શું તમારું પાનકાર્ડ આધારકાર્ડ સાથે લિંક છે ?? જો નહીં તો આજે જ કરાવો લિંક !!

Spread the love
Reading Time: 2 minutes

તા:- 17/12/2018…… સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટ દ્વારા એક મહત્વ ના ચુકાદા માં એ જાહેર કરવામાં આવ્યું છે કે બેન્ક સાથે કે મોબાઈલ સાથે આધાર કાર્ડ લિન્ક કરવા ફરજ પાડી શકશે નહીં. પરંતુ પાન કાર્ડ સાથે આધાર લિન્ક કરવું ફરજિયાત રહેશે. આ લીંકિંગ 31 માર્ચ 2019 સુધી માં કરવું ફરજિયાત છે.  જો પાનકાર્ડ અને આધારકાર્ડ લિંક નહીં હોય તો કરદાતા ને અનેક મુશ્કેલીઓ પડી શકે છે. તો આજે જ તમારા પાનકાર્ડ ને આધારકાર્ડ સાથે લિંક કરાવો. પાનકાર્ડ ને આધારકાર્ડ સાથે લિંક કરવા માટે ની છેલ્લી તા:-31/6/2018 હતી. જે હવે સેંટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્ષસીસ (CBDT) દ્વારા વધારી ને અંતિમ તા :-31/3/2019 કરવામાં આવી છે.

પાનકાર્ડ ને આધારકાર્ડ સાથે લિંક નહીં કરવામાં આવે તો અનેક મુશ્કેલી થઈ શકે જેમ કે,

1) ITR ફાઇલ કરવામાં મુશ્કેલી થઈ શકે છે.

2) રિફંડ અટકી શકે છે.

3) તમારું પાનકાર્ડ invalid થઈ શકે છે.

            આધારકાર્ડ ને પાનકાર્ડ સાથે લિંક કરવા માટે આધારકાર્ડ અને પાનકાર્ડ ની વિગતો સરખી હોવી જરૂરી છે. જો આ વિગતો સરખી નહીં હોય તો આધારકાર્ડ પાનકાર્ડ સાથે લિંક થશે નહીં. નામ, જન્મતારીખ, જાતિ (MALE/FEMALE/OTHER), અટક, વગેરે માં ફેર હોઈ તો આધાર કાર્ડ લિન્ક થશે નહીં. પરંતુ કયારેક નામ ની નાની – નાની ભૂલો ને નજરઅંદાજ કરી ને સિસ્ટમ પાન આધાર ને લિંક કરી દે છે.

આપનું પાન અને આધાર લિંક કરાવવા આજે જ તમારા ટેક્સ એડ્વોકેટ-CA તથા કન્સલ્ટન્ટ નો સંપર્ક કરો અથવા જાતે નીચેની પ્રક્રિયા કરી આધાર પાન લિંક કરો :

  • લિંક કરવા માટે નીચે પ્રમાણેની કરો વિધિ:-
  • પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરવા કરવેરા વિભાગ ની ઇ-ફાઇલિંગ વેબસાઇટ www.incometaxindiaefiling.gov.inપર જાઓ.
  •  અહીં તમારી ડાબી તરફ દેખાઇ રહેલીલિંક્ની માહિતીમાં બીજા નંબર પર દેખાઇ રહેલા લાલ રંગમાં ‘Link Aadhaar’ પર ક્લિક કરો. જો તમારુ income tax ની સાઇટ પર રજીસ્ટર થયેલ હશે તો તમારે LOGIN કરી નેઆધારકાર્ડ લિંક કરવાનું રહેશે ,અને જો તમારું income tax ની સાઇટ પર રજીસ્ટર થયેલું નહીં હોય તો તમેહોમપેજ પરથી જ આધારકાર્ડ ને પાનકાર્ડ સાથે લિંક કરી શકો છો.
  • login કરતાની સાથે જ પેજ ખુલશે. ઉપર દેખાઇ રહેલી બ્લૂ સ્ટ્રિપમાં પ્રોફાઇલસેટિંગ પસંદ કરો. પ્રોફાઇલ સેટિંગમાં તમને આધાર કાર્ડ લિંક કરવાનો વિકલ્પ દેખાશે.તેને સિલેક્ટ કરો.
  • અહીં આપેલ સેક્શનમાં તમારો આધાર નંબર અને કેપ્ચર કોડ ભરો અને માહિતી ભર્યા બાદ નીચેદેખાઇ રહેલા લિંક આધાર ઓપ્શન પર ક્લિક કરો.
  • મોબાઇલ દ્વારા પણ કરી શકો છો લિંક :


1)  મોબાઇલ દ્વારા પણ પાનકાર્ડ ને આધારકાર્ડ સાથે લિંક કરીશકાય છે.

2)  તેના માટે SMS આધારિત સર્વિસનો ઉપયોગ કરી શકો છો.એ માટે મોબાઇલના મેસેજ બોક્સમાં જઇને ટાઇપ કરો UIDPAN<12 આંકડાનો આધાર નંબર><10 આંકડાનો PAN નંબર>પછી તેને પોતાનાં રજીસ્ટ્ર્ડ મોબાઇલ નંબર પરથી 567678 અથવા 56161 પર મોકલી આપો.

 જો ઉપરોક્ત પ્રક્રિયા કરતાં જો આધાર પાન લિંક ન થાય તો https://uidai.gov.in/ આ વેબસાઇટ દ્વારા આધાર માં સુધારો કરાવો જો પાનકાર્ડ માં ફેર હોય તો આ લિંક related:https://www.onlineservices.nsdl.com/paam/endUserRegisterContact.html pan card પર જઈ તમે સુધારો કરી શકો છો.   ડોલી ચૌહાણ – રિપોટર ટૅક્સ ટૂડે

error: Content is protected !!