શું પાછા આવી રહ્યા છે જીએસટીઆર 1,2 અને 3 ? નવી બોટલ માં જુનો દારું !!

Spread the love
Reading Time: 4 minutes

તા. 22.03.19

તા. 08.03.19 ના રોજ જીએસટીની વેબસાઈટ ઉપર નમુના પ્રત નવા પ્રપોઝડ રીટર્ન PDF ફોર્મેટમાં વેબસાઈટ ઉપર મુકી દેવામાં આવ્યા છે. એવી માહીતી આવી રહી છે કે આ રીટર્ન લગભગ તૈયાર છે અને ટુક સમયમાં એટલે કે કદાચ એપ્રીલમાં નોટીફીકેશન આપી લાગું કરી દેવામાં આવશે જે હાલમાં 3 મહીના ટ્રાયલબેઇઝ ઉપર રહેશે એટલે કે ઓપશનલ રહેશે. એપ્રીલ થી જુન સુધી GSTR3B અને GSTR1 ફરજીયાત રાબેતા મુજબ રહેશે અને જુલાઈ 19 થી GSTR1 અને 3B નું સ્થાન લેશે અને ભરવા ફરજિયાત થશે.

આપણે રીટર્ન ઉપર વાત કરીએ તે પહેલા એક વાત ઉમેરી દઉં કે નોંધાયેલ વ્યક્તિ જે નંબર ધરાવે છે તે ત્રીમાસીક રીટર્ન ભરવાનું થાય કે માસીક રીટર્ન ભરવાનું થાય, સહજ રીટર્ન ભરે કે સુગમ રીટર્ન ભરે, ટેક્ષ તો GST PMT-08 થી દર મહીને 20 તારીખ પહેલા ભરી જ દેવાનો છે. આ બાબત માં કોઈ પણ પ્રકાર ની છુટછાટ આપેલ નથી.

આ રીટર્ન તૈયાર કરવામાં આવ્યા ત્યારે બહું મોટી જાહેરાતો કરવામાં આવી હતી. તે મુજબ સહજ અને સુગમ નામના નવા સરળ રીટર્ન આવશે જે ફકત 3 મહીને ભરવાના થશે અને 5 કરોડના ટર્નઓવર સુધી દરેકને ત્રીમાસીક રીટર્ન જ કરવાના છે ને વીગેરે વીગેરે….

સૌપ્રથમ આપણે વાત કરીએ સહજ અને સુગમ રીટર્નની. આ સહજ રીટર્ન જેમને આખું વર્ષ દરમ્યાન ફકત ને ફકત B2CS એટલે કે ગ્રાહકને જ માલ વેચવાનો છે. તે ઉપરાંત આવાં વેપારીઓને જો પોતાની ખરીદીનું બીલ નથી આવ્યું તો તેની ક્રેડિટ પ્રોવીઝનલ રીતે કલેઈમ જ નથી કરવી. ANX-2 જે ખરીદી નું ઓટો પોપ્યુલેટેડ રીટર્ન તૈયાર થઈ ને આવશે જે રીતે અત્યારે GSTR2A તૈયાર થઈ ને આવે છે તે સ્વીકારી લેવાનું છે. કોઈ પણ વધારાની ક્રેડીટ પ્રોવીઝનલ રીતે માંગી શકાશે નહી. તેને Export કે SEZ supply નથી કરવી. જેને ઇ-કોમર્સ ઓપરેટર દ્વારા કોઈ પણ માલ નથી વેચવો. જેને b2cs સીવાય બીજી કોઈ સપ્લાય જ નથી કરવી તે આ રીટર્ન સીલેકટ કરી શકશે. આ નવા કોઈપણ રીટર્ન એક વખત વર્ષની શરૂઆતમાં સીલેકટ કરો એટલે આખું વર્ષ તમારે આ સીલેકટ કરેલ રીટર્ન જ ભરવાના છે તેમાંથી બહાર નીકળી બીજા રીટર્ન સીલેકટ નથી કરી શકવાના.

આવી જ રીતે બધી સરખી શરતો જેવું સુગમ રીટર્ન બનાવ્યું છે જેમાં વધારાની એક છુટ B2B ની એટલેકે વેપારીને કે જે જીએસટી નંબર ધરાવે છે તેમને સપ્લાય કરવાની છુટ આપવામાં આવી છે.

આ બને રીટર્નની મોટી નેગેટીવ બાજુ એક જ છે. તમે કરેલ ખરીદીનુ બીલ જો વેબસાઈટ ઉપર નથી આવ્યું કે જેની પાસે થી ખરીદી કરી છે તેણે અપલોડ નથી કર્યું તો તમારે તે કલેઈમ નથી કરવાનું. આ કોઈ પણ વેપારી માટે શકય નથી. એટલે આ રીટર્ન સીલેકટ કરવા લગભગ કોઈ માટે શકય નથી. આ બને રીટર્નને RET-2 સહજ અને RET-3 સુગમ નામ આપવામાં આવ્યા છે.

હવે આપણે મુખ્ય રીટર્ન RET-1 ની વાત કરીએ અને આપણો મૂખ્ય પ્રશ્ન હતો કે શું પાછા આવી રહ્યા છે GSTR1,2 અને 3? આમની પર વાત કરીએ.

GST RET-1 રીટર્ન જો 5 કરોડથી નીચે ટર્નઓવર છે તો સ્વૈચ્છિક રીતે દર ત્રણ મહીને ભરવાનું છે નહીંતર દર મહીને. આ નવા રીટર્ન ત્રણ ભાગમાં વહેચાયેલું છે પહેલો ભાગ ANX-1 જે મહીનો પુરો થયે દર 10 દીવસે ભરવાનું છે. આને કોમ્પેર કરો જુના GSTR1 સાથે કે જે દર મહીનાની 10 દીવસે કરવાનું થાય છે. બહુ જ સામાન્ય તફાવત છે GSTR1 અને ANX-1 માં. GSTR1 માં થી જુના બીલો સુધારો કરવા માટેના જે ઓપશન આવતાં હતાં તેને ANX-1 માં થી અલગ કરી ને તેને Amendment to FORM GST ANX-1 નામ આપવામાં આવ્યું છે. દર મહીનાની 10 મી તારીખે જે મન્થલી રીટર્ન ભરે છે તેમણે ભરવું ફરજિયાત થશે અને જે દર ત્રણ મહીને ભરે છે તેમણે પણ ત્રણ મહીના પુરા થયે 10 દીવસમાં અપલોડ કરવાનું રહેશે. જો અપલોડ ના થયું 10 દીવસમાં તો તમે જેને વેચાણ કરો છો તેને તેની ક્રેડિટ બતાવશે નહીં. વીચારજો કે જે ત્રીમાસીક રીટર્ન ભરે છે તેમની પાસેથી તમે એપ્રિલમાં એક બીલથી માલની ખરીદી કરી અને તે ત્રણ મહીને રીટર્ન ભરશે પણ તમે 5 કરોડથી વધારે ટર્નઓવરના લીધે દર મહીને રીટર્ન ભરો છો. તમારી ખરીદીની ક્રેડિટ તમને રેગ્યુલર ક્રેડીટ તરીકે મળશે નહી અને તમારે પ્રોવીઝનલ રીતે કલેઈમ કરવી પડશે. હવે કોઈ કારણથી આ ત્રીમાસીક વારો વેપારી તમારું બીલ અપલોડ કરતા ભુલ્યો કે બીજી કોઈ ટેકનીકલ ભુલ કરી કે ત્રણ મહીને 10 દીવસમાં Anx-1 રીટર્ન અપલોડ કરતાં ભુલ્યો એટલે તમારે બીજા વધારાના ત્રણ મહીના રાહ જોવાની છે તે દરમ્યાન ANX-1 માં 3L કરી ને જે ઓપશન આપેલ છે તેમાં જો બે મહીના સુધી બીલ ના આવે તો તે બતાવું પડશે કે આ વ્યક્તિએ મારુ ખરીદી નું બીલ અપલોડ નથી કર્યું.

આ ઉપરાંત GST ANX-2 જે મુખ્ય રીટર્ન GST RET 1 નો ભાગ છે જેમાં ખરીદી ના બીલ કે જે આપણે એસેપ્ટ કર્યા છે, પેન્ડીંગ રાખ્યા છે કે રીજેક્ટ કર્યા છે તેની વીગત આપવાની છે. આ એ જ વસ્તુ છે જે આપણે GSTR2 વખતે કરતા હતા. અને એ જ સીસ્ટમ થી કરવાની છે એટલે કે 10 દીવસ પુરા થાય પછી આ GST ANX-2 ભરવાનું. આપણી ખરીદી નું બીલ મેળવી ને ઓકે આવ્યું હોય તો એસેપ્ટ કરી લોક કરવાનું. આ આખી સીસ્ટમ લોકીંગ વારી છે. હવે આપણે જે લોક કરીશું બીલ તે સામે વારો વેચનાર કે સપ્લાયર સુધારી કે ડીલીટ નહી કરી શકે. આ મેળવી જે બીલ નથી આવ્યા તેની ક્રેડીટ ક્લેઈમ કરવાની છે. જે બીલ આપણે પેન્ડીંગ રાખીએ છીએ તે બીલ ડીમ્ડ Accepted છે એટલે કે આપણે રીજેક્ટ નથી કર્યા એટલે સામા વારો સપ્લાયર તે ડીલીટ નહી કરી શકે. જે બીલ ANX- 2 માં નથી આવ્યું તેની ITC આ વખતે આપણે પ્રોવીઝનલ રીતે ક્લેઈમ કરી તો તેના પછી ના મહીના ના રીટર્ન માં જો તે બીલ આવી ગયું હોય તો તે પાછું રીવર્સ કરવાનું છે. આ બધી ખબર આપણે એક એક બીલ મેળવીશું ત્યારે જ ખબર પડશે એટલે ખરેખર આ GST ANX-2 રીટર્ન નથી પંરંતુ GSTR2 જ છે

અને હવે આપણે મુખ્ય રીટર્ન GST RET-1 ની વાત કરીએ તો આ એની જેવું જ રીટર્ન છે જેને આપણે પહેલા GSTR3 તરીકે ઓળખતા હતા.
10 તારીખ પછી જો રીટર્ન અપલોડ થશે તો તેની ક્રેડીટ બીજા મહીને મળશે એ જ રીતે મન્થલી વાળા તારીખ 18 થી 20 દરમ્યાન ANX-1 રીટર્ન અને તે જ રીતે ત્રણ મહીના વાળા તારીખ 23 થી 25 દરમ્યાન રીટર્ન ANX-1 અપલોડ નહી કરી શકે.

આપણને ન્યુઝ પેપર માં મુખ્ય હેડલાઈન વાચવામાં આવે છે કે 5 કરોડ સુધી ત્રણ મહીને રીટર્ન પણ આપણને દર મહીને ટેક્ષ ભરવાનો છે અને તેમાં ખરીદી – વેચાણ ની આઉટપુટ ઈનપુટ ના આકડા રાબેતા મુજબ દરેક ને એટલે કે સહજ, સુગમ અને GST RET-1 QTRLY ભરવા વાળા ને GST PMT-08 થી આપવાના છે તેના તફાવત ને આધારે તેનો ટેક્ષ દર મહીને ભરતો જવાનો છે તેની માહીતી કોઈ માધ્યામ દ્વારા મળતી નથી.
ફક્ત નામ અને અમુક રીપોર્ટ કરવાના ખાનામાં સામાન્ય ફેરફાર કરી ને પાછું ફરીથી GSTR1,2 અને GSTR3 ને નવા નામ કરણ અને થોડી નવી ડીઝાઈન સાથે ફરીથી નવી બોટલમાં જુનો દારુ આપવામાં આવી રહ્યો છે.

જ્યારે પણ આ રીટર્ન લાગુ થાય ત્યારે દરેક ટેક્ષ સલાહકાર ને નમ્ર વીનંતી કે સુગમ, સહમ, GST RET-1 QTRLY પંસંદગી કરવામાં ઉતાવળ ના કરે કેમ કે એક વખત સીલેક્ટ કર્યા પછી ફેરફાર કરી શકાતો નથી અને ભુલ કરી તો પછી બહુ મોટા ઈશ્યુ ઉભા થવાના ચાન્સ છે.

– લલીત ગણાત્રા ટેક્ષ એડવોકેટ જેતપુર, ટેક્ષ ટુડે ગૃપ

error: Content is protected !!