શું કોઈ અન્ય વ્યક્તિ, તમારા PAN નંબર ઉપર જી.એસ.ટી. નંબર તો નથી લીધો ને??? અજાણતાજ બની શકો છો ભોગ કૌભાંડ નો!!!

Spread the love
Reading Time: 2 minutes

ઉના, તા: 04 જૂન 2019: મિત્રો, અવારનવાર સમાચાર આવતા હોય છે કે ફલાણા ગામ માં જી.એસ.ટી. ચોરી નું મોટું કારસ્તાન પકડાયું!!! કરચોરી નો આંક 100 કરોડ!!! આ પ્રકાર ના જી.એસ.ટી. હેઠળ કરચોરી કરવાના અનેક કૌભાંડો દેશભર માં પકડાયા છે. આમાના મોટાભાગ ના કૌભાંડો માં એક બાબત સમાન હતી, મોટાભાગ ના કેસો માં કૌભાંડ આચારનાર વ્યક્તિ એ કોઈ ગરીબ કે સામાન્ય વ્યક્તિ ના PAN તથા અન્ય પુરાવા રજૂ કરી ને જી.એસ.ટી. નંબર મેળવવ્યો હોય છે. આ ગરીબ વ્યક્તિ કે સામાન્ય વ્યક્તિ ને મહિને ફિક્સ આવક ની બહેધરી આપી તેમની પાસેથી તેનો PAN તથા અન્ય પુરાવા મેળવી જી.એસ.ટી. નોંધણી દાખલો મેળવવાંમાં આવતો હોય છે. ત્યાર બાદ બોગસ બિલિંગ વડે ખોટી ક્રેડિટ લઈ/આપી આ કૌભાંડો આચરવામાં આવતા હોય છે. જ્યારે આ કૌભાંડો પકડાઈ છે ત્યારે જે વ્યક્તિ ના PAN નો ઉપયોગ થયો હોય છે તેના ઉપર ખૂબ મોટી GST ની રકમ નું માંગણું ઊભું થતું હોય છે. તે વ્યક્તિ ખૂબ ગરીબ અથવા સામાન્ય પરિસ્થિત માં થી આવતો હોય ક્યારેય આ રકમ ભરી શકતો નથી. આમ, તે વ્યક્તિ ને કોટ કચેરી ના ચક્કર ખાઈ જિંદગી વિતાવવી પડતી હોય છે. જેલ જવા સુધી ની નોબત આવતી હોય છે. આ કેસો માં આ PAN નો ઉપયોગ જેમને કર્યો હોય તે મુક્ત રીતે કોઈ પણ જવાબદારી વગર ફરતો હોય છે. રાજ્ય જી.એસ.ટી. ના એક ઈન્સ્પેકટર પોતાનું નામ ના આપવાની શરતે જણાવે છે કે આ બાબત સરકાર ના ધ્યાન માં આવવા ના કારણે જ રાજ્ય જી.એસ.ટી. વિભાગે નોંધણી દાખલો આપ્યા પછી સ્પોટ વિઝિટ ની સિસ્ટમ ચાલુ કરી છે. પણ રાજ્ય જી.એસ.ટી. ઓફિસ શંકા ના કારણોસર નોંધણી દાખલો ના આપે તે ના તે PAN ને બીજી અરજી કર્યા સમયે સેન્ટરલ જી.એસ.ટી. નંબર આપી દેવાના કિસ્સા પણ ધ્નાયને આવી રહ્યા છે.

મિત્રો, નાના લાભો, લાલચો માં પડી આપના PAN તથા અન્ય સાધનિક કાગળો, જેવા કે આધાર કાર્ડ વગેરે અન્ય વ્યક્તીઓને આપવા જોઈએ નહીં. આપના PAN ઉપર થી કોઈ જી.એસ.ટી. નંબર નથી ચલાવતો તે જાણવા માટે www.gst.gov.in ઉપર જઇ “સર્ચ ટીન બાય PAN” માં જોઈ શકશો. આ પ્રકાર ના કૌભાંડો ના શિકાર સામાન્ય વ્યક્તિ ના બને જાહેર હિત માં આ લેખ બહાર પાડવાનો આશય છે. ભવ્ય પોપટ, એડિટર, ટક્સ ટુડે

error: Content is protected !!