જી.એસ.ટી. કાઉન્સિલે જાહેર કરેલ સુધારા ક્યારથી લાગું પડશે ? જીએસટીના અમુક વાયરલ થયેલા મેસેજની સમજુતી માટે ખાસ લેખ..

Spread the love
Reading Time: 3 minutes

32મી જીએસટી કાઉન્સિલની મીટીંગ નાના વેપારીઓ માટે બહુ સારા સમાચાર લાવી એ પ્રકારના વોટ્સએપ મેસેજ, ટીવી અને સમાચાર પત્રમાં આપે બધાએ વાચ્યા જ હશે.
આનો ખરો ફાયદો કેટલા અંશે અને કેટલા સમયે મળશે તેનો જીએસટી કાયદાની કલમો અને નીયમો સાથે આપણે મુદાસર વર્ગીકરણ કરીએ.

સમજવાની શરૂઆત કરીએ તે પહેલાં એક વાત સમજી લઈએ કે કાયદો નોટીફીકેશનથી ફરી ના શકે નોટીફીકેશનથી ફકત નીયમો માં ફેરફાર કે કાયદાને આધીન નવા નીયમો બનાવી શકાય

હેડલાઈન 1) કોમ્પોઝીશન ની મર્યાદા 1.5 કરોડ 01.04.19 થી

આ ફેરફારની જાહેરાત નવેમ્બર 17 માં મળેલ જીએસટી કાઉન્સિલની મીટીંગમાં મા કરવામાં આવી હતી અને તેની જે તે વખતે હેડલાઈન બની જ હતી પંરતુ જીએસટી એકટમા સેકશન 10 માં નાખેલ શરત મુજબ આ મર્યાદા જીએસટી કાઉન્સિલ 1 કરોડથી ઉપર લઈ જઈ શકે તેમ ના હતી જેથી દેશની લોકસભા અને વીધાનસભામા સુધારો પસાર થતા 9 મહીના જેટલો સમય લાગી ગયો. જુની જાહેરાતને લીધે ઘણા વેપારીઓ નું ટર્નઓવર 1 કરોડથી વધી ગયું હોવા છતાં 1.5 કરોડના વહેમમાં કોમ્પોઝીશનનો ટેક્ષ ભરે રાખ્યો જે ખરેખર 1 કરોડ થાય ત્યારથી જ રેગ્યુલર વેપાર કરનાર ગણાય જાય છે અને રાબેતા મુજબનો ટેક્ષ ભરવા જવાબદાર છે હવે તે સુધારો 01.04.19 ના વર્ષ માટે તા. 01.02 19 ના રોજ નોટીફીકેશન આપી લાગું કરવામાં આવશે

હેડલાઈન 2) કોમ્પોઝીશન વારાને વાર્ષિક ફક્ત એક જ રીટર્ન ભરવું પડશે

આ પણ એડવાન્સમાં કરેલ એક જાહેરાત જ છે. ખરેખર આ લોકસભા અને વીધાનસભાને કરેલ ભલામણ જ છે કે કાયદામાં ફેરફાર કરી આપો
સેકશન 39(2) મુજબ આવા વેપારીઓ એ દર ત્રણ મહીને રીટર્ન ભરવું ફરજિયાત છે જે નો સુધારો નોટીફીકેશનથી  થઈ શકે નહિ. એટલે આ સુધારાને લાગુ કરતા પહેલાં કાયદામાં સુધારો કરવો પડશે. અને આમા પણ ટેક્ષ તો ત્રણ મહીને ભરવાનો જ છે એટલે ખાસ કોઈ ફેર નથી પડવાનો. ફકત રીટર્ન વર્ષે ભરવાની વાત આ જાહેેેરાત માં છે.

 

હેડલાઈન 3) ટર્નઓવરની મર્યાદા 40 લાખ

જીએસટીની સેકશન 22(1) મુજબ ટર્નઓવરની મર્યાદા 20 લાખ નક્કી કરેલ છે. ઉપર જણાવ્યા મુજબ ડાયરેક નોટીફીકેશનથી કાયદા માં ફેરફાર કરી શકાય નહિ. એટલે આ પણ જીએસટી કાઉન્સિલની જીએસટી કાયદો લોકસભા અને વીધાનસભામા સુધારવાની ફકત ભલામણ જ છે.  આમાં પણ શબ્દોની માયાજાળ ગોઢવી હોય એવું ભ્રમીત થાય છે.  માલ માટે 20 લાખથી 40 લાખની રાજ્યો નક્કી કરે તે મુજબ મર્યાદા નક્કી કરી શકશે. જીએસટી કાયદાનું એક દેશ, એક કાયદો, એક ટેક્ષ ના સુત્રને અહીં પુર્ણવીરામ મળી રહ્યો છે.

બીજું ખાસ નોધવાનુ કે સર્વિસની મર્યાદામાં કોઈ પણ પ્રકારે ફેરફાર કરેલ નથી. તે 20 લાખ યથાવત રાખેલ છે. જે આપણને વેટ અને સર્વિસ ટેક્ષ કાયદાની અલગ અલગ લીમીટ યાદ અપાવી જાય છે

હેડલાઈન 4) 50 લાખ સુધી સર્વિસ માટે કોમ્પોઝીશન નો 6% દર

જીએસટી કાયદાની સેકશન 10 મુજબ હાલ ફક્ત રેસ્ટોરન્ટના વેપારીઓ જ સર્વિસ આપતા હોવા છતા કોમ્પોઝીશનમાં જઈ શકે છે. બીજા કોઈ સર્વિસ આપનાર કોમ્પોઝીશનમાં જઈ શકતાં નથી. એટલે આ પણ લોકસભા વીધાનસભામા સુધારા માટેની ભલામણ છે જે પસાર થયે અમલમાં આવી શકે. આમાં બીજો ઈશ્યુ રાજ્ય બહાર સર્વિસ આપનાર માટે થશે તે આ સ્કીમમાં જોડાઇ નહી શકે

હેડલાઈન 5) આ બધા ફેરફાર 01.04.19 થી લાગું પડશે

ઉપર જણાવ્યા મુજબ આ ફેરફાર જો 01.04.19 લાગું કરવા હોય તો ફરજિયાત લોકસભા અને દેશની દરેક વીધાનસભામા પસાર કરાવવા પડે તે પણ લોકસભાની ચુટણીની તારીખોની જાહેરાત થાય તે પહેલાં 01.02.19 એ લોકસભાનુ છેલ્લુ સત્ર છે અને 15 ફેબ્રુઆરી આસપાસ ચુટણીની તારીખો જાહેર થવાની શક્યતા છે. ગત સુધારા પસાર થવામાં જોયેલ સમય જોતાં ચુટણીની તારીખ પહેલા આ સુધારા પસાર કરાવવા થોડું કપરું કામ હોય એવું દેખાઈ રહ્યું છે

આમ જોતાં બની શકે કે આ સુધારા 01.04.2020 થી લાગું પડે

હેડલાઈન 6) મફત એકાઉન્ટીગ સોફ્ટવેર

99% વેપારીઓ એકાઉન્ટીગ જાતે લખતાં નથી અને સલાહકાર પાસે રીટર્ન ભરાવે છે. તેનાં માટે એકાઉન્ટ પોતાની ઓફિસમાં અથવા આઉટસોર્સિંગ થી કામ આપેલ હોય છે. એટલે આવો મફતમાં આપેલ સોફ્ટવેર નો વપરાશ બહુ ઓછો થશે તે નક્કી છે.

હેડલાઈન 7) રીયલ એસ્ટેટ ને કોમ્પોઝીશન માટે ગૃપ ઓફ મીનીસ્ટરને ભલામણ

આ સુધારા માટે ની ભલામણ ચુટણી પહેલાંની આવનાર છેલ્લી જીએસટી કાઉન્સિલની મીટિંગ પહેલાં આવી જશે તો લાગું થશે

હેડલાઈન 8) કેરળમાં સેશ ની ભલામણ

કુદરતી આપદા માટે કરેલ આ ખાસ જોગવાઈ પણ એક દેશ એક કાયદો એક ટેક્ષ ના વીચારને પુર્ણવીરામ મુકે છે

આમ આ વખતની જીએસટી કાઉન્સિલે મોટાભાગે કાયદો સુધારવા માટેની લોકસભા અને વીધાનસભાને કરેલ ભલામણ જ છે જે સુધારા સમયસર પસાર થશે તો જ 01.04.19 લાગું પડશે

પ્રસ્તુત લેખમાં મારો અંગત અભિપ્રાય હોય આપના સલાહકાર પાસે પુર્ણ માહિતી મેળવી લેવી

લલીત ગણાત્રા, પ્રેસ રીપોર્ટર, ટેક્ષ ટુડે

error: Content is protected !!