શું ટેક્ષટાઇલ ઉપરથી જીએસટી નીકળી જશે ? સુત્રોના આધારે પ્રસારીત થતાં સમાચારોનું અફવાઓનું બજાર ગરમ છે…

Spread the love
Reading Time: 2 minutes

તા. 14.02.19
અમુક મીડિયામાં સુત્રોની માહિતીના આધારે એવા સમાચાર ફરતા થયા છે કે ટેક્ષટાઇલ સેકટર પરથી જીએસટી નીકળી જશે. આ પ્રકારના સમાચાર દરેક પ્રીન્ટમીડિયા અને વોટ્સએપ ઉપર આપણે વાચ્યા જ હશે

આ સમાચાર સાચા છે કે ખોટા તેના ઉપર આપણે વાત કરીએ.

સર્વ પ્રથમ જે ન્યૂઝ મીડિયા દ્વારા આ સમાચાર આપવામાં આવ્યા હતાં તેમાં એવી માહિતી આપવામાં આવતી હતી કે કેબિનેટ તે અંગે નીર્ણય લેશે.

આપણે બધા જાણીએ છીએ કે જીએસટી માં રેઈટ કે માફી જેવાં કોઈપણ પ્રકારના ફેરફાર કરવાની સત્તા કોઈ કેબિનેટને આપવામાં આવેલ નથી. ફકત જીએસટી કાઉન્સિલ જ આવાં નીર્ણય લઈ શકે.

બીજું જો જીએસટી કાઉન્સિલ આ અંગે નીર્ણય લેવાની હોય કે ટેક્ષટાઇલ સેકટર ને ટેક્ષમા થી મુક્તિ આપવી તો તે અત્યારે જે 5 ટકા કાપડ ઉપર ટેક્ષ છે તેના કરતાં પણ મોટી નુકશાની વેપારીઓને જવાની. અત્યારે 5 ટકા ટેક્ષ અને ખરીદી ના રો(કાચા માલ ઉપર) મટીરિયલમાં એવરેજ 18 ટકા ટેક્ષ ખરીદી સમયે ચુકવેલ છે તેનું રીફંડ મળવા પાત્ર છે. જો માફી જાહેર થાય તો અત્યારે જે Inverted Rate Structure નું રીફંડ મળે છે તે મળતું બંધ થઈ જાય કેમકે માફી પાત્ર માલ ઉપર રીફંડ મળી શકે નહિ અને બધો ટેક્ષ ખર્ચ ગણવો પડે અને જતો કરવો પડે.

હવે આપણે વીચાર કરીએ કે તો પછી તે જાહેરાત હતી કે ગવર્નમેન્ટ વીચારી રહી છે કે જીએસટી નો ટેક્ષ પરત આપવો તે શું હોઈ શકે અને કઈ રીતે હોઈ શકે.

અમારા સમજવા અને માનવા મુજબ આ એક પ્રકારે નવી ટેક્ષટાઇલ પોલીસી કે નવી કોઈ સીસ્ટમ બનાવી જીએસટી માં જે ટેક્ષ ટેક્ષટાઇલ ઉપર વસુલ થયેલ છે તે રીમ્બર્સ કરવો.ચુટણીનું વર્ષ હોય આવું સેન્ટ્રલ ગવર્મેન્ટ વીચારી રહી હોય એવું બની શકે એટલે કે જીએસટી કાયદામાં કોઈપણ પ્રકારે ફેરફાર કર્યા વગર મળેલ ટેક્ષ પરત આપવો. જે આપણે રીટર્ન ભરીએ છીએ તે ભરવાનો જ રહેશે એવું અમારૂં વ્યક્તિગત માનવું છે.
આ બધા મેસેજ સુત્રો આધારીત છે એટલે જ્યારે સરકારશ્રી તરફથી વીગત આવ્યે જ સાચી ખબર પડે.

 

અને બીજી એક વાત કરીએ તો
ટેક્ષટાઇલ ઉધોગની વચ્ચેની એક કડીને જીએસટીમાંથી બાકાત કરવું હવે શક્ય નથી કેમ કે જો એક કડી વચ્ચેથી તુટે તો આખી સાકળ તુટી જાય અને જો વચ્ચેની કડી ઉપરથી ટેક્ષ માફી આપે તો સરવાળે ડબલ ટેક્ષ ભરવાની જવાબદારી એન્ડ યુઝર્સને આવે.

ઉદાહરણ તરીકે માની લો કે ગ્રે કાપડ ઉપર માફી જાહેર થઈ તો તેનો વેપાર કરતાં વેપારીઓને તેની ખરીદીનો બધો ટેક્ષ ખર્ચ તરીકે ગણવો પડે કેમ કે તે ટેક્ષ ખરીદી કરનાર પાસેથી વસુલ ના કરી શકે. હવે સીલાઇ કરેલ કાપડ એટલે કે રેડીમેઈડ ગારમેન્ટ ઉપર ટેક્ષ વેટ વખતે પણ હતો તે યથાવત રહે તો તેને ઈનપુટ તરીકે ખરીદી ઉપર ટેક્ષ આવ્યો ના હોય અને વેચાણ ઉપર નવો ટેક્ષ ભરવાનો રહે એટલે એન્ડ યુઝર્સને ડબલ ટેક્ષશન થાય. આવો ફેરફાર કરવો જીએસટી કાઉન્સિલ માટે અત્યારે શક્ય નથી એવું અમારું માનવું છે

આ લેખમાં જણાવેલ વીગતો તે અમારું વ્યક્તિગત મંત્વય છે.
લલીત ગણાત્રા જેતપુર- ટેકસ ટુડે, પ્રેસ રીપોટર ટેક્ષ ટુડે ગૃપ

error: Content is protected !!