શું તમે નાણાકીય વર્ષ 2017-18 નું GSTR2A ચેક કર્યુ ? ભુલો સુધારવાની છેલ્લી તક માર્ચે 2019 નું રીટર્ન
તા. 06.03.19
નાણાકીય વર્ષ 17-18 માં રીટર્ન ભર્યા છે અને તેમાં આપણી કોઈ ભુલ થઈ છે જેવીકે GSTR1 માં વેચાણ B2B નું હતું પણ ભુલથી B2CS માં નખાઇ ગયું છે અથવા B2B માં અપલોડ થયેલ બીલમા જીએસટી નંબર બીજી પાર્ટી નો નખાઇ ગયો છે કે આવી અન્ય ભુલો થવા પામી છે
અથવા આપણી ખરીદી 2A માં બતાવતી નથી. આપણને વેચાણ કરનાર પાર્ટીએ આપણી ખરીદીના કેસમાં ભુલો કરેલ છે અને તે બીલ GSTR2A માં બતાવતું નથી તે ઉપરાંત GSTR3B માં આપણી ખરીદીની ઈનપુટ રહેવાની બાકી રહી ગ ઈ છે તો આવાં દરેક કેસોમાં સુધારો કરવાની છેલ્લી તારીખ પહેલાં સપ્ટેમ્બરનું રીટર્ન હતું જે હવે આવાં સુધારા માટે સર્કયુલર દ્વારા તારીખ વધારીને માર્ચે 2019 નુ રીટર્ન ની તારીખ કરવામાં આવી છે.
તો શું તમે નાણાકીય વર્ષ 17-18 નું GATR2A ચેક કર્યુ ? નથી કર્યુ તો આજે જ ચેક કરી લો અને
શું કોઈ ખરીદીનું બીલ તમને બતાવતું નથી ? જો જવાબ હા માં છે તો આજે જ વેચનાર પાર્ટીનો સંપર્ક કરી તેને તે બીલ અપલોડ કરવા કે થયેલ ભુલ સુધારવા માટે જાણ કરી દો
આ છેલ્લી તક છે આનાં પછી આવાં સુધારા કરી શકાશે નહીં
જો GSTR2A માં બીલ નથી તો એસેસમેન્ટ સમયે બહુ મોટા પ્રશ્નો ઉપસ્થિત થશે તે નક્કી છે.
આ લેખ દરેક વેપારીઓને સ્પર્શતો હોય આપના સંપર્કના દરેક વેપારીઓને ફોર્વડ કરવા વીનંતી
લલીત ગણાત્રા, એડવોકેટ, ટેક્ષ ટુડે ગૃપ, જેતપુર