વેપારીઓ ધ્યાન આપે… નહીં તો આવી શકે છે મોટી “લેઇટ ફી”!!!

Spread the love
Reading Time: < 1 minute

ઉના, તા: 03.01.2020: જી.એસ.ટી. કાયદા હેઠળ કંપોઝીશન સિવાય ના કરદાતાએ પોતાના વેચાણો સંદર્ભે જી.એસ.ટી.આર. 1 નામક એક ફોર્મ માસિક/ત્રિમાસિક ધોરણે ભરવાનું થાય છે. આ ફોર્મ 1.5 કરોડ સુધી નું ટર્નઓવર ધરાવતા કરદાતાએ ત્રિમાસિક ધોરણે તથા 1.5 કરોડ થી વધુ ટર્નઓવર ધરા વતા કરદાતાએ માસિક ધોરણે ભરવાનું થાય છે. આ ફોર્મ મોડુ ભરવાથી તેના ઉપર રોજ 200/- (CGST+SGST) ની લેઇટ ફી લાગે તેવો નિયમ છે.  કોઈ પણ કારણસર (મોટાભાગે ટેકનિકલ) આ લેઇટ ફી જી.એસ.ટી. પોર્ટલ દ્વારા લગાવવામાં આવતી નહતી. હવે નોટિફિકેશન 74/2019 દ્વારા સરકાર દ્વારા જાહેર કરાયું છે કે જે કરદાતા પોતાના જુલાઇ 2017 થી નવેમ્બર 2019 ના GSTR 1, 19 ડિસેમ્બર થી 10 જાન્યુવારી 2020 સુધી માં ભરી આપશે તો તેઓની GSTR 1 ની સંપૂર્ણ ફી માફ કરી આપવામાં આવશે.

આમ, જે કરદાતા પોતાના જૂના GSTR 1, 10 જાન્યુવારી પછી ભરશે તો તેમને રિટર્ન ભરવાની તારીખ થી રિટર્ન ભર્યા ની તારીખ સુધી રોજ ના 200/- લેખે લેઇટ ફી ચૂકવવા ની રહેશે. આ અંગે ઉદાહરણ જોઈએ તો જો કોઈ કરદાતા નું જુલાઇ 2017 નું GSTR 1 બાકી હોય તેમણે એ રિટર્ન 10 ઓગસ્ટ 2017 સુધી માં ભરવાનું હતું. તેઓએ 10000/- (5000 CGST+5000 SGST) જુલાઇ મહિના માટે મહતમ લેઇટ ફી ભરવાની જવાબદારી આવશે. આમ, જો કોઈ કરદાતા ના વધુ GSTR 1 ભરવાના બાકી હશે તો અંદાજે 10000 લેખે દરેક બાકી ના રિટર્ન માટે લેઇટ ફી ભરવાપાત્ર બની શકે છે.

આમ, 10 જાન્યુવારી સુધીમાં કરદાતાઓએ પોતાના તમામ બાકી GSTR 1 બાકી ભરી આપે તે જરૂરી છે. ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે

error: Content is protected !!
18108