીઝ આપે છે આ પ્રકારના ઘણા પ્રશ્નોના ઉતર!!! સૌથી મોટો પ્રશ્ન છે RCMનો???

તા. 16.09.2020: નાણાકીય વર્ષ 2018-19 ના વાર્ષિક રિટર્ન ભરવાં માટે 30 સપ્ટેમ્બર 2020 છેલ્લી તારીખ છે. જોકે કોરોનાના કારણે આ તારીખ વધવાની શક્યતા પણ રહેલી છે. વાર્ષિક રિટર્ન ભરવામાં અનેક એવા પ્રશ્નો આવી રહ્યા હોય છે જે કરદાતા તથા કર વ્યવસાયિકોને મુજાવતા હોય છે. 03 જુલાઇ 2019 ના રોજની CBIC ની પ્રેસ રીલીઝ વાર્ષિક રિટર્ન ભરવાં સમયે થતાં અનેક પ્રશ્નોના ઉત્તર આપી શકે છે. વાર્ષિક રિટર્ન ભરતા પહેલા આ પ્રેસ રીલીઝ જોઈ જવી જરૂરી છે. વાંચકો માટે આ પ્રેસ રીલીઝ આ લેખ સાથે આપેલ છે. વાર્ષિક રિટર્ન ભરવા સમયે RCM નો પ્રશ્ન ઘણા કરદાતાઓના કેસમાં આવતો હોય છે. જી.એસ.ટી. કાયદા, નિયમો તથા ખાસ કરીને 03 જુલાઇના રોજની પ્રેસ રીલીઝ ઉપરથી વાંચકો માટે આ ખાસ લેખ તૈયાર કર્યો છે.

2018-19 માં ભરવાપાત્ર RCM જો 2018-19 માં ભરવામાં  ના આવ્યો હોય તો શું એ ભરી દેવો જોઈએ? શું આ RCM ની ક્રેડિટ મળે?

2018 19 માં ભરવાપાત્ર RCM જો તે વર્ષમાં ના ભરવામાં આવ્યો હોય અને 2018 19 ના વાર્ષિક રિટર્ન ભરવા સમયે ધ્યાનમાં આવે તો આ RCM ચાલુ વર્ષમાં એટ્લેકે 2020-21 માં વ્યાજ સાથે ભરી આપવો જોઈએ. 2020-21 ના વર્ષમાં આ RCM ની ક્રેડિટ મળે અને 2020-21 ના વાર્ષિક રિટર્નમાંજ આ RCM ની વિગતો દર્શાવવાની રહે. 2018-19 ના વાર્ષિક રિટર્નમાં RCMની વિગતો દર્શાવવાની થાય નહીં. આ લાભ એવા કિસ્સામાં મળે જેમાં સેવા આપનાર કે માલ વેચનાર બિન નોંધાયેલ હોય. નોંધાયેલ કરદાતા જ્યારે પોતે બિલ આપે RCM “Yes” કરી ને આપે તેવા ખરીદનાર કે સેવા મેળવનાર કરદાતાને સેલ્ફ ઇનવોઇસ બનાવવાનું થતું ના હોય આ લાભ મળે નહીં તેવો અમારો મત છે.

2017-18 નો RCM 2018-19 માં ભરવામાં આવ્યો છે. શું 2018-19 ના વાર્ષિક રિટર્નમાં આ RCM દર્શાવવાનો રહે?

હા, 03 જુલાઇ 2019 ની પ્રેસ રીલીઝ મુજબ RCM જે વર્ષમાં ખરેખર ભરવામાં આવ્યો છે તે વર્ષના જ વાર્ષિક રિટર્નમાં દર્શાવવાનો રહે.

 

ભરેલ RCM ને DRC વડે રિવર્સ કરવો જરૂરી છે? શું DRC 3 વડે રિવર્સ કરેલ RCM ની ક્રેડિટ મળે?

ના, RCM ની રકમ DRC વડે રિવર્સ કરવી જોઈએ નહીં. પ્રેસ રીલીઝ મુજબ જે નાણાકીય વર્ષમાં RCM ભરવામાં આવ્યો છે તે વર્ષમાં આ RCM આઉટપુટ તરીકે દર્શાવી તેની ઈન્પુટ ક્રેડિટ લેવાની રહે છે. જો DRC 03 વડે આ RCM રિવર્સ કરી નાખવામાં આવે તો આ પ્રકારે ક્રેડિટ લઈ શકાય નહીં. માટે જે વર્ષમાં RCM ભરવામાં આવે તે વર્ષમાં તેની ક્રેડિટ લઈ લેવી જોઈએ. RCM ભરી DRC-03 ફાઇલ કરવું જોઈએ નહીં.

(આ લેખમાં દર્શાવેલ મંતવ્યો લેખકના પોતાના અંગત મંતવ્યો છે)

પ્રેસ રીલીઝpress_release_Clearification Annual

 

error: Content is protected !!
18108