વેટ કાયદા માં કોઈ રકમ ભરવાની બાકી છે??? તો આવી ગઈ છે એમ્નેસ્ટી (માફી યોજના) સ્કીમ 2019!!!

Spread the love
Reading Time: 5 minutes

તા. 19.09.2019: ગુજરાત સરકાર દ્વારા બજેટ માં જાહેર કરાયેલ એમ્નેસ્ટી સ્કીમ (માફી યોજના) ની જાહેરાત 11.09.2019 ના રોજ કરી દેવામાં આવેલ છે. આ લેખ માં આ યોજના વિષે ની સંપૂર્ણ જાણકારી સરળ શબ્દોમાં આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જાહેરનામા માં જણાવ્યા મુજબ આ યોજના નો હેતુ વિવિધ સ્તરે, વિવિધ કાયદાઓ હેઠળ 20000 થી વધુ વિવાદ નો નિકાલ કરવાનો, સરકાર તથા વેપારી વર્ગ ને મોટી રાહત કરવાનો છે.

 • આ યોજનામાં નીચેના કાયદા નો સમાવેશ કરવામાં આવશે

.

 1. ધી ગુજરાત સેલ્સ ટેક્સ એક્ટ (સેલ્સ ટેક્સ એક્ટ)

 

 1. ધી ગુજરાત વેલ્યૂ એડેડ ટેક્સ એક્ટ (વેટ)

 

 1. ધી બોમ્બે સેલ્સ ઓફ મોટર સ્પિરિટ ટેક્સેશન એક્ટ

 

 1. ધી ગુજરાત પરચેસ ટેક્સ ઓન સુગર કેન એક્ટ

 

 1. ધી સેન્ટરલ સેલ્સ ટેક્સ એક્ટ (CST એક્ટ)

 

 1. ધી ગુજરાત ટેક્સ ઑન એન્ટ્રી ઓફ સ્પેસીફાઇડ ગુડ્સ ઇનટુ લોકલ એરીયાઝ એક્ટ (એન્ટ્રી ટેક્સ એક્ટ)

 

 • આ યોજના હેઠળ આપવામાં આવતી માફી એ ગુજરાત મૂલ્ય વર્ધિત વેરા અધિનિયમ 41 હેઠળ, કેન્દ્રિય કાયદા ની કલમ 9(2) અને એન્ટ્રી ટેક્સ કાયદા ની કલમ 17 એ હેઠળ રેમીશન આપવામાં આવશે.

 

 • આ તમામ કાયદા હેઠળ ની તમામ વર્ષો ની મૂળ માંગ (પ્રથમ ઓર્ડર મુજબ) તમામ વર્ષો ની, વેરા વ્યાજ અને દંડ સહિત ની રકમ 100 કરોડ થી ઓછી હોય તેમને આ યોજના લાગુ પડશે.

 

 • આ યોજનાની કટ ઓફ ડેટ 30.06.2017 સુધી ની રહેશે. આ તારીખ સુધીના ધંધાકીય વ્યવહારો ને લગતી આકારણી, ફેર આકારણી, રિવિઝન, અપીલ વગેરે અન્વયે ના આદેશ મુજબ ના માંગણાં ની રકમ નો સમાવેશ થશે.

 

 • આ ઉપરાંત આ તારીખ સુધીના વ્યવહારો અંગે જે કાર્યવાહી ચાલુ હોય, આદેશ કરવાનો બાકી હોય, અને વેપારી આવા કેસ માં અરજી માં ભરવપાત્ર રકમ સ્વીકારેલ હોય આ રકમ નો પણ સમાવેશ થાય છે.

 

 • જે કેસ માં તા. 30.06.2017 ના રોજ ની ટેક્સ ક્રેડિટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એક્ટ હેઠળ ટ્રાન્ઝીશન અન્વયે આગળ ખેચવામાં આવેલ હોય તેવા કિસ્સામાં આ યોજના ની કટઓફ ડેટ 31.03.2017 ગણાશે.

 

 • આ ઉપરાંત ફોર્મ્સ બાકી હોય તેવા કિસ્સામાં પણ આ યોજના ની કટ ઓફ ડેટ 31.03.2017 ગણાશે.

 

 • આ યોજના નો લાભ લેવાની સમય મર્યાદા 15.09.2019 થી 15.11.2019 સુધી ની રહેશે.

 

 • વેપારી દ્વારા અરજી કર્યા બાદ સંબંધિત અધિકારી દ્વારા વેપારી ના કુલ બાકી લેણાં ની રકમ 30.11.2019 સુધીમાં વેપારી ને પત્ર દ્વારા જણાવવા ની રહેશે.

 

 • વેપારીએ આ યોજનનમાં ભરવા પાત્ર રકમના 10% રકમ ડાઉન પેમેન્ટ તરીકે 15.01.2020 સુધીમાં ભરી દેવાની રહેશે. બાકીના 90% રકમ ફેબ્રુઆરી 2020 થી ડિસેમ્બર 2020 સુધીના 11 સરખા માસિક હપ્તા માં ભરવાની રહેશે.

 

 • જો વેપારી ડાઉન પેમેન્ટ કરે ત્યાર બાદ હપ્તા ભરવામાં કસૂર કરે તો તેમને આ યોજના નો લાભ મળી શકશે નહીં.

 

 • આવા કિસ્સામાં કાયદા ની સામાન્ય જોગવાઇઓ લાગુ પડશે.

 

 • વ્યાજ તથા દંડ ની રકમ નું રેમિશન નીચે મુજબ ગણવાનું રહેશે.

 

 

નિયમિત વેપારી

(એવા વેપારી કે જ્યાં કોઈ

તપાસ અન્વયે રકમ ઊભી

થઈ ના હોય)

એન્ફોર્સમેંટ કાર્યવાહી થયેલ હોય તેવા કિસ્સા, 34(7) હેઠળ દંડ આકારેલ હોય તેવા કિસ્સા, એન્ટ્રી ટેક્સ, મોટર સ્પિરિટ ટેક્સ ના કિસ્સામાં
વેરાની રકમ સંપૂર્ણ ભરવાની રહેશે. વેરાની રકમ સંપૂર્ણ ભરવાની રહેશે. વેરાની રકમ સંપૂર્ણ ભરવાની રહેશે.
વ્યાજ ની રકમ સંપૂર્ણ માફ કરવામાં આવશે. વ્યાજ ની રકમની 20% રકમ ભરવાની રહેશે.

પરંતુ આ યોજના હેઠળ વ્યાજ ની રકમ ભરવા પાત્ર વેરા ના 50% કરતાં વધવી જોઈએ નહીં.

 

કોઈ સ્પષ્ટતા નથી

દંડ ની રકમ સંપૂર્ણ માફ કરવામાં આવશે. દંડ નું સંપૂર્ણ રેમિશન આપવામાં આવશે. એન્ટ્રી ટેક્સ ના આકારેલ દંડ ના 20% રકમ તથા

મોટર સ્પિરિટ ટેક્સ ના કિસ્સામાં તે કાયદા  ની કલમ 5(3) હેઠળ ભરવાપાત્ર રકમ ના 20% રકમ ભરવાની રહેશે.

આ યોજના ની અમલવારી પહેલા તેઓના બાકો લેણા પેટે આંશિક ભરણું (અપીલ અન્વયે 20% રકમ જેવી રકમ) આ યોજના હેઠળ ભરવાની થતી રકમ ના 50% ની મર્યાદા માં આ રીતે ભરેલ આંશિક રકમ જેટલી રકમ નું વધારનું રેમીશન આપવામાં આવશે. આ યોજના ની અમલવારી પહેલા તેઓના બાકો લેણા પેટે આંશિક ભરણું (અપીલ અન્વયે 20% રકમ જેવી રકમ) આ યોજના હેઠળ ભરવાની થતી રકમ ના 25% ની મર્યાદા માં આ રીતે ભરેલ આંશિક રકમ જેટલી રકમ નું વધારનું રેમીશન આપવામાં આવશે.  

કોઈ સ્પષ્ટતા નથી

ઉદાહરણ:

આકારણી અંગે કુલ માંગણુ:     100/-

વેરો:         40

વ્યાજ       20

દંડ           40

 

આ યોજના હેઠળ ભરવા પાત્ર:

વેરો          40

વ્યાજ       00

દંડ           00

 

અપીલ અન્વયે ભરેલ રકમ

50 રૂ

 

વેરો                               40

વ્યાજ                            00

દંડ                                00

વધારનું રેમિશન        (-)20 (50 % ની લિમિટ)

ભરવા પાત્ર રકમ            20

 

 

ઉદાહરણ:

આકારણી અંગે કુલ માંગણુ:     100/-

વેરો:         40

વ્યાજ       20

દંડ           40

 

આ યોજના હેઠળ ભરવા પાત્ર:

વેરો          40

વ્યાજ       04

દંડ           00

(આજ દિન સુધી નું ચડત વ્યાજ રેમિટ થશે.)

અપીલ અન્વયે ભરેલ રકમ

50 રૂ

 

વેરો                               40

વ્યાજ                            04

દંડ                                00

વધારનું રેમિશન        (-)10 (25 % ની લિમિટ)

ભરવા પાત્ર રકમ            34

 

 

ઉદાહરણ:

આકારણી અંગે કુલ માંગણુ:     80/-

વેરો:         40

વ્યાજ       00

દંડ           40

 

આ યોજના હેઠળ ભરવા પાત્ર:

વેરો                          40

વ્યાજ                       00

દંડ                           08

ભરવાપાત્ર                48

 

(આજ દિન સુધી નું ચડત વ્યાજ રેમિટ થશે.)

 

 • જો એન્ફોર્સમેંટ કાર્યવાહી માં ટર્નઓવર માં કોઈ વધારો કરવામાં આવ્યો હશે તો આવો વધારો 20% ની મર્યાદામાં માન્ય રાખવાનો રહેશે.

 

 • જે કિસ્સા માં આદેશ પસાર થઈ ગયો હોય તેવા કિસ્સામાં ગણતરી રિવાઈઝ કરવાની રહેશે. તેમાં આવો વધારો 20% સુધી માન્ય રાખી, ભરવાપાત્ર વેરો, વ્યાજ અને દંડ પણ રિવાઈઝ આદેશ મુજબ સુધારવા ના રહેશે.

 

 • આદેશ પસાર કરવાનો બાકી હોય ત્યારે આ આદેશ આ 20% ની મર્યાદા ધ્યાને રાખી કરવાના રહેશે.

 

 • બાકી આકારણી ના કિસ્સામાં વેપારી સ્વમેળે પોતાની જવાબદારી જાહેર કરી આ યોજના નો લાભ લઈ શકશે. વેપારીએ અરજી સાથે અરજી માં દર્શાવેલ રકમ ઉપરાંત વધારાની જવાબદારી મુજબ ની રકમ કાયદા મુજબ ભરાય તે માટે જરૂરી બાહેધરી આપવાની રહેશે.

 

 • વધારાના માંગણાં માટે એસેસમેંટ, રીએસેસમેંટ કે રિવિઝન ની આપેલ નોટિસ ના કેસોમાં પણ આ યોજના નો લાભ લઈ શકાશે.

 

 • અપીલ કાર્યવાહી ચાલુ હોય તેવા કેસોમાં પણ આ યોજના હેઠળ લાભ મળવા પાત્ર થશે. વેપારી એ સંપૂર્ણ પણે અથવા અંશતઃ અપીલ પરત ખેચવાની રહેશે. કોઈ પણ એક કે વધુ બાબત ઉપર અપીલ પરત ખેચી શકશે અને આ યોજના નો લાભ લઈ શકાશે. પણ અમુક એકજ મુદ્દા ઉપર અમુક વ્યવહારો ઉપર અપીલ ચાલુ રાખી અમુક વ્યવહાર ઉપર ચાલુ રાખી શકાશે નહીં.

 

ઉદાહરણ તરીકે ટેક્સ ક્રેડિટ ના મંજૂર થયા ના કિસ્સામાં અમુક વ્યવહારો પૂરતી અપીલ ચાલુ રાખી બાકી ના વ્યવહારો માટે આ યોજનામાં લાભ મળી શકશે નહીં. પરંતુ જો ટેક્સ ક્રેડિટ ઉપરાંત અપીલ માં વેરા ના દર બાબતે પણ અપીલ કરેલ હોય તેવા કિસ્સામાં ટેક્સ ક્રેડિટ ના મુદ્દા ઉપર અપીલ પરત ખેંચી બાકી વેરા ના દર બાબતે અપીલ ચાલુ રાખે તો પણ ટેક્સ ક્રેડિટ ના મુદ્દા ઉપર આ યોજના નો લાભ લઈ શકાય છે.

 

 

 • ખાતા દ્વારા જે કેસ માં કોર્ટ અથવા ટ્રિબ્યુનલ માં અપીલ કરવામાં આવેલ હોય તેવા કિસ્સામાં પણ જો વિવાદિત રકમ વેપારી સ્વીકારે તો આ યોજના નો લાભ લઈ શકે છે.

 

 • એક કરતાં વધુ આદેશો ના કિસ્સામાં કોઈ પણ એક કે અમુક આદેશો માં આ યોજના નો લાભ લઈ શકાય છે. પરંતુ કોઈ પણ એક આદેશ માં અમુક બાબત સ્વીકારી ને અમુક નો અસ્વીકાર કરી આ યોજના નો લાભ લઈ શકાય નહીં(અપીલ સિવાય ના કિસ્સા માં).

 

 • તમામ કાયદા ઓફ માં બાકી માંગના પેટે ની રકમ આ યોજના ની તારીખ પહેલા ભરેલ રકમ વેટ કાયદા ની કલમ 30(6) હેઠળ પ્રથમ વ્યાજ સામે, ત્યારબાદ પેનલ્ટી સામે સરભર કર્યા બાદ બાકી ની રકમ વેરા સામે મજરે આપવામાં આવશે. પરંતુ આ ઠરાવ ના પેરા 5 ની જોગવાઈ ને અનુષંગીક વધારા ને રેમિશન ની ગણતરી ધ્યાને લેવાની રહેશે અને તેટલો વેરો ઓછો ભરવાનો રહેશે.

 

 • માલ ની હેરફેર કર્યા વગર ફક્ત બિલ ઇસસ્યું કરવામાં આવ્યા હોય (બોગસ બિલિંગ) ના કેસો માં ભરેલ વેરો જપ્ત થયો હોય અને અથવા વેરા ની રકમ જેટલો દંડ કરવામાં આવેલ હોય તેવા કિસ્સામાં આ યોજના નો લાભ મળી શકશે નહીં.

 

 • ભારત સરકાર દ્વારા ભાગેડુ જાહેર થયેલ વ્યક્તિઑ ની પેઢીઓને લાભ મળવાપાત્ર થશે નહીં.

 

 • આ યોજના હેઠળ ગણતરી કરતાં કોઈ રિફંડ ઊભું થાય તો આ રિફંડ આપવામાં આવશે નહીં.

 

 • આ યોજના હેઠળ ના નિર્ણય આખરી ગણાશે અને આવા નિર્ણય સામે કોઈ અપીલ કરી શકાશે નહીં.

 

 • ફક્ત દંડકીય આદેશ કરવામાં આવેલ હોય તેવા કિસ્સામાં આ યોજના નો લાભ મળી શકશે નહીં.

 

 • યોજનાનો લાભ મેળવવા નિયત નામુનામાં અરજી કરવાની રહેશે. આ સાથે ડિમાન્ડ આદેશ ની નકલ જોડવાની રહેશે.

 

 • આ યોજના ના રેમીટન્સ ના આદેશો સંબંધિત અધિકારીઓએ કરવાના રહશે.

 

 

આ યોજના નો લાભ લેવા ટેક્સ ટુડે તમામ વેપારીઓ ને અપીલ કરે છે કે જેઓ ને વેટ કે અન્ય કાયદા હેઠળ કોઈ રકમ ભરવાની બાકી હોય.

 

 

 

error: Content is protected !!