શું છે તફાવત, NIL રેટેડ તથા એક્સેમ્પ્ટ માલ તથા સેવા સપ્લાય વચ્ચે? શું ઈન્પુટ ક્રેડિટ માત્ર એક્સેમ્પ્ટ માલ તથા સેવા માં જ રિવર્સ કરવાની થાય??

Spread the love
Reading Time: 2 minutes

By Bhavya Popat, Editor, Tax Today.

ઉના, તા: 28.05.2019: જી.એસ.ટી. કાયદા હેઠળ નીચેના બે શબ્દો નો ઉપયોગ ઘણીવાર એક બીજા ની જગ્યાએ કરવામાં આવતો હોય છે. પણ આ બંને વિષે નો ફેર સમજવો મહત્વનો છે. આજે આ લેખ માં આ બની શબ્દો વિષે તફાવત તથા સામ્યતા વિષે સમજાવવા પ્રયાસ કર્યો છે.

NIL રેટેડ: NIL રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસ એટ્લે એવા માલ અને સેવાઓ કે જેના ઉપર કાયદો પસાર કરવા સમયે પાર્લામેન્ટ દ્વારા જ વેરનો દર શૂન્ય નક્કી કરી આપવામાં આવ્યો છે. આ માલ તથા સેવાઓ ની યાદી કાયદા સાથે આપવામાં આવેલ પરિશ્ષ્ટ (શિડિયુલ) માં આપેલ છે. આ માલ કે સેવા ઑ ના દર માં કોઈ ફેરફાર સરકાર નોટિફિકેશન વડે કરી શકે નહીં. આ માલ તથા સેવાઓ ને NIL રેટેડ બનાવવા માટે કોઈ શરતો પણ સરકાર કરી શકે નહીં. આ ફેરફાર કરવાનો કે શરતો મૂકવાનો અધિકાર માત્ર ને માત્ર સંસદ ને છે.

એક્સેમ્પ્ટ ગુડ્સ એન્ડ સર્વિસ: જી. એસ.ટી. કાયદા ની કલમ 11 તથા ઇન્ટિગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાયદા ની કલમ 6 હેઠળ સરકાર ને ખાસ સત્તા આપવામાં આવેલ છે કે તેઓ જાહેર હિત માં કોઈ માલ કે સેવા ના દર માં ઘટાડો કરી શકે, તેને શરતી કે બિનશરતી સંપૂર્ણ માફી આપી શકે. આ દર માં, શરતો માં સરકાર નોટિફિકેશન દ્વારા ફેરફાર કરી શકે છે.

ઉપરોક્ત બંને વચ્ચે નો તફાવત એક કોઠા સ્વરૂપે સમજાવવા નો પ્રયાસ કર્યો છે.

NIL રેટેડ એક્સેમ્પ્ટ ગુડ્સ એન્ડ સર્વિસ
આ સંસદ દ્વારા જાહેર કરેલ માલ તથા સેવા છે જે ના ઉપર વેરા નો દર શૂન્ય છે. આ માલ તથા સેવા એ છે જેના ઉપર સરકાર દ્વારા નોટિફિકેશન દ્વારા દર શૂન્ય કરવામાં આવ્યો છે.
આ માલ તથા સેવા ઉપર ના દર માં સરકાર નોટિફિકેશન દ્વારા કોઈ શરતો મૂકી શકે નહીં કે ફેરફાર કરી શકે નહીં. આ માલ કે સેવાઓ ઉપર સરકાર નોટિફિકેશન દ્વારા શરતો મૂકી શકે તથા તેના દરો માં ફેરફાર પણ કરી શકે.
આ માલ કે સેવા ના દર માં ફેરફાર કરવાનો હક્ક માત્ર સંસદ નો રહે છે. આ માલ કે સેવા ના દર માં ફેરફાર કરવાનો હક્ક સરકાર નો રહે છે.
આ માલ તથા સેવાઓ નો ઉલ્લેખ કાયદા સાથે જોડેલ પરિશિષ્ટ (શિડિયુલ) માં મળી શકે. આ માલ તથા સેવાઓ નો ઉલ્લેખ સરકારે બહાર પડેલ નોટિફિકેશન માઠી મળી શકે.

 

શું માત્ર એક્સેમ્પ્ટ માલ તથા સેવા માટે ની ક્રેડિટ રિવર્સ કરવાની થાય? NIL રેટેડ માટે ની ક્રેડિટ રિવર્સ કરવાની થાય નહીં?

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એક્ટ 2017 ની કલમ 17(2) તથા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ નિયમો ના નિયમ 42 અન્વયે, એક્સેમ્પ્ટ સપ્લાય માટે વપરાયેલ ઇનવર્ડ સર્વિસ ની ક્રેડિટ રિવર્સ કરવાની રહે. આ શબ્દો ના કારણે ઘણા પ્રોફેશનલ્સ તથા નોંધાયેલ વ્યક્તિઑ એવું માનતા હતા કે આ ક્રેડિટ રિવર્સલ માત્ર એક્સેમ્પ્ટ સપ્લાય માટે કરવાનું હોવાથી NIL રેટેડ માલ કે સેવા માટે ના ઇનવર્ડ સપ્લાય ની ક્રેડિટ મળી શકે. આ માન્યતા ખોટી છે. NIL રેટેડ માલ તથા સેવા સપ્લાય માટેની ઇનવર્ડ સપ્લાય ની ક્રેડિટ પણ રિવર્સ કરવાની રહે. આ માટે આપણે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એક્ટ, 17 ની કલમ 2(47) માં આપેલ વ્યાખ્યા જોવી જોઈએ.

 

2(47)        “exempt supply” means supply of any goods or services or both which attracts nil rate of tax or which may be wholly exempt from tax under section 11, or under section 6 of the Integrated Goods and Services Tax Act, and includes non-taxable supply;

ઉપર ની એક્સેમ્પ્ટ સપ્લાય ની વ્યાખ્યા માં NIL રેટેડ ગુડ્સ નો પણ સમાવેશ થઈ ગયો હોવાથી નીલ રેટેડ માલ તથા સેવાઓ ઉપર પણ ઇનવર્ડ સપ્લાય ની ક્રેડિટ રિવર્સ કરવાની રહે.

error: Content is protected !!