શું 40 લાખથી નીચે ગુડ્ઝનું ટર્નઓવર હશે તો જીએસટી નંબર રદ કરાવી શકશો ? અમારું મંત્વય “નહી” !!

Spread the love
Reading Time: 3 minutes

તા. 16.03.2019

40 લાખનું ગુડ્ઝનું ટર્નઓવર થશે તો ત્યારે નંબર લેવાનો થશે તે અંગેનું નોટીફીકેશન તા. 07.03.2019 ના રોજ જાહેર કરવામાં આવ્યું. આ નોટીફીકેશન સેકશન 23(2) નીચે આપવામાં આવ્યું છે. સેકશન 23(2) મા એવી કેટેગરી ઉભી કરી શકાય છે કે જેને નંબર લેવાની જરૂર રહેતી નથી.

અહીં સેકશન 22 માં નંબર લેવાની જવાબદારી 20 લાખ હતી જે કાયદા માં સુધારો કર્યો ના હોય તે લીમીટ યથાવત રહી ગઈ છે જ્યારે 23(2) નીચે નોટીફીકેશનથી નવી એક કેટેગરી ઉમેરીને 40 લાખ સુધી નંબર લેવામાં મુક્તિ આપી છે. એટલેકે નવાં નંબર લેવા માટે તમારૂ ગુડ્ઝનું ટર્નઓવર જો 40 લાખ થશે તો નંબર લેવાનો રહેશે. સર્વિસ માટે 20 લાખની લીમીટ યથાવત છે. આ જે કાઇ આપણે વાત કરી તે નંબર લેવાની જવાબદારી અંગેની સેકશનની વાત કરી.

આપણો અહીં મુખ્ય પ્રશ્ન છે કે જે અત્યારે નંબર ધરાવે છે તેનું ટર્નઓવર જો 40 લાખથી નીચે હોય તો શું કરવાનું. નંબર રદ કરી શકાય ? – ના –

એક વખત નંબર તમારી પાસે છે અને જો તે નંબર તમારે કેન્સલ કરાવો હોય તો તે ફકત સેકશન 29 નીચે જ રદ થઈ શકે છે.

આપણે સેકશન 29 ની જોગવાઈઓની વાત કરીએ
તો તેમાં
1} જો આ જ સેકશન અમુક જોગવાઈઓનો ભંગ થતો હોય ઓફીસર પોતે જાતે નોટિસ આપી નંબર રદ કરી શકે છે અથવા નંબર ધરાવતો હોય તે અથવા મુખ્ય વ્યક્તિનું અવસાન થયું હોય તો તેના વારસદાર નીચેના સંજોગોમાં નંબર રદ કરાવી શકે છે
(a) જો ધંધો બંધ કર્યો, અથવા મર્જ કર્યો અથવા મુખ્ય વ્યક્તિનું અવસાન થયું તો તેવાં સંજોગોમાં નંબર રદ કરાવી શકાય છે
(b) ધંધાના બંધારણમાં ફેરફાર થાય એટલે કે પ્રોપાઇટરમાથી ભાગીદારી કે ભાગીદારીમાથી પ્રોપાઇટર કે આવા બીજા બંધારણમાં ફેરફાર થાય તો જ નંબર રદ કરાવી શકાય છે
(c) સેકશન 22 અને સેકશન 24 મુજબ જો તેની નંબર રાખવાની જવાબદારી ના હોય તો.

આ સેકશન (c) આપણા માટે બહુ જ મહત્વની છે. નંબર રદ કરાવા માટે આપની સેકશન 22 કે જેમાં 20 લાખની કરપાત્ર ટર્નઓવર નથી અથવા સેકશન 24 કે જેમાં ફરજિયાત નંબર લેવાની જોગવાઈ છે તે લાગુ પડતું નથી. આ બને સેકશનની શરતો પુર્ણ થતી હોવી જોઈએ એટલેકે આ સેકશન મુજબ 20 લાખની નીચે ટર્નઓવર છે તો તમે નંબર રદ કરાવી શકો છો.

નંબર લેવા સમય પર આપણે સેકશન 22, 23 અને સેકશન 24 એમ ત્રણેય ધ્યાન પર લેવાની રહે જ્યારે નંબર રદ કરવામાં સેકશન 29 અને તેમાં લખેલ રેફરન્સ સેકશન જ ધ્યાન પર લેવાની રહે. સેકશન 29 માં ફકત સેકશન 22 અને 24 નો રેફરન્સ લખેલ છે જ્યારે નંબર લેવાની જરૂર નથી તેનું નોટીફીકેશન સેકશન 23 નીચે આવેલ છે.

તે ઉપરાંત જો તમે એક પણ રુપિયાની સર્વિસ આપતા હો તો પણ નંબર રદ કરાવી ના શકો કેમ કે આ નોટીફીકેશન ફકત ને ફકત ગુડ્ઝ માટે જ આપવામાં આવ્યું છે.

આવી જ રીતે 20 લાખ ઉપરના કોઈપણ ટર્નઓવરમાં જો એક પણ રુપીયાની સર્વિસ આવી તો પણ નંબર 20 લાખે જ લેવાનો રહેશે નહીં કે 40 લાખે.

મારું વ્યક્તિગત માનવું છે કે તમારુ ગુૃડઝ નું ટર્નઓવર જો 20 લાખની ઉપર છે પણ 40 લાખની નીચે છે તો નંબર રદ કરાવી ના શકો

બીજી એક અગત્યની વાત ધ્યાન પર એ લેવાની કે જો આપ નંબર રદ કરાવો છો તો સ્ટોકમા રહેલ બધાં ગુડ્ઝ પર વેચાણ કરો છો એવી રીતે ટેક્ષ ભરવાની જવાબદારી આવશે

હેતુ બધાને 40 લાખ સુધી લાભ આપવાનો જ હતો એ સાથે સહમત છીએ પંરતુ મુળ કાયદામાં સુધારો કર્યા વગર નોટીફીકેશનથી નવો રસ્તો ગોતવાનો પ્રયત્ન કર્યો તેનાં લીધે આ ગરબડ રહી ગઈ છે એવું મારું સ્પષ્ટપણે માનવું છે. જ્યાં સુધી આ બાબત કલીયર ના થાય ત્યાં સુધી નંબર રદ કરાવાની ઉતાવળ કરવી ના જોઈએ એવું હું માનું છું.

આ લેખમાં લખેલ મંતવ્ય એ મારા અંગત મંતવ્ય છે આપના સલાહકાર ની સલાહ અને કાયદા ના જાતે અભ્યાસ પર થી આગળ વધવા વીનંતી
– લલીત ગણાત્રા – એડવોકેટ ટેક્ષ ટુડે ગૃપ

error: Content is protected !!
18108