શું તમે ભારત બહાર અવાર-નવાર જાવ છો???? તો માત્ર COVID-19 વિષે જ નહીં ઇન્કમ ટેક્સ હેઠળ રેસિડેન્શિયલ સ્ટેટસ વિષે પણ જાણવું છે જરૂરી

Spread the love
Reading Time: 4 minutes

By CA ચિંતન પોપટ, બરોડા-ઉના-દીવ

COVID-19 ની આ વિકટ પરિસ્થિતી નો સામનો આજે સંપૂર્ણ વિશ્વ કરી રહ્યું છે. લોકડાઉન ના કારણે સમગ્ર વિશ્વના અર્થતંત્ર ને ખૂબ મોટા પ્રમાણમા નુકસાન થશે તે બાબત ચોક્કસ છે. આ દરમ્યાન આપણે સૌ ઘરમાં રહીએ સ્વસ્થ રહીએ તેવી આશા. મિત્રો, NRI એટલેકે નોન રેસિડ્ંટ ઇંડિયન માટે ઇન્કમ ટેક્સ ભરવાની જવાદરી કેવી રીતે આવે આ અંગે અવાર નવાર અસીલો તરફથી પ્રશ્નો કરવામાં આવતા હોય છે. દીવ ના ઘણા રહીશો વિદેશોમાં નોકરી માટે જતાં હોય છે. આ સૌ દ્વારા અમુક પ્રશ્નો અવાર નવાર કરવામાં આવતા હોય છે. તો આ પ્રશ્નો વિષે નો આ લેખ લખ્યો છે. આશા રાખું છું કે આ લેખ આપના માટે ઉપયોગી નીવડશે.

 

૧. શું મહત્વ છે આ રેસિડેન્શિયલ સ્ટેટસ નું ઇનકમ ટેક્સ માટે?

–           રેસિડેન્શિયલ સ્ટેટસ પરથી ઇનકમ ટેક્સમાં કરદાતાનીટેક્સ ની જવાબદારી નિશ્ચિત થાઈ છે. એટલે     કે સરળ ભાષામાં કહીયે તો,કઈ-કઈઆવક પર કરદાતા ટૅક્સ ભરવા જવાબદાર થાય એ         રેસિડેન્શિયલ સ્ટેટસ ઉપરથી નક્કી કરવામાં આવે છે.

–           આ રેસિડેન્શિયલ સ્ટેટસ તેવા કરદાતા માટે ખૂબ મહત્વ ધરાવે છે, જેમને ભારત બહાર જવાનું      થયું હોય અથવા થતું હોય.અન્ય શબ્દો માં કહીએ તો જે કરદાતાસંપૂર્ણ વર્ષ ભારત માં જ રહે            છે,એમને આ પ્રકારની તકેદારી રાખવાની જરૂરિયાત ઉપસ્થિત થતી નથી.

–           જે વ્યક્તિ ભારત માં આવન જાવન કરે છે એમને દરેક વર્ષ માટે આ રેસિડેન્શિયલ સ્ટેટસ ની    ગણતરી કરવી જરૂરી બને છે.

 

૨. ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ કેટલા પ્રકારના રેસિડેન્શિયલ સ્ટેટસ હોઈ છે?

–           ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ કુલ 3 પ્રકારનારેસિડેન્શિયલ સ્ટેટસ હોઈ છે:

સામાન્ય રેસિડેન્ટ(Ordinary Resident),

નોન-રેસિડેન્ટ(Nonresident) અને

નોટ ઓર્ડિનરી રેસિડેન્ટ(ResidentButNotOrdinaryresident).

–           ટૅક્સનું ભારણ ઉપરના દરેક સ્ટેટસ માટે વત્તા ઓછા અંશે અલગ અલગ છે, આ કારણ માટેજ             આપણે રેસિડેન્શિયલ સ્ટેટસ સમજવું જરૂરી છે.

–           (આ ઉપર જણાવેલ પ્રકાર માત્ર ઇનકમ ટૅક્સ કાયદા માટે જ ધ્યાનમાં લેવામાં આવે છે, બીજા કાયદા જેવા કે ForeignManagmnetRegulationAct (FEMA),CitizenshipAct વિગેરે ના          નિયમો અલગ છે.)

–           આ માટે ખાસ જાણવાનું કે કોઈ એક વ્યક્તિ એક કે તેથી વધારે દેશોમાં પણ રેસિડંટ હોઈ શકે.

 

૩. હું એક “સી મેન” (SeaMen) છું. હું ભારત બહાર મારી નોકરી માટે ભારત બહાર જાવ છું. હું ક્યારે ઓર્ડિનરી રેસિડેન્ટ ગણાવ?

–           આવક વેરા કાયદા ની કલમ 6 મુજબ:

  1. A. કોઈ વ્યક્તિ,નાણાકીય વર્ષ દરમિયાન ભારતમાં ૧૮૨ દિવસ કે તેનાથી વધુ વસવાટ કરે

અથવા

  1. B. જે તે ફાઇનાન્સિયલ વર્ષમાં ૬૦ દિવસઅને તે નાણાકીય વર્ષ અગાઉના૪ વર્ષમાં જો ૩૬૫ દિવસ નો વસવાટ ભારતમાં હોય.

–           આ ઉપર દર્શાવેલ શરતો,જોભારતીય નાગરિક અથવાતો ભારતીય મૂળ ની વ્યક્તિ, અગર કોઇ           ભારતીય બોટ/વહાણ માં ખલાશી તરીકે અથવા તો કોઇનોકરી કરવા માટે ભારત બહાર જાય તો,શરત- B માં ૬૦ દિવસની બદલે ૧૨0 દિવસ ગણવામાં આવશે.(આ શરતમાં નાણાકીય વર્ષ 2020-21 (01.04.2020 થી) થી 120 દિવસ કરવામાં આવ્યા છે. અગાઉ આ શરતમાં 182 દિવસ   હતી.)

 

૪.ફાઇનાન્સ એક્ટ૨૦૨૦થી રેસિડેન્શિયલ સ્ટેટસમાં ફેરફરોના કારણે શું અસર થશે?

–           FinanceAct ૨૦૨૦, મુજબ હવે આ ૬૦ દિવસની(જવાબ નંબર ૩-B માં દર્શાવેલ ૬૦ દિવસની જગ્યાએ ૧૨૦ દિવસ (જે પેહલા ૧૮૨ દિવસ હતા) ગણવાનો નિયમ લાગુ કરવામાં આવેલ છે. ટૂંકમાં એમ કહી શકાય કે જો ભારતીયનાગરિક અથવા તો મુળ ભારતીય માટે માત્ર ઉપર જણાવેલ શરતોમાં માત્ર પેહલી શરત (૧૮૨ દિવસવાળી) ચકાશવાની જરૂરિયાત હતી. હવે બદલાયેલા નિયમ માં શરત B પણ કરદાતાઓએ ચેક કરવી પડશે.

 

૫.ફાઇનાન્સ એક્ટ ૨૦૨૦ ના ફેરફારથી કોને અસર પડશે ?

–           ઉપર જણાવેલ મુજબ જે ભારતીય નાગરિક અથવા તો મુળ ભારતીય, અગર કોઈ ભારતીય બોટ/વહાણમાં ખલાશી તરીકે અથવા તો કોઈ નોકરી કરવા માટે ભારત બહાર જાય તો,શરત જવાબ નંબર ૩B માં ૬૦ દિવસની બદલે ૧૨૦ દિવસ ગણવામાં આવશે(જે પેહલા ૧૮૨ દિવસ હતા). જેનાથી  હવે વધારે નોકરિયાત લોકો ટૅક્સ ના દાયરામાં આવી શકે છે.

 

૬. શું NRI તરીકે નિયમોમાં કોઈ એવા ફેરફાર છે જે અમારે જાણવા ખૂબ જરૂરી હોય?

–           ઉપર જણાવ્યા ઉપરાંત, એક વધારાની જોગવાય કરવામાં આવી કે,

  • જો કોઈ ભારતીય નાગરિક,
  • ભારતમાં નોનરેસિડંટ હોય, (ઉપર દર્શાવેલ ભારતમાંવસવાટના દિવસો ને ધ્યાનમાં ના લેતા)
  • તેની વિદેશની આવક સિવની આવક જો ૧૫ લાખ અથવા તો તેનાથી વધારે હોઈ,અને
  • આ આવક પર અન્ય કોઈ દેશેમાં કરપાત્ર ના થતી હોય તો આવીઆવક પરભારતમાં કર લેવામાં આવશે.

આમ, ઉપર દર્શાવેલ દરેક પરિસ્થિતી એક સાથે ઉપસ્થિતિ જણાય તો આવી આવક પર, ભલે ભારત માં જે તે  વર્ષમાં વસવાટ ન હોઈ તો પણ આ આવક પર કર લેવામાં આવશે.

૭. તો શું દરેક ભારતીય નાગરિક જે નોકરી માટે અથવા તો ભારતીય બોટમાં/વહાણ ખલાશી તરીકે ભારત બહાર જશે તો એમને ઇનકમ ટૅક્સ રિટર્ન ભરવું ફરજિયાત બનશે ?

–           અમારા મત મુજબ જ્યારે પણ ભારતીય નાગરિક દેશ બહાર નોકરી માટે જાઇ તો રેસિડેન્શિયલ સ્ટેટસ ની જોગવાઇ ની ગણતરી ચોક્કસ કરવી જોઈએ. જો તેઓ, ઇન્કમ ટેક્સ કાયદા મુજબ કરપાત્ર બનતા હોય તો ઇનકમ ટૅક્સ નું રિટર્ન ભરવું ફરજિયાત છે. હાલ, એક “ટ્રેન્ડ” શરૂ થઈ રહ્યો છે કે દરેક    NRI પોતાના ટેક્સ કન્સલ્ટન્ટ રાખી સંપૂર્ણ વર્ષ તેની સેવાનો લાભ વિડીયો કોનફરન્સ દ્વારા મેળવતા      હોય છે. આ ઉપરાંત ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવું ફરજિયાત ના હોય છતાં જો ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવા      માં આવે તો કરદાતા ને નીચેના કારણો થી ઉપયોગી બનતા હોય છે.

  • બૅન્ક લોન મેળવવા;
  • કોઈ નવા ધંધા ની શરૂઆત માટે ક્યારેક મોટી કંપનીઓ હિસાબો સાથે રિટર્ન માંગે છે;
  • વ્હાઇટ ઇનકમ માટે રિટર્ન દર વર્ષે ભરવું આવશ્યક છે;
  • નેટ વર્થ સર્ટિફિકેટ બનાવવા વિગેરે…..
  • અમૂક મર્યાદા ઉપરની પોલિસી લેવા, રોકાણ કરવાં, શેર માર્કેટમાં રોકાણ કરવા વિગેરે ….

૮. આ બજેટ ૨૦૨૦માં, એવી કોઈ જોગવાઇ કરવામાં આવેલ છે જેમાં પાસપોર્ટ નંબર ઇનકમ ટેક્સ રિટર્ન માં દર્શાવો ફરજિયાત છે ?

–           હાં, આ વખતથી, ઇન્કમ ટેક્સ રિટર્ન માં પાસપોર્ટ નંબર આપવો ફરજોયત બનાવવામાં આવ્યો છે.      આ કારણે સરકાર, દેશ બહાર જતાં અને આવતા વ્યક્તિઓના ભારતમાં વસવાટ ના દિવસો      ગણવા અંગેની પાસપોર્ટ અધિકારી પાસે થી માહિતી મેળવી ઇનકમ ટૅક્સ રિટર્ન સાથે   સરખામણી        કરી પૂછપરછકરી શકે.

–           અમારા મંતવ્ય પ્રમાણે, જો ઇનકમ ટૅક્સ રિટર્ન ફાઇલ ના કરેલ હોઈ અને જો કોઈ ઇનકમ ટૅક્સ           ઓફિસર પૂછ પરછ કરતાં કોઈ આવક જણાય જે રિટર્નના ભરવાથી દંડનીય પગલાં લઈ શકે છે.

 

  1. હું દીવ નો વતની છું. મારી આવક નો સ્ત્રોત વીદેશી વહાણ ના “ક્રૂ” તરીકે મળતી આવક છે. આ ઉપરાંત મારૂ ઘર મે ભાડે આપેલ હોય મારી ભાડા ની આવક છે. ઉપરાંત FD ઉપર ની વ્યાજ આવક પણ હું મેળવું છું. હું NRI હોવા છતાં શું આ ભાડા ની આવક તથા વ્યાજ ની આવક ઉપર ટેક્સ લાગે?

-હા, એક વાત સમજવી ચોક્કસ જરૂરી છે કે ભારત માં ઉદ્દભવતી તમામ આવક તમામ માટે (NRI માટે પણ) કરપાત્ર બને છે.

 

અમારી સાથે વાત કરતાં NRI દીપકભાઈ સોમૈયા જણાવે છે કે મારા અંગત અનુભવ મુજબ, રેસિડંટ સ્ટેટ્સ ની ગણતરી તમામ NRI એ કરાવવી જ જોઈએ. આ માટે એક ભારત માં ટેક્સ કન્સલ્ટન્ટ હોવો ખૂબ જરૂરી છે. મારા કન્સલ્ટન્ટ 3000/- થી 12000/- સુધી ની ફી લઈ વાર્ષિક પોતાની સેવા આપતા હોય છે. હું મારા ટેક્સ કન્સલ્ટન્ટ સાથે એપોઈંટમેંટ લઈ વિડીયો કોન્ફરન્સ વડે તેમની સાથે નિયમિત ચર્ચાઓ કરી શકું છું. મારો આગ્રહ છે કે તમામ NRI એ પોતાના ટેક્સ કન્સલ્ટન્ટ ની નિમણૂક કરવી જરૂરી છે.

લેખક ને ca.chintanpopat@gmail.com ઉપર અથવા 9725321700 ઉપર વોટ્સ એપ દ્વારા સંપર્ક કરી શકાય છે.

 

 

error: Content is protected !!