શુ આપની 3B માં માંગેલ ટેક્સ ક્રેડિટ, ક્રેડીટ લેજર માં નથી દર્શાવતી?

Spread the love
Reading Time: 2 minutes

[the_ad_placement id=”after-content”][the_ad_placement id=”after-content”]ઉના, તા: ૧૩.૦૧.૨૦૧૯: શુ આપની 3B માં મંગેલ ક્રેડિટ, ક્રેડિટ લેજર માંથી ગાયબ થઈ ગઈ છે??? આ પ્રકાર ના ઘણા કિસ્સા બની રહ્યા ના અહેવાલો મળી રહ્યા છે. નોંધાયેલ વ્યક્તી ઓ, કર વ્યાવસાયિકો વી. આવી ઘટનાઓ ના કારણે પરેશાની અનુભવી રહ્યા છે. મળતી વિગતો મુજબ ક્રેડિટ લેજર માંથી આ ક્રેડિટ “પ્રોવીઝનલ ક્રેડિટ” માં તબદીલ થઈ ગઈ છે. આ “પ્રોવીઝનલ ક્રેડિટ” માં દર્શાવેલ ક્રેડિટ 3B ના રીટર્ન ભરતા સમયે ઉપયોગ માં લઇ શકાતી નથી. આમ, વેપારીએ ખરીદેલા માલ કે સેવા બદલ ટેક્સ ચૂકવેલ હોવા છતાં પોતે આ ક્રેડિટ મેળવ્યા વિના ફરી ટેક્સ ભરવાની નોબત આવી રહી છે. આ બાબતે તાપસ કરતા ટેક્સ ટુડે ના ભુજ ખાતે ના પ્રેસ રિપોર્ટર તથા ટેક્સ એડવોકેટ પૂર્વેશ ગણાત્રા જણાવે છે કે હેલ્પ ડેસ્ક ઉપર ફોન કરતા જાણવા મળ્યું છે કે આમ થવાનું કારણ નીચેની શક્યતાઓ હોઈ શકે:

1. વેચનાર વેપારી નો GST નમ્બર રિટર્ન ના ભરવાના કારણે રદ કરવામાં આવ્યો હોય,

2. વેચનાર વેપારી કર ચોરી માં સામેલ હોવાના પુરાવા ડિપાર્ટમેન્ટ પાસે આવેલ હોઈ અને તેના પર કાર્યવાહી ચાલુ હોય,

3. વેચનાર વેપારી પત્રક તથા વેરો ભરવામાં ડિફોલ્ટર હોઈ

આ અંગે હજુ કોઈ અધિકારીક સ્પષ્ટતા આવ્યા ના અહેવાલ નથી.

ઉપરોક્ત હેલ્પડેસ્કે જણાવેલ મુદાના અભ્યાસ કરીએ તો માલુમ પડે છે કે આમાં કોઈ વાસ્તવીકતા જણાતી નથી.

જો GST નંબર રિટર્ન  ના ભરવાના કારણે રદ થયેલ હોય તો જ્યા સુધી ના રીટર્ન ફાઈલ થઈ ગયા છે ત્યાં સુધીની ઈનપુટ તો આપણને મળવા પાત્ર છે જ તે ઉપરાંત આપણે જે કાઈ ક્રેડીટ ક્લેઈમ કરીએ છીએ તે 3બી થી કરીએ છીએ. જેનો નંબર રદ થયો છે તેની જ આપણે 3બીમાં ક્રેડીટ ક્લેઈમ કરી છે એવું ના પણ હોઈ શકે.  આ જ પ્રકાર નું અર્થઘટન બાકી ના મુદા પણ કરી શકીએ તેમ છીએ. વેચનાર કર ચોરીમાં સામેલ હોય કે વેચનાર વેપારી પત્રક તથા વેરો ભરવામાં ડિફોલ્ટર હોઈ તો તેની જ ક્રેડીટ આપણે 3બી માં લીધી છે તેનું કોઈ સીધુ લિંક થઈ શકે નહી. આપણને સાંભળ્યા વીના અને આપણી ક્રેડીટ ને કોઈ વ્યાજબી કારણ આપ્યા વગર પ્રોવીઝનલ ક્રેડીટ તરીકે ટ્રાન્સફર કરવી અને આપણને વાપરવા ના દેવી તે વાત ને કોઈ પણ હીસાબે વ્યાજબી ઠેરાવી શકાય તેમ નથી.

આના સોલ્યુશન માટે સેલ્ફ સર્વીસ ની જીએસટી ની વેબસાઈટ પર જઈ ને ગ્રીવન્સ રજીસ્ટ્રર કરી દેવું તે જ સારો વીકલ્પ રહેશે. http://selfservice.gstsystem.in

અમે જોયેલ એક સપ્ટેમ્બરના કેસમાં પ્રોવીઝનલ માં ટ્રાન્સફર થયેલ હતી ક્રેડીટ ફરીથી જાન્યુઆરીમાં રેગ્યુલર ક્રેડીટ તરીકે આવી ગયેલ હતી.જો કોઈ વેપારી કે ટેક્સ પ્રેક્ટિશનર આ બાબતે પોતાના અનુભવ અમારી સાથે ચર્ચવા માંગે તો અમોને 9924121700 અથવા taxtodayuna@gmail.com પર જણાવી શકે છે.

આ લેખ વાંચી અમને સતત આ અંગે અભિપ્રાયો મળી રહ્યા છે. આ અભિપ્રાયો માના ખૂબ મહત્વ ના અભિપ્રાયો નીચે વાચકો ના લાભાર્થે આપેલ છે.

જામનગર ના યુવાન ટેક્સ એડવોકેટ કર્ણીક કોઠારી જણાવે છે લે તેમના અસીલ ના કિસ્સામાં હેલ્પ ડેસ્ક દ્વારા એવો જવાબ આપવામાં આવ્યો છે કે આ માત્ર ટેક્નિકલ પ્રોબ્લેમ છે અને તે થોડા સમય માં દૂર થઈ જશે.

જુનાગઢ ખાતે ના ટેક્સ ટુડે રિપોર્ટર તથા ટેક્સ એડવોકેટ આ બાબતે ઉમેરે છે કે મિનિસ્ટ્રિ ઓફ ફાઇનન્સ દ્વારા 04 મે 2018 ના રોજ એક પ્રેસ રિલિજ બહાર પાડવામાં આવેલ હતી. આ પ્રેસ રિલિજ માં પ્રોવિજ્ન્લ ટેક્સ ક્રેડિટ અંગે vii નંબર ની ક્લોઝ માં ઉલ્લેખ કરવામાં આવેલ હતો. આ મુજબ પણ પોર્ટલ પર આમ કરવામાં આવી રહ્યું હોય.(પ્રેસ રિલિજ આ આર્ટીકલ સાથે જોડેલ છે)

ઉપર મની કોઈ શક્યતાઓ નકારી શકતી નથી. પરંતુ ઇચ્છનીય છે કે સરકાર આ અંગે ખુલાસો લઈ ને આવે. આ અંગે ટેક્સ ટુડે દ્વારા, આ અંગે  ધી ગુજરાત સેલ્સ ટેક્સ બાર એશો., નેશનલ એક્શન કમિટી ઓફ GST પ્રોફેશ્ન્લ વગેરે ને ઇ મેઈલ દ્વારા જાણ કરેલ છે.

 

 

પૂર્વેશ ગણાત્રા,  પ્રતીક મિશ્રાણી, લલિત ગણાત્રા તથા ભવ્ય પોપટ ટેક્સ ટુડે

error: Content is protected !!