શુશીલ મોદી દ્વારા GOM ની મિટિંગ બાદ મહત્વ નું ટ્વીટ: નાના સેવા આપતા કરદાતાઓ માટે આવી શકે છે કામપોઝિશન
Reading Time: < 1 minute
ઉના, તા: 06.01.2019: આજની ગ્રુપ ઓફ મિનિસ્ટર્સ ની મહત્વની મિટિંગ બાદ શુશીલ કુમાર મોદીએ ટ્વીટ ઉપર માહિતી આપી છે કે આજની GOM ની મિટિંગ માં નીચેના સૂચનો GST કાઉન્સિલ ને કરવામાં આવશે. 10મી જાન્યુવારીએ મળનાર મિટિંગ માં આ બાબતે તમામ સભ્યો ની સહમતી લેવાનો પ્રયાસ કરવામાં આવશે. આજની GOM ની મિટિંગ માં નીચેના સૂચનો GST કાઉન્સિલ ને કરવામાં આવશે:
- કંપોઝિશન માટે ની મર્યાદા 1.5 કરોડ કરવામાં આવશે.
- કામપોઝિશન સ્કીમ વાળા વેપારીઓ ને વાર્ષિક એક રિટર્ન ભરવા વિશે વિચારણા કરવામાં આવશે.
- 50 લાખ સુધી ના નાના સેવા પૂરી પડતા કરદાતાઓ માટે 5% લેખે કમ્પોઝિશન નો વિકલ્પ આપવા અંગે વિચારણા
- GST ના નોંધાયેલ વેપારીઓ માટે મફત માં એકાઉંટિંગ અને બીલિંગ સોફ્ટવેર આપવા વિચારણા
- કેરેલા પુર જેવી પરિસ્થિતિ ને પહોંચી વળવા 1% સેસ 2 વર્ષે સુધી લેવા રાજ્યો ને પરવાનગી આપવામાં આવશે તેવા સૂચનો કરવામાં આવશે.
જે આજની મિટિંગ માં મુખ્ય એજન્ડા ગણવામાં આવતો હતો તેવો GST નોંધણી ની લિમિટ વધારવા અંગે ની કોઈ જાહેરાત મોદીજી એ કરેલ નથી.