શું GST રજિસ્ટ્રેશન પહેલા ની ખરીદી ઉપર ITC ક્રેડિટ મેળવી શકાય ?

Spread the love
Reading Time: 2 minutes

By: પ્રશાંત દેશાવલ, એડવોકેટ્

             જીએસટી રજિસ્ટ્રેશન કરાવતા સમયે, વ્યક્તિ નો જ્યારે ચાલુ ધંધો હોય તેમાં માલ નો સ્ટોક, મૂડીગત માલ અને તૈયાર માલ એ ધંધા ની જગ્યા પર હોય છે.

            આ બધા માલ ઉપર ભરેલો જીએસટી આપણે જીએસટી રજિસ્ટ્રેશન ની પહેલા ની તારીખ માં તે માલ ઉપર ITC ના મેળવી શકીએ. જે તારીખે કરદાતા જીએસટી રજિસ્ટ્રેશન મેળવે તે તારીખ થીજ તે માલ ના સ્ટોક, મૂડીગત માલ અને તૈયાર થયેલ માલ ઉપર ITC મેળવી શકે છે.

            નવાં રજિસ્ટર્ડ થયેલા કરદાતા ઈનપુટ ટેક્ષ ક્રેડિટ મેળવવા માટે GST પોર્ટલ પર થી ફોર્મ GST – ITC 01 ભરી શકે છે. સ્ટોક પર નો ITC મેળવવા માટે આ ફોર્મ ભરવું ફરજીયાત છે.

 

ક્યા ક્યા કેસ માં ફોર્મ ITC – 01 ભરી શકાય?

નીચે આપેલા કેસો માં ફોર્મ ITC – 01 ભરી શકાય :

1.      જીએસટી હેઠળ ની તત્કાલિન મર્યાદા થી વધું ટર્નઓવર થાય ત્યારે જીએસટી રજિસ્ટ્રેશન ની અરજી આપ્યાં ના 30 દિવસ ની અંદર

2.      જ્યારે કોઈ વ્યક્તિ સ્વૈચ્છીક રીતે જીએસટી રજિસ્ટ્રેશન કરાવે ત્યારે

3.      જ્યારે કોઈ વ્યક્તિ કોમ્પોઝિસન સ્કીમ માથી બહાર નીકળી રેગ્યુલર સ્કીમ માં રજિસ્ટર કરાવે ત્યારે

4.      જ્યારે કોઈ કરમુક્ત માલ અથવા સેવા કર મુક્ત હોય તથા ત્યારબાદ કરપાત્ર થાય ત્યારે

                ઉપર ના કેસ માં કરદાતાઓ ફોર્મ ITC – 01 ભરી શકે છે. ખાસ નોંધ લેવી કે ફોર્મ ITC – 01 ભર્યા સિવાય કોઈ વ્યક્તિ ITC ક્લેઇમ નહીં કરી શકે.

 

ક્યા ક્યા માલ ઉપર ઈનપુટ ટેક્ષ ક્રેડિટ મંજૂર થયેલ છે?

1.      આખર તારીખ ના સ્ટોક ઉપર

2.      આખર તારીખ ના અર્ધ તૈયાર થયેલ માલ ઉપર

3.      આખર તારીખ ના તૈયાર થયેલ માલ ઉપર

5.      આખર તારીખ ના મૂડીગત માલ ઉપર ( એવા જ કેસો માં લાગું પડશે જેમાં કરદાતા કોમ્પોઝિસન સ્કીમ માથી બહાર નીકળી રેગ્યુલર સ્કીમ માં રજિસ્ટર કરાવે ત્યારે )

            ઉપર ના માલ ઉપર કરદાતા ફોર્મ ITC – 01 ભરી ઈનપુટ ટેક્ષ ક્રેડિટ લઈ શકે છે. 

 

ફોર્મ ITC – 01 ભરતી વખતે ધ્યાન માં રાખવા જેવી બાબતો :

1.      જાણો ક્યા ઈનપુટ ટેક્ષ ક્રેડિટ ક્લેઇમ કરી શકાય. દા.ત., સેવા ના કેસ માં ITC ક્લેઇમ ના કરી શકાય, મૂડીગત માલ ના કેસો માં ફક્ત એવા જ કરદાતા ITC ક્લેઇમ કરી શકશે જે કરદાતા કોમ્પોઝિસન સ્કીમ માથી બહાર નીકળી રેગ્યુલર સ્કીમ માં રજિસ્ટર કરાવે.

2.      આખર તારીખ માં ખરીદી ના વિગત વાર બિલો હાજર હોવા જોઈએ.

3.      ફોર્મ ITC – 01 રજિસ્ટ્રેશન ની તારીખ અથવા રેગ્યુલર સ્કીમ માં સ્થળાંતર થતાં ના ૩૦ દિવસ ની અંદર ભરવું જોઈએ.

4.      સ્ટોક ના માલ ના બિલો એક વર્ષ સુધી અને મૂડીગત માલ ના બિલો પાંચ વર્ષ સુધી ક્લેઇમ કરી શકાય.

5.      જ્યારે ITC ક્લેઇમ ની રકમ બે લાખ રૂપિયા થી વધારે હોય ત્યારે ચાર્ટર્ડ અકાઉંટેંટ/ કોસ્ટ અકાઉંટેંટ નું સર્ટિફિકેટ સાથે અપલોડ કરવું ફરજીયાત છે.

error: Content is protected !!