શું નોટબંધી પછી હવે આવી છે લોન બંધી???

Spread the love
Reading Time: 4 minutes

લલિત ગણાત્રા તથા ભવ્ય પોપટ, ટેક્સ ટુડે

મિત્રો, ગઇકાલે તારીખ 22 ફેબ્રુઆરીએ કેન્દ્ર સરકાર દ્વારા નોટિફિકેશન બહાર પાડી, ત્રિપલ તલાક, મેડિકલ કાઉન્સીલ ઓફ ઈન્ડિયા અને અંરેગ્યુલેટેડ ડિપોસીટ બેન કરતાં અધ્યાદેશો બહાર પડ્યા. આ પૈકી ટેક્સ ટુડે ના ઘણા વાચકો ના મેસેજ આવ્યા. તેમનો એક સામાન્ય પ્રશ્ન હતો, શું નોટબંધી બાદ આ લોનબંધી આવી રહી છે???? તો આવો જોઈએ આ અધ્યાદેશ અંગે સામાન્ય ભાષા માં સમાજ.

અધ્યાદેશ ની મુખ્ય બાબતો:

 • આ અધ્યાદેશ નો હેતુ, અનિયમિત ડીપોસીટ સ્કીમ ની ઉપર કાયદાકીય મનાઈ લગાવવા તથા તેમાં રોકાણ કરતાં રોકાણકારો ના હિત ની રક્ષા કરવાનો છે.

 

 • અધ્યાદેશ માં જણાવાયું છે કે આ પ્રકારનો કાયદો પાર્લામેન્ટ માં રજુ કરવા માં આવ્યો હતો પરંતુ, તે પાસ થઈ શક્યો ના હતો. હવે જ્યારે પાર્લામેન્ટ નું સત્ર ચાલુ ના હોય અને મહામુહિમ રાષ્ટ્રપતિ ને એવો સંતોષ હોય કે તેમણે સંજોગો ની ગંભીરતા ના કારણે તાત્કાલિક અધ્યાદેશ દ્વારા આ વિષય ઉપર પગલાં લેવા જરૂરી હોય, આ અધ્યાદેશ લાગુ કરવામાં આવેલ છે. આ અધ્યાદેશ બંધારણ ના અનુછેદ 123 હેઠળ રાષ્ટ્રપતિ ને મળેલ સત્તા નો ઉપયોગ કરી ને બહાર પાડવામાં આવ્યો છે.

 

 • આ અધ્યાદેશ જમ્મુ અને કશ્મીર સિવાય તમામ રાજ્યો ઉપર લાગુ થશે.

 

 • આ કાયદા હેઠળ “ડિપોસીટ” એટ્લે, કોઈ પણ ડિપોસીટ લેનાર વ્યક્તિ દ્વારા મેળવવા માં આવેલ પૈસા (વસ્તુ સ્વરૂપ ને બાકાત રાખેલ છે), જેને, એડવાન્સ, લોન કે અન્ય કોઈ પણ નામ થી લેવામાં આવેલ હોય, અને ભવિષ્ય માં કોઈ પણ સ્વરૂપે (વસ્તુ, સેવા કે રકમ માં) કોઈ નિશ્ચિત કે અનિશ્ચચિત સમયે, પરત કરવા ની શરત હોય, તથા તેમાં વ્યાજ, બોનસ, નફો કે અન્ય ફાયદા આપવાની શરત હોય અથવા ના હોય તે તમામ વ્યવહારો નો સમાવેશ થશે.

 

 • આ અધ્યાદેશ માં હેઠળ બેન્ક (બેંકિંગ રેગ્યુલેશન એક્ટ હેઠળ માન્ય) પાસે થી લેવામાં આવેલ લોન નો સમાવેશ ડિપોસીટ તરીકે થતો નથી.

 

 • સરકાર દ્વારા જાહેર કરાયેલ નાણાકીય સંસ્થા (GSFC, IDBI) પાસે થી લેવામાં આવેલ લોન નો સમાવેશ પણ આ અધ્યાદેશ હેઠળ ડિપોસીટ ગણાશે નહીં.

 

 • ભાગીદારો દ્વારા પોતાની પેઢી ને આપવામાં આવેલ મૂડી નો સમાવેશ પણ આ અધ્યાદેશ હેઠળ ડિપોસીટ ગણાશે નહીં.

 

 • કોઈ વ્યક્તિ દ્વારા પોતાના સગા પાસે થી મેળવેલ લોન, અથવા પોતાની પેઢી માં સગા પાસે થી મેળવેલ લોન ને પણ આ અધ્યાદેશ હેઠળ ડિપોસીટ ગણાશે નહીં.

 

 • કોઈ માલ માટે મેળવેલ “એડવાન્સ” કે કોઈ મિલકત માટે મેળવેલ “એડવાન્સ” ને પણ આ અધ્યાદેશ હેઠળ ડિપોસીટ ગણાશે નહીં.

 

 • કોઈ ધંધા સાથે વ્યાવહારિક રીતે જોડાયેલ કાર્ય માટે કોઈ રકમ લેવામાં આવેલ હોય તે રકમ પણ આ અધ્યાદેશ હેઠળ ડિપોસીટ ગણાશે નહીં.

 

 • કોઈ સંજોગો માં લીધેલ રકમ કોઈ કારણોસર લેનાર દ્વારા જે તે કાયદા હેઠળ નોંધણી મેળવવા માં સફળ ના થતાં પરત કરવાના સંજોગો આવે ત્યારે, તેવા સંજોગો માં આ રકમ, આ અધ્યાદેશ હેઠળ ડિપોસીટ ગણી લેવામાં આવશે.

 

 • ડિપોસીટર એટલે આ અધ્યાદેશ હેઠળ ડિપોસીટ કારનાર કોઈ પણ વ્યક્તિ.

 

 • આ અધ્યાદેશ હેઠળ ડિપોસીટ લેનાર માં વ્યક્તિ કે વ્યક્તિ ના સમૂહ, માલિકી પેઢી, ભાગીદારી પેઢી, લિમિટેડ લાયબીલીટી પેઢી, કંપની, વ્યક્તિઓ નું સંગઠન, ટ્રસ્ટ, કો. ઓપરેટિવ સોસાઇટી તથા અન્ય તમામ સંસ્થા જે આ પ્રકાર ની ડિપોસીટ લેવા ઊભી કરવામાં આવી હોય તેનો સમાવેશ થાય છે.

 

 • આ અધ્યાદેશ ની કલમ 2(17) મુજબ “અનરેગ્યુલેટેડ ડિપોસીટ સ્કીમ” એટ્લે, કોઈ પણ સ્કીમ અથવા વ્યવસ્થા, જે હેઠળ ડિપોસિત લેવા તથા લેવા અંગે ની વ્યવસ્થા માટે ધંધાકીય રીતે પ્રયાસો કરવામાં આવે.

 

 • આ અધ્યાદેશ દ્વારા, અધ્યાદેશ અમલમાં આવ્યા થી, કલમ 2(17) માં જણાવેલ “અનરેગ્યુલેટેડ ડિપોસિત સ્કીમ” ઉપર મનાઈ ફરમાવવામાં આવેલ છે.

 

 • કોઈ પણ ડિપોસિત લેનાર સીધી કે આડકતરી રીતે “અનરેગ્યુલેટેડ ડિપોસિત સ્કીમ” માં ભાગ લેવાની અંગેની કોઈ જાહેરાત કરી શકશે નહીં.

 

 • કોઈ વ્યક્તિએ કોઈ પણ પ્રકાર ની “ડિપોસિત સ્કીમ” શરૂ કરવા આ અધ્યાદેશ હેઠળ માન્યતા મેળવવા અરજી કરવાની રહેશે.

 

 • આ અધ્યાદેશ હેઠળ માન્યતા મળેલ સ્કીમો ને “રેગ્યુલેટેડ સ્કીમ” તરીકે ઓળખાશે.

 

 • આ અધ્યાદેશ હેઠળ “રેગ્યુલેટેડ સ્કીમ” હેઠળ માન્યતા ધરાવનાર કોઈ પણ ડિપોસિત લેનાર, કોઈ પણ સંજોગો માં રકમ પરત ચૂકવવા ની બાબત માં ગુનાહિત ચૂક કરી શકશે નહીં.

 

 • ચિટ ફંડ, “મની સર્ક્યુલેશન સ્કીમ” કે જેને પ્રાઇસ ચિટ એન્ડ મની સરક્યુંલેશન સ્કીમ (બેનિંગ) એક્ટ 1978 દ્વારા બાધ્ય સ્કીમ ને આ કાયદા હેઠળ “અનરેગ્યુલેટેડ ડિપોસિત સ્કીમ” તરીકે ઓળખવામાં આવશે.

 

 • આ અધ્યાદેશ માટે રેગ્યુલેટેડ ડિપોસિત સ્કીમ ના નિયમન માટે યોગ્ય સતાધિકારી ની નિમણૂક કરવામાં આવશે. આ સત્તાધિકારી રેગ્યુલેટેડ ડિપોસિત ની નોંધણી અને નિયમન કરશે.

 

 • આ અધ્યાદેશ હેઠળ ખાસ કોર્ટ પણ સ્થાપવા માં આવશે.

 

 • કોઈ પણ ડિપોસિટ લેનાર, આ પ્રકાર નો ધંધો શરૂ કરતાં પહેલા આ અધ્યાદેશ હેઠળ નિયત કરેલ સતાધિકારી ને આ બાબતે જાણ કરશે.

 

 • આ અધ્યાદેશ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ડિપોસિત કરનાર વ્યક્તિ ની રકમ એ અગ્ર હક્ક ગણાશે અને અન્ય કોઈ પણ લેણા ની ચુકવણી કરતાં પહેલા ડિપોસિત કરનાર વ્યક્તિ ના નાણા પ્રથમ ચુકવણી ને પાત્ર બનશે.

 

 • આ અધ્યાદેશ હેઠળ અનરેગ્યુલેટેડ ડિપોસિત સ્કીમ ચલાવનાર વ્યક્તિ ને ઓછામાં ઓછી એક વર્ષ તથા વધુમાં વધુ પાંચ વર્ષ ની સજા થઈ શકશે. આ ઉપરાંત આવા વ્યક્તિ ને બે લાખ થી ઓછો નહીં પરંતુ દસ લાખ સુધી નો દંડ થઈ શકે છે. આ ઉપરાંત અન્ય ગુના માટે અલગ અલગ સજા તથા દંડ નો ઉલ્લેખ આ અધ્યાદેશ હેઠળ કરવામાં આવ્યો છે.

 

આ અધ્યાદેશ નું વાંચન કરતાં નીચે ના પ્રશ્નો ના જવાબ દ્વારા વાચકો ને ઉપયોગી માહિતી પૂરી પાડવા પ્રયાસ કર્યો છે.

 1. શું સામાન્ય સંજોગો માં વ્યક્તિ કે ધંધા દ્વારા લેવામાં આવતી લોન કે ડિપોસિત ને આ અધ્યાદેશ લાગુ પડશે?

 

જવાબ: “ના”        આ અધ્યાદેશ “અનરેગ્યુલેટેડ ડિપોસિત સ્કીમ” ચલાવતા એટ્લે કે આ પ્રકાર ની ડિપોસિત નો ધંધો ચલાવનાર વ્યક્તિ નેજ લાગુ પડશે. પોતાના સામાન્ય ધંધા માં જરૂરિયાત મુજબ લોન કે ડિપોસિત લેનાર વ્યક્તિ ને આ અધ્યાદેશ લાગુ નહીં પડે. અહી સેકશન 2(4) મહત્વની છે

 

 1. શું કોઈ વ્યક્તિ એ મિલ્ક્ર્ત વેચવા સમયે જે એડવાન્સ લીધેલ છે તેને પણ આ અધ્યાદેશ લાગુ પડશે?

જવાબ: “ના”

 

 1. ધંધા માં ઉધાર માલ ના વેચાણ કે એડવાન્સ ચુકવણી ને આ અધ્યાદેશ લાગુ પડશે?

જવાબ: “ના”

 

 1. આ અધ્યાદેશ લાગુ પાડવા માટે સૌથી મહત્વની શરત કઈ છે?

જવાબ: આ અધ્યાદેશ માત્ર “અનરેગ્યુલેટેડ ડિપોસિત સ્કીમ” ના ધંધા ને લાગુ પડશે. ચિટ ફંડ, પોંજી સ્કીમ દ્વારા ઘણા રોકાણકારો ના પૈસા ડૂબાવનાર વ્યક્તિઓ ઉપર નિયમન કરવા આ અધ્યાદેશ લાગુ કરવામાં આવ્યો છે.  આ કાયદાનો મુખ્ય હેતુ છે એ શબ્દો સાથે લલીત ગણાત્રા વધુંમાં ઉમેરે છે કે જે રીતે સેકશન 2(4) a to l અને l ના (i to iv) માં માં વેપાર ધંધા ને લગતી ડીપોઝીટ અંગેનું ડ્રાફ્ટીંગ છે તે જોતા આ બાબત થોડુ સ્પષ્ટીકરણ સરકારશ્રી તરફ થી જરુર પડશે

 

તે ઉપરાંત લલીત ગણાત્રા ઉમેરે છે કે અધ્યાદેશ થી લાગુ થતા આ કાયદામાં હાલની તકે ઈન્કમટેક્ષ ઓથોરીટી ને કોઈ પણ પ્રકારના અધીકાર આપેલ નથી એટલે કે તે આ કાયદાની ઓથોરીટી નથી. આ કાયદાનું ડ્રાફ્ટીંગ થોડુ નબળુ થયું હોય એવું દેખાઈ રહ્યું છે જેથી ચોક્કસ અર્થઘટન કરવામાં દરેક ને સમસ્યા ઉભી થઈ રહી છે.  તે ઉપરાંત ડીપોઝીટ અંગે શુ સામેલ થશે નહી તેની વીગત એક્ટ ની સેકશન 2(4)a to l અને l ના (i to iv) માં આપેલ છે જે થોડી વધારે સમસ્યા ઉભી કરે છે.

(આ અધ્યાદેશ ઉપર આ અમારું મંતવ્ય છે. અન્ય મંતવ્યો આ અંગે હોય શકે છે. આપના પ્રશ્નો, taxtodayuna@gmail.com પર મોકલવા વિનંતી.)

error: Content is protected !!