શું ટોલ પ્લાઝા ઉપર 3 મિનિટ થી વધુ સમય ટોલ નાકા ઉપર રાહ જોવી પડે તો માફ થઈ જાય ટોલ??? ના, વાંચો આ અંગે ની વિગતો એક R.T.I. માં થયેલ ખુલાસા ઉપર થી….

Spread the love
Reading Time: < 1 minute

ઉના, તા: 27.05.2019: ટેક્સ ટુડે ના જેતપુર ખાતેના પત્રકાર તથા એડવોકેટ લલિત ગણાત્રા દ્વારા નેશનલ હાઇ વે ઔથોરિટી ઓફ ઈન્ડિયા ને જાહેર હિત માં R.T.I. કાયદા હેઠળ અમુક ચોક્કસ માહિતી મેળવવા અરજી કરેલ હતી. આ અરજી માં મુખ્યત્વે નીચેના પ્રશ્નો કરવામાં આવ્યા હતા. આ પ્રશ્નો ઉપર ના જવાબ તેઓને 27 મે 2019 ના રોજ સદરહુ ઓથોરીટી દ્વારા આપવામાં આવ્યો છે. લોક હિત માં આ જવાબો વાચકો સમક્ષ રજુ કર્યા છે.

ક્રમ પ્રશ્ન જવાબ
1 શું ટોલ પ્લાઝા માં બાર કાઉન્સીલ માં નોંધાયેલ એડવોકેટ ને કોઈ મુક્તિ મળે છે? ના
2 બે ટોલ પ્લાઝા વચ્ચે ઓછા માં ઓછું કેટલું અંતર હોવું જોઈએ? NH ફી નિયમો 2008 હેઠળ, એક જ સેક્શન તથા દિશા ના બે ટોલ નાકા વચ્ચે 60 કી.મી. થી ઓછું અંતર હોવું જોઈએ નહીં. જો કે યોગ્ય સત્તાધિકારી આ 60 કી.મી. ના અંતર માં બે ટોલ પ્લાઝા ની મંજૂરી જરૂર જણાય ત્યાં આપી શકે છે.
3 NHAI ના ટોલ પ્લાઝા પર કોઈ એવો નિયમ છે કે જ્યાં અમુક મહતમ સમય સુધી લાઇન માં કોઈ વાહન ઊભું રહે તો તેમને ટોલ ભરવામાથી મુક્તિ મળે છે? ના, આ પ્રકાર ની કોઈ મુક્તિ ટોલ માં થી મળતી નથી. આ અંગે નો એક ખુલાસો 20.07.2017 ના રોજ બહાર પાડવામાં આવ્યો છે.

 

            આ મુદ્દાઓ માં ના મુદ્દા નંબર 2 તથા 3 જાહેર હિતમાં ખૂબ જરૂરી છે. 60 કી.મી. થી ઓછા અંતર માં એક થી વધુ ટોલ પ્લાઝા હોય શકે નહીં. ધણી વાર એ બાબતે ચર્ચાઓ સોશિયલ મીડિયા ઉપર કરવામાં આવતી હતી કે 3 મિનિટ થી વધુ સમય જો વાહન ને ટોલ પ્લાઝા ઉપર રાહ જોવાની રહે તો તેમને ટોલ ભરવામાં થી મુક્તિ મળી જાય છે. આ માહિતી પણ ઉપરોક્ત RTI થી ખોટી સાબિત થાય છે. ટેક્સ ટુડે જેતપુર ના એડવોકેટ લલિત ગણાત્રા ને જાહેર હિત માટે આ પ્રકાર ની અરજી કરવા બદલ અભિનંદન પાઠવે છે.

ભવ્ય પોપટ, એડિટર ટેક્સ ટુડે

error: Content is protected !!