શિશુભારતી શાળા નો વાર્ષિક ઉત્સવ થનગનાટ 2019 ની ધમાકેદાર ઉજવણી

Spread the love
Reading Time: < 1 minute

તા 06.01.2019, ઉના, ઉના ની સૌથી જૂની ખાનગી શાળા શિશુભારતી સ્કૂલ દ્વારા પોતાના વાર્ષિક દિન ની રંગારંગ કાર્યક્રમ થનગનાટ 2019 દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. શાળાના ટ્રસ્ટી શ્રી અજિતભાઈ ગોડબોલે ના માર્ગદર્શન હેઠળ શાળા પરિવાર એ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો. કાર્યક્રમ માં ચીફ ગેસ્ટ તરીકે ઉના ના ધારાસભ્ય શ્રી પૂંજાભાઈ વંશ તથા ગેસ્ટ ઓફ ઓનર તરીકે દીવ થી વિશ્વાસભાઈ ફુગ્રો તથા નુતનબેન ફુગ્રો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત દેવુભાઈ પુરોહિત, ભાઈલાલભાઈ ગઢીયા અનેક મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પ્રોગ્રામ ની આભારવિધિ ઉના પીપલ્સ બેન્ક ના ચેરમેન અને શિશુભારતી ટ્રસ્ટ ના વિજયભાઈ કામવાની એ કરી હતી. પ્રોગ્રામ ને સફળ બનાવવા પ્રાઇમરી વિભાગના પ્રિન્સિપાલ નેહલબેન તથા માધ્યમિક વિભાગ ના પ્રિન્સિપાલ ભરતભાઇ તથા ટિમ દ્વારા જહેમત ઉઠાવવા માં આવી હતી. ભરતભાઇ વંશ દ્વારા આ પ્રોગ્રામનું સંચાલન કરવામાં આવ્યું હતું. કિરણ પોપટ, ટેક્સ ટુડે રિપોર્ટર

error: Content is protected !!