શું આપ GST કાયદા હેઠળ નોંધાયેલ વેપારી છો ?જો હા અને આપના ધંધા નું ૧૭-૧૮ અને ૧૮-૧૯ નું turnover ૨ કરોડ થી ઓછું હોવાથી આપ વાર્ષિક રીટર્ન ફાઈલ નથી કરવાના ? જો ,ના તો આ હકીકત ધ્યાને લેવી જરૂરી છે

Spread the love
Reading Time: 3 minutes

ધર્મેશ એન પરમાર – ટેકસ કન્સલટન્ટ જુનાગઢ

     જી.એસ .ટી વાર્ષિક રીટર્ન  વર્ષ ૧૭-૧૮  નું file કરવાની લાસ્ટ ડેટ 31-12-19 છે – ૨ કરોડ થી વધુ turnover હોય તેઓ એ GST ઓડીટ  કરાવવા ની લાસ્ટ ડેટ 31-12-19 છે. તા. ૧૮-૧૨-૧૯ ની GST કાઉન્સિલ ની મીટીંગ માં આ  ડ્યુ ડેટ ૩૧-૦૧-૨૦ સુધી વધારવા જાહેરાત થયેલ છે .

(એડિટર નોંધ: હાલ RODO 10/2019 દ્વારા 2017 18 ના વાર્ષિક રિટર્ન તથા રિકનસીલેશન ની મુદત 31.01.2020 સુધી વધારેલ છે.)

જી.એસ .ટી વાર્ષિક રીટર્ન  વર્ષ ૧૮-૧૯ નું file કરવાની લાસ્ટ ડેટ 31-03-20  છે –તેમજ વર્ષ 18-19 માં  ૨ કરોડ થી વધુ turnover હોય તેઓ એ GST ઓડીટ  કરાવવા ની લાસ્ટ ડેટ 31-03-2020  છે

GST ના નોટીફીકેશન નં. ૪૭/૨૦૧૯  મુજબ વાર્ષિક ૨ કરોડ થી ઓછા turnover વાળા વેપારી માટે વાર્ષિક રીટર્ન file કરવું OPTIONAL (ઓપ્સનલ)  જાહેર કરેલ છે પરંતુ તારીખ ૧૮-૧૧-૧૯ ના CBEC ના સર્ક્યુલર નંબર 124 /43/2019 GST  માં એવું પણ ક્લેરીફીકેસન જાહેર કરેલ છે કે , વર્ષ ૨૦૧૭-૧૮ તેમજ ૨૦૧૮-૧૯ માં ૨ કરોડ થી ઓછા turnover વાળા વેપારી ઓ દ્વારા નોટીફીકેશન નંબર ૪૭ માં જાહેર કરેલ છૂટછાટ પ્રમાણે જો ડ્યુ ડેટ સુધીમાં એટલેકે વર્ષ 2017-18 નું વાર્ષિક રીટર્ન 31-12-19 સુધીમાં અને વર્ષ 2018-19 નું વાર્ષિક રીટર્ન 31-03-20 સુધી માં file કરવામાં નહિ આવે, તો એવું માની લેવાશે કે તેઓનું વાર્ષિક રીટર્ન તેઓ એ વર્ષ દરમિયાન મંથલી /ક્વાર્ટરલી file કરેલ data મુજબ તેમજ GST પોર્ટલ માં Auto reflect થતા ITC ના data મુજબ એટલે કે, Auto Drafted annual detail મુજબ file થઇ ગયેલ છે . અને due date પછી વેપારી વાર્ષિક રીટર્ન file કરવા ઈચ્છશે તો પણ file નહિ થઇ શકે .

ઉક્ત ક્લેરીફીકેશન  નો અભ્યાસ કરતા મારું એવું માનવું છે કે  દરેક ટેકસ પેયર્સ એ / ડીલરે કે જે ઓ નું turnover ૨ કરોડ થી ઓછું છે અને નોટીફીકેશન મુજબ વાર્ષિક રીટર્ન file કરવું જરૂરી નથી તેવું માને છે તેઓ એ પણ due date પહેલા તેમના હિસાબી ચોપડા મુજબ ના actual turnover અને out put tax liabilities – ઈનપુટ ટેકસ ક્રેડીટ  ના data ને  GST પોર્ટલ મુજબ ના Auto drafted એન્યુઅલ રીટર્ન GSTR 9 સાથે ટેલી (વેરીફાઈ ) કરવા હિતાવહ છે. જો Autodrafted GSTR 9 નો ડેટા હિસાબી ચોપડા મુજબ મળી રહેતો હોય  અને ઓકે હોય તો  જ .. નોટીફીકેશન નં. ૪૭ મુજબ  વાર્ષિક રીટર્ન GSTR 9 ફાઈલ ના કરીએ તો ચાલે  એવું અમારું મંતવ્ય છે .

નીચે જણાવેલ અમુક કિસ્સા માં આપનું turnover ભલે ૨ કરોડ થી ઓછું હોય છતાં  due date પહેલા વાર્ષિક રીટર્ન GSTR 9 file કરવું અત્યંત જરૂરી છે. વર્ષ ૨૦૧૭-૧૮  કે ૧૮-૧૯ ને લગતા સુધારા વધારા કરેલ હોય – ammendment / addition કરેલ હોય –GSTR 1 માં પછી ના વર્ષ માં ટ્રાન્ઝેકશન/ બીલ Add કરેલ હોય કે, Ammendment કરેલ હોય – GSTR 3B માં પછી ના વર્ષ માં વેચાણ – ખરીદી , ભરવાપાત્ર ટેકસ , કે ટેકસ ક્રેડીટ  માં વધારો કે ઘટાડો કરેલ હોય – વર્ષ દરમિયાન કલેઈમ કરેલ ITC અને GST પોર્ટલ  મુજબ ની Autodrafted (GSTR 2A મુજબની) ITC માં અસામાન્ય તફાવત આવતો હોય – વેચાણ  નું turnover કે ટેકસ Liabilities GSTR 3B માં દર્શાવવાની જ રહી ગયેલ હોય  અને તેને વાર્ષિક રીટર્ન માં ડીકલેર કરવા માંગતા હોય –

ઉક્ત હકીકત ધ્યાને રાખતા  આપ સૌ વાચક મિત્રો , ટેકસ પેયર્સ કે જે GST કાયદા હેઠળ નોંધાયેલા છે તેમને વિનંતી છે કે હાલ ના તબક્કે જો આપનું  વર્ષ ૨૦૧૭-૧૮(૦૧-૦૭-૧૭ થી ૩૧-૦૩-૧૮ ) વાર્ષિક રીટર્ન  GSTR 9 હજુ સુધી file કરેલ ના હોય અને આપના ધંધા ના books of Account પ્રમાણે ના સપ્લાઈ –ખરીદ વેચાણ તેમજ gst આઉટપુટ લાયેબીલીટીઝ-તેમજ એલીજીબલ ટેકસ ક્રેડીટ ના  ફીગર્સ ને GST પોર્ટલ મુજબ ના Auto drafted એન્યુઅલ રીટર્ન GSTR 9 સાથે ટેલી (વેરીફાઈ ) કરેલ ના હોય  તો આ બાબતે ગંભીરતા રાખી આપના હિસાબનીશ કે ટેકસ કન્સલ્ટન્ટ નો સંપર્ક કરી આ અંગે નું વર્ક આઉટ વાર્ષિક રીટર્ન ફાઈલ કરવાની ડ્યુ ડેટ પહેલા કરી લેવું હિતાવહ છે .જેથી જો કોઈ સુધારો વધારો કરવો જરૂરી હોય તો તે વાર્ષિક રીટર્ન માં ડીકલેર કરી રીટર્ન ફાઈલ  થઈ શકે .

gst વાર્ષિક રીટર્ન ફાઈલિંગ અન્વયે ઉક્ત હકીકત દરેક ટેકસ પેયર્સએ /વાચક મિત્રો કે જે GST માં Registered છે તેમણે ધ્યાને રાખવી ખુબજ જરૂરી છે. ત્યારબાદ જ  પોતાનું પેઢી નું વર્ષ ૧૭-૧૮ તેમજ ૧૮-૧૯ નું  એન્યુઅલ gst રીટર્ન(૨ કરોડ થી ઓછું એગ્રીગેટ turnover હોય છતાં )  ફાઈલ કરવું કે નહિ તે અંગે નિર્ણય લેવો હિતાવહ છે તેવું મારું મંતવ્ય છે .

(એડિટર નોંધ: લેખકના વિચારો થી તેટલા પ્રમાણમાં અલગ પડીશ કે જે રિટર્ન ઓટો પોપ્યુલેટેડ છે તેને ફાઇનલ ગણી ને આકારણી થઈ શકે નહીં. જો વાર્ષિક રિટર્ન કોઈએ ના ભર્યું હોય તો તેઓની આકારણી ધંધાકીય ચોપડા મુજબ થાય તેવો મારો મત છે. હા, પણ કોઈ અધિકારી લેખક ના મત પ્રમાણે આ જોગવાઈ નું અર્થઘટન કરે તો નવાઈ નથી )                                                                                                                                                                      

error: Content is protected !!